ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટ

Fridge Blast: ફ્રિજના બ્લાસ્ટ થવા પાછળ આ કારણો છે અને દરેક યુઝરે તેનાથી બચવું જરૂરી છે, નહીં તો અકસ્માત ગંભીર બની શકે છે.

ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટ

Fridge Blast: આજે દેશના દરેક ઘરમાં ફ્રિજ હોય છે. ફ્રિજમાં અનેક વસ્તુઓ સ્ટોર કરવામાં આવે છે. લાંબા સમય સુધી ફૂડ આઈટમ્સ ફ્રેશ રહે તે માટે ફ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ ફ્રિજ વાપરતા સમયે નાની એવી ભૂલ થાય તો પણ તે ભારે પડી શકે છે. ફ્રિજને ખૂબ જ સાચવીને વાપરવું જરૂરી હોય છે. એટલે આજે અમે તમને એવી કેટલીક ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છે, જેના કારણે તેમાં જીવલેણ ધડાકા થઈ શકે છે.

- ફ્રિજને ક્યારેય એવી જગ્યાએ ન રાખો જ્યાં વીજળી ફ્લ્કચ્યુએટ થાય છે. આવું થાય તો ફ્રિજના કંપ્રેશર પર દબાણ વધે છે અને તેમાં ધડાકા થઈ શકે છે.

- અનેકવાર એવું થાય છે તે તમે ફ્રિઝરમાં બરફ જામવા દો છો અને તે સતત જામતો જ જાય છે. એવામાં તમારે એવો પ્રયાસ કરવો જોઈએ કે ફ્રિઝરને તમે થોડા થોડા સમયે ખોલવું જોઈએ. તેનાથી બરફ જામવાની પ્રક્રિયા ધીમી થઈ જશે.

- ફ્રિજમાં જો કોઈ ખરાબી સર્જાય છે, ખાસ કરીને કંપ્રેશર વાળા ભાગમાં તો તમારે એને કંપનીને સર્વિસ સેન્ટર પર જ લઈ જવું જોઈએ, કારણ કે કંપનીમાં ઓરિજિનલ પાર્ટ્સની ગેરંટી આપવામાં આવે છે. લોકલ ભાગોનો ઉપયોગ કરવામાં આવે તો કંપ્રેશરમાં ધડાકો થઈ શકે છે.

- જો તમે લાંબા સમયથી ફ્રિજમાં કાંઈ સામાન ન થી રાખી રહ્યા પરંતુ એ સતત ચાલી રહ્યું છે તો, તેને ખોલતા સમયે કે તેમાં કોઈ સામાન રાખતા પહેલા તેને પાવર ઓફ કરી દેવું જોઈએ અને ત્યારે તેને ઓન કરવું જોઈએ. જેથી ધડાકો ન થાય.

- ફ્રિજ વાપરતા સમયે ક્યારેય તેનું તાપમાન સૌથી ઓછું ન રાખવું જોઈએ. કારણ કે તેનાથી કંપ્રેશર પર વધુ દબાણ પડે છે અને તે ગરમ થઈ જતા ફાટવાની સંભાવના વઘે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news