કોરોનાથી મહારાષ્ટ્ર ખરાબ રીતે પ્રભાવિત, કેરળને કરી ડોક્ટર અને નર્સ મોકલવાની અપીલ
Trending Photos
મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. રાજ્યમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા 50 હજારને પાર કરી ગઇ છે. હવે મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસથી સંપૂર્ણ રીતે પ્રભાવિત મુંબઇ-પૂર્ણે ઔદ્યોગિક-વાણિજ્યિક વિસ્તારમાં મહામારીથી લડવા માટે ઔપચારિક રીતથી પત્ર લખી કેરળ સરકારથી મદદ માગી છે. ઉદ્ધવ સરકારે કેરળની સરકાર પાસેથી ડોક્ટર અને નર્સ મોકલવાની અપીલ કરી છે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે દ્વારા કેરળની સ્વાસ્થ્ય તેમજ સમાજ કલ્યાણ મંત્રી કેકે શૈલજા સાથે વાત કરવા અને કોરોના મહામારીને પડકાર પર ચર્ચા કર્યાના થોડા દિવસ બાદ આ પગલું ઉઠાવ્યું છે. હવે મહારાષ્ટ્ર સરકારે એક સત્તાવાર પત્ર મોકલી આ મહામારી સંકટથી લડવા માટે ડોક્ટર અને નર્સોની માગ કરી છે.
ચિકિત્સા શિક્ષણ અને અનુસંધાનના નિર્દેશક ડો. ટી.પી લહાણે જે નોડલ અધિકારી છે, તેમણે કહ્યું કે, નજીકના ભવિષ્યમાં મુંબઇ અને પુણેમાં કોરોના કેસની સંખ્યા વધવાની આશંકા છે. તેમણે મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય અધિકારીઓની મદદ માટે જાણકાર ડોક્ટર અને નર્સોની 50 સભ્યોની ટીમ માટે મંત્રી શેલજાથી અનુરોધ કર્યો છે.
તેમની સેવાઓ માટે મહારાષ્ટ્ર એમબીબીએસ ડોક્ટરોને પ્રતિ માસ 80 હજાર રૂપિયા અને એમડી-એમએસ જાણકાર ડોક્ટરોને પ્રતિ માસ 2 લાખ રૂપિયાની ચુકવણી કરવા તૈયાર છે. જેમાં ફિઝિશિયન અને સઘન ચિકિત્સકો સામેલ છે. પ્રશિક્ષિત નર્સિંગ સ્ટાફ માટે રાજ્ય પ્રતિ માસ 30 હજાર રૂપિયાની ચુકવણી કરશે. મહારાષ્ટ્ર સરકાર તમામ આવનારા ડોક્ટરો અને નર્સોને રહેવા, ખાવા, આવશ્યક દવા અને વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ પણ આપશે.
લહાણેના પત્રમાં કહેવામાં આવ્યું છે કે, તાજેતરની સ્થિતિ જોતા મહારાષ્ટ્ર સરકારે મુંબઇ શહેરના મહાલક્ષ્મી રેસ કોર્સમાં એક 600 બેડવાળું કોવિડ હેલ્થ કેર સેન્ટર સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે.
લહાણેએ કહ્યું કે, તેમણે ડોક્ટર્સ વિધાઉટ બાડર્સ ઈ સાઉથ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડેન્ટ સંતોષ કુમાર સાથે વાત કરી છે, જેમણે રાજ્યમાં જરૂરી હેલ્થકેર પ્રોફેશનલને પૂરા પાડવામાં મદદ કરવા સંમત થયા છે. (ઇનપુટ: IANSથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે