MHT CET 2022: એમેચટી સીઇટી Answer Key જાહેર, આજથી ખુલશે ઓબ્જેક્શન વિન્ડો

MHT CET Answer Key 2022: ઉમેદવારોને વાંધો ઉઠાવવા અને એમએચટી સીઇટી 2022 આન્સર કીને પડકારવાની પણ અનુમતિ રહેશે, કારણ આ અંતિમ નહી પરંતુ વચગાળા છે. એમએચટી સીઇટી 2022 આન્સર કીને પડકારવા માટે ઓબ્જેક્શન વિંડો આજથી શુક્રવારે 02 સપ્ટેમ્બર 2022 થી ખુલશે. 

MHT CET 2022: એમેચટી સીઇટી Answer Key જાહેર, આજથી ખુલશે ઓબ્જેક્શન વિન્ડો

MHT CET Answer Key 2022: મહારાષ્ટ્ર હેલ્થ એન્ડ ટેક્નિકલ કોમન એન્ટ્રસ ટેસ્ટ (MHT CET) 2022 ની આન્સ કી ગુરૂવારે એક સપ્ટેમ્બરના રોજ પીસીમ અને પીસીબી બંને ગ્રુપો માટે જાહેર કરી દેવામાં આવી છે. ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ- cetcell.mahacet.org પરથી એમએચટી સીઇટી સેલની ઓફિશિયલ વેબસાઇટ પરથી આન્સર કી ડાઉનલોડ કરી શકે છે. 

ઉમેદવારોને વાંધો ઉઠાવવા અને એમએચટી સીઇટી 2022 આન્સર કીને પડકારવાની પણ અનુમતિ રહેશે, કારણ આ અંતિમ નહી પરંતુ વચગાળા છે. એમએચટી સીઇટી 2022 આન્સર કીને પડકારવા માટે ઓબ્જેક્શન વિંડો આજથી શુક્રવારે 02 સપ્ટેમ્બર 2022 થી ખુલશે. 

MHT CET Answer Key 2022 ની મહત્વપૂર્ણ તારીખ
MHT CET 2022 આન્સર કી તારીખ: 01 સપ્ટેમ્બર 2022
MHT CET 2022 આન્સર કી ઓબ્જેક્શન વિન્ડો : 02 થી 04 સપ્ટેમ્બર 2022 સાંજે 05 વાગે.
MHT CET 2022 પરિણામ: 15 સપ્ટેમ્બર 2022 સુધી.

MHT CET 2022: ફાઇનલ આન્સર કી જલદી થશે જાહેર
ઉમેદવાર હવે તેના પર ઓબ્જેક્શન ઉઠાવી શકે છે. વિદ્યાર્થીઓની ભલામણના આધારે એમએચટી સીઇટી 2022 ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવશે. સત્ત્તાવાર કાર્યક્રમના અનુસાર, સીઇટી સેલ મહારાષ્ટ્રે કહ્યું કે ઉમેદવારોને એમએચટી સીઇટી 2022 આન્સર કી પર 04 સપ્ટેમ્બર 2022 સાંજે 5 વાગ્યા સુધી ઓબ્જેક્શનની અનુમતિ રહેશે. એમએચટી સીઇટી 2022 અંતિમ પરિણામ હવે 15 સપ્ટેમ્બર 2022 ના રોજ અથવા તે પહેલાં જાહેર થવાની આશા છે. 

MHT CET 2022: મહારાષ્ટ્રની વિભિન્ન કોલેજોમાં મળશે એડમિશન
MHT CET તે વિદ્યાર્થી માટે આયોજિત કરવામાં આવે છે જે મહારાષ્ટ્રની વિભિન્ન રાજ્ય કોલેજોમાં ઉપલબ્ધ એન્જિનિયરિંગ, બી ફાર્મસી અને કૃષિ જેવા સ્નાતક અભ્યાસક્રમોમાં એડમિશન મેળવવા માટે અરજી કરવા માંગે છે. MHT CET 2022 પીસીએમ ગ્રુપ માટે 5 ઓગસ્ટ થી 11 ઓગસ્ટ 2022 અને પીસીબી ગ્રુપ માટે 12 થી 20 ઓગસ્ટ 2022 સુધી આયોજિત કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news