Maharashtra Politics: મુખ્યમંત્રી પદ નહીં તો કઈ રીતે માનશે એકનાથ શિંદે? ભાજપ પાસે કયા બે વિકલ્પ છે
મહારાષ્ટ્રમાં મહાયુતિએ ભલે પ્રચંડ જીત મેળવી લીધી હોય પરંતુ ભાજપ, શિવસેના અને એનસીપી માટે હવે કોકડું એ ગૂંચવાયું છે કે આખરે મુખ્યમંત્રી કોણ બનશે? જાણો લેટેસ્ટ અપડેટ...
Trending Photos
મહારાષ્ટ્રમાં કોણ બનશ મુખ્યમંત્રી? આ સવાલ હવે યક્ષ પ્રશ્ન બનતો જાય છે. સીએમના નામને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ નવા લેવલ પર જઈ રહી છે. મુખ્યમંત્રી પદને લઈને થઈ રહેલી આ કથિત ચર્ચાને લોકો ફ્રેન્ડલી ફાઈટની જગ્યાએ રસાકસીનું નામ આપી રહ્યા છે. 'પહેલા અઢી વર્ષ અમે અને પછીના અઢી વર્ષ તમે' જેવા ફોર્મ્યૂલા અને ઓફર્સથી અલગ સૂત્રોના હવાલે એવા સમાચાર છે કે શિવસેના પ્રમુખ એકનાથ શિંદેને નવી અને પહેલા કરતા વધુ આકર્ષક ઓફર મળી છે. જ્યારે કેટલાક લોકો એમ પણ કહી રહ્યા છે કે શિવસેનાએ હવે ભાજપ સામે પોતાની માંગણીઓ સ્પષ્ટપણે રજૂ કરી દીધી છે.
શિવસેનાની માંગણીઓ?
ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ કથિત રીતે કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેને કાં તો કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રીનું પદ કે પછી સંભવિત દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ડેપ્યુટી સીએમનું પદ રજૂ કરાયા હતા. ટોપ લેવલના સૂત્રોનું કહેવું છે કે એકનાથ શિંદે, કેન્દ્રમાં કેબિનેટ મંત્રી પદ અને ડેપ્યુટી સીએમ પદની રજૂઆત નકારી ચૂક્યા છે. હવે ઉલ્ટા શિંદેએ કથિત રીતે ભાજપના ટોચના નેતૃત્વને પૂછ્યું છે કે શું તેમને મુખ્યમંત્રી નહીં બનાવવામાં આવે? જો આ વાતમાં દમ હોય તો તેમને મહાયુતિ સરકારના સંયોજક પણ બનાવવા જોઈએ. કારણ કે મહારાષ્ટ્રની ચૂંટણી તેમના નેતૃત્વમાં લડાઈ હતી. તેમણે પોતાની ઓફરમાં એમ પણ કહ્યું કે, જો ફડણવીસ સીએમ બને તો તેમની સરકારમાં તેમના પુત્ર અને કલ્યાણથી સાંસદ શ્રીકાંત શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે.
શપથ ગ્રહણમાં કેમ વિલંબ?
ભાજપે હજુ સુધી આ ઘટનાક્રમ પર સકારાત્મક પ્રતિક્રિયા આપી નથી. સૂત્રોએ જણાવ્યું કે આ વિલંબને કારણે મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ સ્થગિત થયો છે. શિવેસનાના તમામ નેતાઓ એક સૂરમાં કહે છે કે એકનાથ શિંદે મુખ્યમંત્રી અને મહાયુતિ ગઠબંધનનો ચહેરો હતા. જેણે ભારે જીત મેળવી. આ વિરાટ જીતમાં ભાજપ સૌથી મોટી સ્ટેક હોલ્ડર બની. તેણે 132 સીટ જીતી.
એનસીપી પર ભડકી શિવસેના
શિવસેનાના નેતા રામદાસ કદમ તો બે ડગલા આગળ નીકળી ગયા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કેમ શિંદે હોવા જોઈએ તેનું કારણ જણાવતા લોકસભા ચૂંટણીમાં મહાયુતિની ખરાબ હાલતનું ઠીકરું તેમણે સીધે સીધુ પીએમ મોદી પર જ ફોડી નાખ્યું. કદમે કહ્યું કે શિવસેનાએ 79 સીટો પર ચૂંટણી લડી અને 57 જીતી જ્યારે એનસીપીએ 41 સીટ જીતી. ભાજપ આ પરિણામોમાં એકનાથ શિંદેના યોગદાનને નકારી શકે નહીં. બીજો પહેલું એ પણ છે કે લોકસભા ચૂંટણી પીએમ મોદીના નેતૃત્વમાં જીતવામાં આવી અને તેનું પરિણામ એ રહ્યું કે મહાયુતિને ફક્ત 17 સીટ મળી જ્યારે મહાવિકાસ આઘાડીને 31 સીટ મળી.
રામદાસ કદમે મુખ્યમંત્રી પદ માટે દેવેન્દ્ર ફડણવીસને સમર્થન આપવા માટે અજીત પવારના નેતૃત્વવાળી એનસીપીને પણ જવાબદાર ઠેરવી અને દાવો કર્યો કે એનસીપીએ ભાજપને સમર્થન આપીને તેમનો બાર્ગેનિંગ પાવર એટલે કે સૌદાબાજીની તાકાત ઘટાડી છે.
ભાજપ પાસે બે વિકલ્પ?
https://results.eci.gov.in/ ના ડેટા મુજબ ભાજપ 10 વર્ષ સુધી પોતાના પ્રચંડ બહુમતના દમ પર જીત્યા બાદ કેન્દ્ર સરકારમાં પૂર્ણ બહુમતથી 32 સીટ પાછળ છે. શિવસેના (એકનાથ શિંદે)ના 7 સાંસદ છે અને ઉદ્ધવ સેના (UBT) ના 9 સાંસદ છે. ભાજપ મહારાષ્ટ્રની ભાવિ સરકાર પરથી પોતાનું નિયંત્રણ ગુમાવવા ઈચ્છતી નથી કે કેન્દ્રની ટીડીપી અને જેડીયુના સહારે ચાલતી કેન્દ્ર સરકાર માટે નવી સમસ્યા ઊભી કરવા માંગતી નથી. શિવસેનાના 7 સાંસદોનું સમર્થન ગુમાવવું એ કોઈ સામાન્ય ઘટના નહીં હોય. આ સ્થિતિમાં જે ચર્ચાઓ ચાલી રહી છે કે શિવસેના, ભાજપ પર શિંદેને જ મુખ્યમંત્રી બનાવી રાખવા માટે બિહારની મિસાલ આપી રહી છે. જેમ કે બિહારમાં મોટા ભાઈની ભૂમિકામાં હોવા છતાં ભાજપે નીતિશકુમારને મુખ્યમંત્રી બનાવી રાખ્યા. આવામાં વચ્ચેનો રસ્તો કાઢવા માટે મહામંથન ચાલુ છે.
મહારાષ્ટ્રમાં સરકાર વહેલે મોડે અસ્તિત્વમાં આવી જ જશે, બંધારણીય રીતે હવે કોઈ જોખમ નથી. બસ યોગ્ય તોલમોલ ન થવાના કારણે વાત બની રહી નથી. શિવસેનાની કથિત માંગણીઓ પર વિચાર કરીએ તો કન્વીનર પદ કોઈ બંધારણીય પદ હોતું નથી. પરંતુ જરૂર પડ્યે પોતાની સુવિધા પ્રમાણે યુપીએ સરકારમાં સોનિયા ગાંધીને યુપીએના સંયોજક બનાવવા માટે આ પદ ઊભું કરાયું હતું. ભાજપે ત્યારે આ નિર્ણયને પ્રધાનમંત્રીના પેરેલલ વ્યવસ્થા ઊભી કરનારું પગલું ગણાવ્યું હતું.
કઈક એ રીતે શિવસેના મહારાષ્ટ્રમાં પોતાના બોસનું સન્માન ઈચ્છે છે. તેમનું કહેવું છે કે સીએમ બન્યા બાદ ડેપ્યુટી સીએમ બનવાનું લોજિક ઠીક નથી. આથી શિંદે પોતાના પુત્રને ડેપ્યુટી સીએમ બનાવીને પોતાને મહારાષ્ટ્રની જનતાને કરેલા વચનો પૂરા કરવા માટે કોઈ કોમન મિનિમમ પ્રોગ્રામ ચલાવવા માટે તેઓ ફડણવીસને આધીન નહીં પરંતુ તેમના બરાબર બેસવા માંગે છે.
ભાજપમાં બધુ હાઈકમાન એટલે કે દિલ્હીથી નક્કી થાય છે. શિવસેના અને ભાજપમાં મુખ્યમંત્રી પદની ખેંચતાણ ક્યારે અને કયા મોડ પર અટકશે એ કહેવું હાલ ઉતાવળભર્યું રહેશે. જો કે એવા પણ ખબર છે કે ભાજપ પૂરા પાંચ વર્ષ પોતાના મુખ્યમંત્રી ઈચ્છે છે. આથી હાલ ભાજપ પાસે બે વિકલ્પમાંથી એક વિકલ્પ એ છે કે એકનાથ શિંદેને એવી ઓફર આપવામાં આવે કે જેને તેઓ ઈચ્છે છતાં ઠુકરાવી શકે નહીં. બીજુ એ કે સ્થિતિ યથાવત રાખીને એકવાર ફરીથી વાતચીતનો દોર શરૂ કરવામાં આવે.
લેટેસ્ટ અપડેટ
આ સાથે એવા પણ સમાચાર સામે આવ્યા છે કે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ નાગપુર રવાના થઈ રહ્યા છે. ત્યારબાદ તેઓ દિલ્હી જશે. બીજી બાજુ શિવસેના અધ્યક્ષ અને કાર્યવાહક સીએમ એકનાથ શિંદે બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાના સ્ટેન્ડની જાણકારી આપતા અનેક ચોંકાવનારા નિર્ણયો જણાવી શકે છે. અત્રે જણાવવાનું કે ભાજપના બે ઓબ્ઝર્વર દિલ્હીથી મહારાષ્ટ્ર આવશે. મહાયુતિના વિધાયકોને મળશે. તેના બે દિવસ બાદ મુખ્યમંત્રીનું નામ શેર કરાશે. આ બે ઓબ્ઝર્વર કોણ હશે તે હજુ સામે આવ્યું નથી. પરંતુ તે પહેલા શિવસેનાની પ્રેસ કોન્ફરન્સ થઈ રહી હોવાના સમાચાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે