દિલ્હી AIIMSમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 34 ગાડીઓ ઘટનાસ્થળે

આગ લાગવાના કારણે ઈમરજન્સી લેબોરેટરી બંધ કરી દેવાઈ છે, આ ઘટના પછી મોટી સંખ્યામાં ફાયરબ્રિગેડની ટીમ અહીં પહોંચી ચુકી છે 
 

દિલ્હી AIIMSમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 34 ગાડીઓ ઘટનાસ્થળે

નવી દિલ્હીઃ દિલ્હીમાં આવેલી અખિલ ભારતીય અયુર્વિજ્ઞાન સંસ્થા (AIIMS)માં શનિવારે મોડી સાંજે પ્રથમ અને બીજા માળે પી.સી. બ્લોકમાં ભીષણ આગ લાગી છે. આ આગ ઈમરજન્સી વોર્ડ પાસે લાગી છે. આગ લાગવાના કારણે ઈમરજન્સી લેબ બંધ કરી દેવાઈ છે. આગ લાગવાની આ ઘટના પછી ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની સંખ્યાબંધ ગાડીઓ પહોંચી ગઈ છે.

ઈમરજન્સી વોર્ડમાંથી દર્દીઓને શિફ્ટ કરી દેવાયા છે. ત્યાર પછી વોર્ડને બંધ કરી દેવાયું છે. આ ભીષણ આગ પર કાબુ કરવા માટે 34 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. 

— ANI (@ANI) August 17, 2019

શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે. જોકે, અત્યારે કોઈ આધિકારિક કારણ જણાવાયું નથી. 

— ANI (@ANI) August 17, 2019

આગના કારણે ઈમરજન્સી લેબોરેટરી, બી બ્લોકનો વિસ્તાર, વોર્ડ ABI અને સુપરસ્પેશિયાલિટી ઓપીડી વિસ્તાર પ્રભાવિત થયો છે. જોકે, આગના કારણે હાલ જાનહાનીના કોઈ સમાચાર નથી. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news