અમદાવાદમાં રાત્રે બહાર નિકળો તો ધ્યાન રાખજો, પોલીસ કરશે ચેકિંગ, ડિટેઈન થઈ શકે છે વાહન
અમદાવાદમાં છેલ્લાં બે-ચાર દિવસથી રસ્તાઓ પર રાત્રે પોલીસ જોવા મળી રહી છે. શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે પોલીસે રાત્રિ ચેકિંગ શરૂ કર્યું છે. નિયમોનો ભંગ કરનાર લોકોના વાહનો પોલીસ ડિટેઇન કરી રહી છે.
Trending Photos
અમદાવાદઃ ગુજરાત અને ખાસ કરીને મહાનગર અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી જોવા મળી રહી છે. આરોપીઓ બેફામ બન્યા છે, મનફાવે તેવી કાર હંકારી નબીરાઓ લોકોને કચડી રહ્યા છે. તો ચોરી, લૂંટ અને હત્યાના બનાવો એકાએક વધી ગયા છે. ત્યારે ભીસમાં મુકાયેલી ગુજરાત પોલીસે જોરદાર કોમ્બિંગ કર્યું. નાઈટ પેટ્રોલિંગ વધારી દીધું. અનેક વાહનો ડિટેઈન કર્યા...જેમાં શહેરીજનોના એવા અનેક વાહનો ડિટેઈન કરવામાં આવ્યા...આ વાહનોને છોડવવા માટે અમદાવાદ RTOમાં ભારે લાઈનો જોવા મળી...જુઓ કાયદો તોડ્યા બાદ બહાનાબાજી કરતાં અમદાવાદીઓનો આ ખાસ અહેવાલ...
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે તો વ્યવસ્થા સુધારવા અને આરોપીઓને નિર્દોષ લોકો વચ્ચેથી ખેંચી લાવવા માટે પોલીસે કોમ્બિંગ શરૂ કર્યું...પોલીસની આ કામગીરી પ્રશંસનીય છે. આવી જ કામગીરી પોલીસે કરતાં જ રહેવું જોઈએ. અમદાવાદમાં પોલીસે નિયમો તોડનારા વાહનચાલકો સામે કાર્યવાહી કરી...એવા અનેક વાહનચાલકો પોલીસને હાથે લાગ્યા જેમની પાસે લાઈસન્સ ન હતું, કેટલાકની પાસે PUC નહતી, કેટલીક કારમાં કાળા કાચ હતા...કોઈની નંબર પ્લેટ નહતી, કોઈની ફેન્સી નંબર પ્લેટ હતી...આવા તમામ વાહનોને પોલીસે ડિટેઈન કર્યા...તો પકડાયેલા વાહનોને છોડાવવા માટે અમદાવાદ RTOમાં લોકોની ભારે લાઈનો લાગી....નિયમો તોડનારા અમદાવાદીઓએ વાહન છોડાવવા માટે જાતભાતના બહાના પણ કાઢ્યા.
તો નિયમ તોડીને પણ અમદાવાદના શહેરીજનોએ પોલીસની કાર્યવાહીને ખોટી ગણાવી....એટલું જ નહીં પોલીસ નિર્દોષ લોકોને પકડતી હોવાનો ખોટો આરોપ પણ લગાવી દીધો. જો પોલીસની કાર્યવાહી ખોટી છે તો તમારું વાહન પકડાયું કેમ?...પોલીસે કોઈ ગુના વગર તો વાહનોને ડિટેઈન નહીં કર્યા હોયને?...નિયમ તમામ માટે સરખાં હોય છે...પછી તે સામાન્ય હોય કે સેલિબ્રિટી...સૌએ નિયમોનું પાલન કરવું જ પડે છે....આપણે નિયમ ન પાડીએ અને ગાળો પોલીસને આપીએ તે કેમ ચાલે?
કાર્યવાહી ખોટી ન હોય...અને જો ખોટી હોય તો કોર્ટના દ્વાર ખુલ્લા જ હોય છે. એ આપણે જ છીએ જ્યારે પોલીસ કોઈ કાર્યવાહી ન કરે ત્યારે પોલીસને કઠેડામાં ઉભી કરી દેતા હોઈએ છીએ...પણ જ્યારે કાર્યવાહી કરે તો કામગીરીની પ્રશંસા પણ કરવી જોઈએ. ઝી 24 કલાક જે સાચુ હશે તેની સાથે રહેશે. પછી તે સામાન્ય હોય કે પછી સેલિબ્રિટી.
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં પોલીસે કોમ્બિંગની જે કામગીરી કરી તેનું ઝી 24 કલાક ખુલ્લીને સમર્થન કરે છે. અમારો સ્પષ્ટ મત છે કે કાયદો તોડનારા કોઈને ન છોડતાં...તમામ સામે બંધારણની કલમનું હથિયાર ઉગામજો...પણ ધ્યાન એટલું ચોક્કસ રાખજો કે કોઈ નિર્દોષ તેમાં ખપી ન જાય...કોમ્બિંગની કાર્યવાહી એક-બે દિવસ પુરતી સિમિત ન રહેવી જોઈએ...અવિરત ચાલવી જોઈએ. એક જાગૃત મીડિયા તરીકે અમે આપનું ખુલ્લીને સમર્થન કરીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે