મહાભયંકર આગાહી : અંબાલાલ પટેલે વાવાઝોડા જેવા પવન સાથે ગુજરાત માટે કરી આગાહી
Weather Alert : હિમાલય ક્ષેત્રમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉદભવશે. અનેક રાજયોમાં વરસાદની શક્યતા છે. હિમાચલમાં કોલ્ડવેવનું એલર્ટ આવી ગયું છે. ત્યારે ગુજરાતમાં પણ ફરી એકવાર વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે. ગુજરાતમાં પણ તેની અસર જોવા મળવાની છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, 17-18-19 ફેબ્રુઆરીએ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. વાદળો આવવાથી જીરા અને ઘઉંના પાકોમાં અસર થશે. ગરમીના વટઘટથી ઘઉંના પાકમાં અસર જોવા મળશે. નબળા વેસ્ટર્ન ડિસ્ટબન સાથે પવન દૂર રહેશે. જેથી ગાંધીનગરના આસપાસના વિસ્તારોમાં પવન આંશિક રહેશે. રાજ્યના કેટલાક ભાગોમાં 17-18-19 તારીખે પવનની ગતિ 20 કિમી પ્રતિ કલાકથી ઉપર રહેશે. કેટલાક ભાગોમાં 18 કિમી પ્રતિ કલાકે રહેવાની શક્યતા છે. ઉત્તર અને પૂર્વ ગુજરાત અને કચ્છના ભાગોમાં પવનનું જોર વધુ રહેશે.
નવું વાવાઝોડું આવી રહ્યું છે
હિમાલય પર એક નવું વાવાઝોડું (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) આવવાનું છે. આના કારણે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિત ઘણા રાજયોમાં વરસાદની શક્યતા છે. હિમાચલ પ્રદેશમાં હજુ લોકોને ઠંડીથી રાહત મળશે નહીં. હવામાન વિભાગે અહીં કોલ્ડવેવ એલર્ટ જારી કર્યું છે. સિક્કિમ અને હિમાલથી ૫શ્ચિમ બંગાળના લોકોને સવારના સમયે ગાઢ ધુમ્મસનો સામનો કરવો પડી શકે છે. ૨૦ ફેબ્રુઆરી સુધી અરૂણાચલ પ્રદેશમાં છૂટાછવાયાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. આગામી ૭ દિવસ દરમિયાન આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયાથી હળવો વરસાદ થવાની સંભાવના છે.૧૭ ફેબ્રુઆરીએ એક નવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે. આના કારણે ઘણા રાજયોના હવામાનમાં ફેરફાર થશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૭ થી ૨૦ ફેબુઆરી દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફફરાબાદ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. ૧૯ અને ૨૦ ફેબ્રુઆરીએ હિમાચલ પ્રદેશમાં, ૧૮ થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન રાજસ્થાનમાં, ૨૦ ફેબ્રુઆરીએ પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે.
Trending Photos