મહારાષ્ટ્રમાં 'Mid term election'? ભાજપના દિગ્ગજ નેતાના નિવેદનથી રાજકીય ખળભળાટ

મહારાષ્ટ્ર (Maharasthra) ના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)  અને શિવસેના નેતા સંજય રાઉત (Sanjay Raut)  વચ્ચે જે મુલાકાત થઈ તેને લઈને હવે રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. આ મુલાકાત વિશે જાતજાતની અટકળો થઈ રહી છે. હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલે (Chandrakant Patil) મોટું નિવેદન આપ્યું છે. સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા પાટીલે કહ્યું કે જ્યારે બે અલગ અલગ પાર્ટીના નેતાઓ મળે છે ત્યારે રાજકીય ચર્ચા જ થઈ હશે. જો તેઓ બે-અઢી કલાક સાથે બેઠા હશે તો ચા-બિસ્કિટ પર તો ચર્ચા નહીં થઈ હોય. જો કે તેમણે એમ પણ કહ્યું કે આ મુલાકાતનું કોઈ પરિણામ આવ્યું નથી. 
મહારાષ્ટ્રમાં 'Mid term election'? ભાજપના દિગ્ગજ નેતાના નિવેદનથી રાજકીય ખળભળાટ

મુંબઈ: મહારાષ્ટ્ર (Maharasthra) ના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)  અને શિવસેના નેતા સંજય રાઉત (Sanjay Raut)  વચ્ચે જે મુલાકાત થઈ તેને લઈને હવે રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે. આ મુલાકાત વિશે જાતજાતની અટકળો થઈ રહી છે. હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલે (Chandrakant Patil) મોટું નિવેદન આપ્યું છે. સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા પાટીલે કહ્યું કે જ્યારે બે અલગ અલગ પાર્ટીના નેતાઓ મળે છે ત્યારે રાજકીય ચર્ચા જ થઈ હશે. જો તેઓ બે-અઢી કલાક સાથે બેઠા હશે તો ચા-બિસ્કિટ પર તો ચર્ચા નહીં થઈ હોય. જો કે તેમણે એમ પણ કહ્યું કે આ મુલાકાતનું કોઈ પરિણામ આવ્યું નથી. 

— ANI (@ANI) September 29, 2020

મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલે આ વિશે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું કે પ્રદેશ પાર્ટી ચીફ તરીકે હું કહેવા માંગુ છું કે શિવસેના, એનસીપી, કોંગ્રેસ સાથે સરકાર રચવા માટે કોઈ પ્રપોઝલ નથી. અમે એક્ટિવ વિપક્ષની ભૂમિકા ભજવી રહ્યા છીએ. અમે આ ત્રણમાંથી કોઈની સાથે સરકાર બનાવી શકીએ નહીં પરંતુ આ ત્રણેય પણ એક સાથે રહી શકે તેમ નથી. 

— ANI (@ANI) September 29, 2020

ચંદ્રકાન્ત પાટીલે વધુમાં કહ્યું કે કૃષિ બિલ હોય કે અન્ય કોઈ મુદ્દો, તેઓ (કોંગ્રેસ, શિવસેના, એનસીપી) તેઓ એકબીજા સાથે જ લડી પડશે અને અલગ થઈ જશે. પછી શું થશે? મીડ ટર્મ ઈલેક્શન. જો કે આ મારું એનાલિસિસ છે. જરૂરી નથી કે એવું થાય જ. 

— ANI (@ANI) September 29, 2020

તેમણે એમ પણ કહ્યું કે મે ગઈ કાલે કહ્યું હતું તેમ સંજય રાઉતે દેવેન્દ્ર ફડણવીસને સામનામાં ઈન્ટરવ્યુ માટે પૂછ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે ઈન્ટરવ્યુ પહેલા તેઓ એકબીજાને મળશે. કોઈ રાજકીય વાતચીત થઈ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news