BJP નેતા બાબુલાલ ગોરે કોંગ્રેસ ધારાસભ્યને કહ્યું સરકાર તો તમારી બની રહી છે
ભાજપના વરિષ્ઠ નેતા અને મંત્રી રહી ચુકેલા બાબુલાલ ગૌરે એવો દાવો ભલે મજાકમાં કર્યો હોય, પરંતુ તેના કારણે રાજકીય વર્તુળમાં હલચલ પેદા થઇ ગઇ છે
Trending Photos
ભોપાલ : મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા સીટો માટે મતદાન થઇ ચુક્યું છે. હવે 11 તારીખે પરિણામની રાહ જોવાઇ રહી છે. જો કે તે અગાઉ જ ક્યાસ લગાવાઇ રહ્યા છે. દરેક પાર્ટી પોતાની જીતનો દાવો કરી રહી છે. પરંતુ જ્યારે એક પાર્ટીના વરિષ્ઠ નેતા જ બીજી પાર્ટીની જીતના દાવા કરવા લાગ્યા તો કહેવાશે. ભાજપના વરિષ્ઠ નેતા અને મંત્રી રહી ચુકેલા બાબુલાલ ગોરે એવો દાવો ભલે મજાક કર્યો હોય પરંતુ તેના કારણે રાજકીય હલકોમાં હલચલ તો શરૂ થઇ જ ચુકી છે.
અત્રે નોંધનીય છે કે, મતદાન થયાનાં એક દિવસ બાદ કોંગ્રેસના ધારાસભ્ય અને ભોપાલથી ચૂંટણી લડી રહેલા આરિફ અકીલ બાબુલાલ ગોરને મળવા માટે પહોંચ્યા. અહીં ગોરે અકીલને શુભકામના આપી. આ સાથે જ તેમણે આરિફ અકીલને કહ્યું કે, કોંગ્રેસની સરકાર આવી રહી છે અને તમે મંત્રી પણ બની રહ્યા છો.
આ દરમિયાન બંન્ને વચ્ચે ઘણા લાંબા સમય સુધી ચર્ચા ચાલતી રહી. એટલું જ નહી બાબુલાલ ગોરે તો તેવો પણ દાવો કરી દીધો કે કોંગ્રેસની બહુને ટીકિટ અપાવવામાં મદદ કરી છે. ત્યાર બાદ આરિફ અકીલે જ્યારે આ મુલાકાત અંગે પુછવામાં આવ્યું તો તેમણે એક મંજાયેલા નેતાની જેમ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, હું ગોર સાહેબનો આશિર્વાદ લેવા માટે આવ્યો હતો.
વધારે મતદાન અંગે બોલ્યા ભાજપના મંત્રી
મધ્યપ્રદેશમાં આ વખતના મતદાને ગત્ત તામ રેકોર્ડ તોડી દીધા છે. આ વધેલા મતદાન બાદ જ પક્ષ અને વિપક્ષ તેના પર પોત પોતાના દાવાઓ ઠોકી રહ્યા છે. મંત્રી ઉમાશંકર ગુપ્તાએ કહ્યું કે, આરએસએસનાં કારણે બમ્પર મતદાન થયું. તેમણે કહ્યું કે, આરએસએશએ લોકોને મહત્તમ મતદાન કરવા માટે કહ્યું અને તેનું જ પરિણામ છે કે વિધાનસભા ચૂંટણીમાં તમામ રેકોર્ડ તુટ્યા તેટલું મતદાન થયું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે