Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં મહાયુતિનું અકલ્પનીય દમદાર પ્રદર્શન, કોણ બનશે CM...દેવેન્દ્ર ફડણવીસ કે એકનાથ શિંદે?

ભાજપ હાલ 126 બેઠક પર આગળ છે જ્યારે એકનાથ શિંદેની શિવસેના 54 સીટ પર, અજીત પવારની એનસીપી 35 સીટ પર, ઉદ્ધવ ઠાકરેની શિવસેના 20 સીટ પર, કોંગ્રેસ 19 સીટ પર અને શરદ પવારની એનસીપી 14 સીટ પર જ્યારે અધર્સ 20 સીટ પર આગળ છે. આ જોતા સ્પષ્ટ છે કે મહાયુતિ સરકાર બનાવી શકે છે. 

Maharashtra Election Result: મહારાષ્ટ્રમાં મહાયુતિનું અકલ્પનીય દમદાર પ્રદર્શન, કોણ બનશે CM...દેવેન્દ્ર ફડણવીસ કે એકનાથ શિંદે?

મહારાષ્ટ્રમાં જે પ્રકારે ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે તે જોતા સત્તાધારી મહાયુતિ બંપર બહુમત સાથે સત્તામાં વાપસી કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.  ચૂંટણી પંચની વેબસાઈટના આંકડા પર નજર ફેરવીએ તો તમામ 288 સીટોના જે પ્રકારે ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે તે જોતા ભાજપ હાલ 126 બેઠક પર આગળ છે જ્યારે એકનાથ શિંદેની શિવસેના 54 સીટ પર, અજીત પવારની એનસીપી 35 સીટ પર, ઉદ્ધવ ઠાકરેની શિવસેના 20 સીટ પર, કોંગ્રેસ 19 સીટ પર અને શરદ પવારની એનસીપી 14 સીટ પર જ્યારે અધર્સ 20 સીટ પર આગળ છે. આ જોતા સ્પષ્ટ છે કે મહાયુતિ સરકાર બનાવી શકે છે. 

ભાજપ મોટા ભાઈની ભૂમિકામાં?
બધુ મળીને જોઈએ તો હાલ ભાજપ મોટા ભાઈની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. સ્પષ્ટ છે કે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવવાના કારણે ભાજપની સીએમ ખુરશી પર સ્વાભાવિક રીતે દાવેદારી બને છે અને દેવેન્દ્ર ફડણવીસ ભાજપ હાઈ કમાનની પહેલી પસંદ બની શકે છે. અમિત શાહે ચૂંટણી રેલીમાં પણ એ વાત કહી હતી કે ભાજપે જીતવાનું છે અને દેવેન્દ્ર ફડણવીસને જીતાડવાના છે. ત્યારબાદ એવા અર્થ નીકળી રહ્યા હતા કે ભાજપ સૌથી મોટી પાર્ટી બનવાની સ્થિતિમાં ભાજપ મુખ્યમંત્રી પદ માટે દાવેદારી ઠોકી શકે છે. 

2019માં ભાજપ 105 સીટ જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરી આવ્યું હતું. પરંતુ તે વખતે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેનાએ ગઠબંધનમાં રહેવા છતાં મુખ્યમંત્રી ખુરશી પર ભાજપના દાવાને નકાર્યો હતો. ત્યારબાદ શરદ પવાર અને કોંગ્રેસ સાથે મળીને ઉદ્ધવ ઠાકરેએ મહાવિકાસ આઘાડીની સરકાર બનાવી લીધી હતી. ત્યારબાદ શું થયું એ જગજાહેર છે. 

પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે શું એકનાથ શિંદે પોતાની મુખ્યમંત્રી પદની ખુરશી છોડવા માટે સહમત થશે? તેમની શિવસેના તરફથી શું એ સંદેશ નહીં આપવામાં આવે કે ભલે તેમની પાર્ટીએ ઓછી સીટો પર ચૂંટણી લડી પરંતુ જેટલા પર લડ્યા તેના પર જોરદાર પ્રદર્શન રહ્યું છે અને સૌથી મોટી વાત એ કે મુખ્યમંત્રી હોવાના નાતે મહાયુતિ તરફથી ચૂંટણીમાં ચહેરો તો તેઓ હતા. આથી તેમની મુખ્યમંત્રીની ખુરશી યથાવત રાખવી જોઈએ. આખરે તેમના ચહેરાના કારણે જ મહાયુતિના તમામ ઘટક પક્ષો એકજૂથ રહીને પોતાનું દમદાર પ્રદર્શન આપી શક્યા છે. આવી માંગણી અને દબાણ શિવસેના તરફથી આવે તે સ્વાભાવિક છે. આથી શિવસેના એટલી સરળતાથી સીએમ પદને લઈને પોતાની દાવેદારી છોડશે નહીં. 

આ બધા વચ્ચે બારામતીમાં અજીત પવારને મુખ્યમંત્રી બનાવવાની માંગણીવાળા પોસ્ટર શુક્રવારે જોવા મળ્યા હતા જો કે ભાજપ અને શિવસેનાના દમદાર પ્રદર્શન છતાં અજીત પવારની સીએમ પદ માટેની દાવેદારી નબળી પડતી જોવા મળી રહી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news