Maharashtra Politics: શું ખિચડી રંધાઈ રહી છે મહાયુતિમાં? અચાનક એકનાથ શિંદેનું પૈતૃક ગામ જવા પાછળ શું કારણ

કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતાના પૈતૃક ગામ જતા રહ્યા છે. આ કારણે મહારાષ્ટ્ર સરકાર રચવાનો નિર્ણય લેવા માટે શુક્રવારે મુંબઈમાં થનારી મહાયુતિની બેઠક હાલ સ્થગિત કરાઈ. ત્યારબાદ એવી અટકળો થવા લાગી કે શું એકનાથ શિંદે સરકાર રચનાના નિર્ણયથી નારાજ છે કે શું અને એટલે તેઓ પોતાના ગામ સતારા જતા રહ્યા છે. 

Maharashtra Politics: શું ખિચડી રંધાઈ રહી છે મહાયુતિમાં? અચાનક એકનાથ શિંદેનું પૈતૃક ગામ જવા પાછળ શું કારણ

મહારાષ્ટ્રમાં જ્યારથી ચૂંટણી પરિણામો જાહેર થયા છે ત્યારથી મુખ્યમંત્રી પદને લઈને જે સસ્પેન્સ ઊભુ થયું છે તે આટલા દિવસ બાદ પણ યથાવત છે. હવે સૂત્રોના હવાલે એવા સમાચાર આવ્યા છે કે નવી સરકારની રચનાની તસ્વીર મહદઅંશે સ્પષ્ટ થઈ ગઈ છે અને 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં કે મહાલક્ષ્મી રેસકોર્ટમાં શપથ ગ્રહણ સમારોહ યોજાઈ શકે છે. પરંતુ આ બધા વચ્ચે કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતાના પૈતૃક ગામ જતા રહ્યા છે. આ કારણે મહારાષ્ટ્ર સરકાર રચવાનો નિર્ણય લેવા માટે શુક્રવારે મુંબઈમાં થનારી મહાયુતિની બેઠક હાલ સ્થગિત કરાઈ. ત્યારબાદ એવી અટકળો થવા લાગી કે શું એકનાથ શિંદે સરકાર રચનાના નિર્ણયથી નારાજ છે કે શું અને એટલે તેઓ પોતાના ગામ સતારા જતા રહ્યા છે. 

ક્યારે થશે બેઠક
મહાયુતિની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર ઉપરાંત ભાજપ અને એનસીપીના ટોચના નેતાઓ સામેલ થવાના હતા. સત્તાધારી ગઠબંધનની બેઠક હવે રવિવારે મુંબઈમાં થાય તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ નવી સરકારનો શપથગ્રહણ સમારોહ આવતા અઠવાડિયે થઈ શકે છે. 

શું છે એકનાથ શિંદેના મનમાં
એકનાથ શિંદેએ ગુરુવારે રાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક બાદ પત્રકારોને કહ્યું કે વાતચીત સકારાત્મક રહી અને આગામી દોરની ચર્ચા શુક્રવારે મુંબઈમાં થશે. એકનાથ શિંદેએ દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર સાથે ગુરુવારે રાતે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. રિપોર્ટ્સ મુજબ આ બેઠકમાં સરકાર બનાવવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા. સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેઓ સરકાર બનાવવામાં વિધ્ન નહીં બને અને આગામી સીએમ પર પીએમ મોદી અને અમિત શાહ દ્વારા લેવાયેલા નિર્ણયોનું પાલન કરશે. 

કોણ બનશે સીએમ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 132 સીટ મેળવનાર ભાજપ તરફથી દેવેન્દ્ર ફડણવીસનું નામ સીએમ પદની રેસમાં સૌથી આગળ છે. રિપોર્ટ્સ મુજબ એકનાથ શિંદેને કહેવાયું છે કે  જો ફડણવીસના નામ પર વિચાર થઈ રહ્યો છે તો તેઓ ડેપ્યુટી સીએમનું પદ સ્વીકારે. જો કે એવા પણ સમાચાર છે કે એકનાથ શિંદે પોતાના પુત્ર શ્રીકાંત શિંદેનું નામ આ પદ માટે આગળ વધારી શકે છે. શિવસેના નેતા સંજય શિરસાટે કહ્યું કે જો શિંદે નવી સરકારમાં ડેપ્યુટી સીએમનું પદ નહીં સ્વીકારે તો પાર્ટી તરફથી કોઈ અન્યનું નામ પણ આ પદ માટે પણ વિચાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે જો શિંદે ડેપ્યુટી સીએમ પદ નહીં સ્વીકારે તો અમારી પાર્ટીમાંથી અન્ય કોઈને આ પદ મળશે. તેઓ સાંજ સુધીમાં નિર્ણય લેશે. 

પૈતૃક ગામ જવા પાછળ શું કારણ
ભાજપના નેતાઓના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્ર ભાજપ બેઠક માટે કેન્દ્રીય પર્યવેક્ષકોના આવવાની રાહ જુએ છે. આ બધા વચ્ચે એકનાથ શિંદે પૈતૃક ગામ જવા વિશેની ચર્ચાઓ વચ્ચે શિવસેનાએ એવા દાવા ફગાવ્યા છે કે તેઓ પરેશાન છે. શિવસેના નેતા ઉદય સામંતે કહ્યું કે, શિંદે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરે છે. આથી તેઓ પોતાના પૈતૃક ગામ ગયા છે. સામંતે એ પણ કહ્યું કે શિંદેએ નવી સરકારનો ભાગ હોવું જોઈએ. 

ઉદય સામંતે કહ્યું કે, જો બેઠક શારીરિક રીતે નહીં થાય તો તેને વીડિયો કોન્ફરન્સ દ્વારા પણ કરી શકાય છે. શિવસેના નેતાએ વધુમાં કહ્યું કે તેઓ (એકનાથ શિંદે) પરેશાન નથી. દિલ્હીમાં તેમને શરદી અને તાવ હતા. એ કહેવું ખોટું છે કે પરેશાન થવાના કારણે તેઓ પોતાના પૈતૃક ગામ ગયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news