કોરોનાના એક્ટિવ કેસ સામે બમણી સાજા થતા લોકોની સંખ્યા, વેક્સીનને લઇ સ્વાસ્થ્ય મંત્રાલયે કહી આ વાત
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry)એ મંગળવારે કહ્યું કે, દેશમાં કોરોનાના 2 કરોડથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભારતમાં અત્યાર સુધીમાં 2 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમે દેશભરમાં 6 લાખ 60 હજાર ટેસ્ટ કર્યા છે. તેમણે કહ્યું કે દેશમાં રિકવર થયેલા લોકોની સંખ્યા સક્રિય કેસ કરતા બમણી છે. ગત અઠવાડિયે પોઝિટિવિટી રેટ 11 ટકા હતો.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (Health Ministry)એ મંગળવારે કહ્યું કે, દેશમાં કોરોનાના 2 કરોડથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભારતમાં અત્યાર સુધીમાં 2 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમે દેશભરમાં 6 લાખ 60 હજાર ટેસ્ટ કર્યા છે. તેમણે કહ્યું કે દેશમાં રિકવર થયેલા લોકોની સંખ્યા સક્રિય કેસ કરતા બમણી છે. ગત અઠવાડિયે પોઝિટિવિટી રેટ 11 ટકા હતો.
તેમણે કહ્યું કે, કોરોનાને કારણે મૃત્યુ દર 25 માર્ચ બાદથી અત્યાર સુધી સૌથી નીચો છે, જો કે, હવે 2.10 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, દેશના પ્રતિ મિલિયન ટેસ્ટની સંખ્યા 15,119 છે. બીજી બાજુ, ગોવાના પ્રતિ મિલિયન ટેસ્ટની સંખ્યા 84,000, દિલ્હીના 57,000, ત્રિપુરાની 40,000, જમ્મુ-કાશ્મીરની 38,000, તામિલનાડુની 35,000 છે. ભૂષણ જણાવ્યું હતું કે હાલમાં 5,86,298 એક્ટિવ કોરોના કેસ છે. આ એવા કિસ્સાઓ છે કે જે હોસ્પિટલમાં અથવા તબીબી સારવાર હેઠળ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સ્વાસ્થ્ય સચિવના જણાવ્યા અનુસાર, 25 માર્ચ બાદ પ્રથમ વખત કોરોનાને કારણે મૃત્યુ દર 2.10 ટકા છે. જૂનના બીજા સપ્તાહમાં મૃત્યુ દર 3.6 ટકા હતો, જે જુલાઈના બીજા અઠવાડિયામાં તે ઘટીને 2.69 ટકા થયો હતો.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, કોરોના કુલ કેસમાંથી 68 ટકા પુરૂષો અને 32 ટકા મહિલાઓ મૃત્યુ પામી છે. 50 ટકા મૃત્યુ 60 અને તેથી વધુ ઉંમરના કોરોના પોઝિટિવ દર્દીઓના થયા છે. જ્યારે 37 ટકા 45-60 વર્ષના દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સરકારે 60 હજાર વેન્ટિલેટર મંગાવ્યા છે. તેમાંથી કેન્દ્ર અને રાજ્યોની 700 હોસ્પિટલોમાં 18 હજાર વેન્ટિલેટર પૂરા પાડવામાં આવ્યા છે. મોટી વાત એ છે કે તે બધા મેક ઇન ઇન્ડિયા છે.
ત્રણ વેક્સીન પર થઈ રહ્યું છે કામ
આઇસીએમઆરના ડીજી બલરામ ભાર્ગવે કહ્યું કે, ત્રણ વક્સીનના ભારતમાં પરીક્ષણ ચાલી રહ્યાં છે. પરંતુ તેને ડેવલપ થવામાં હજુ તેને સમય લાગશે. ત્રણ વેક્સીન જુદા જુદા ફેઝમાં છે. તેમણે જણાવ્યું કે, ભારત બાયોટેકે વેક્સીનનો પ્રથમ ફેઝ પૂરો કર્યો છે. Zydus કેડિલાની વેક્સીન પણ ફેઝ 2 ટ્રાયલમાં છે.
ત્યારે દુનિયામાં 141 વેક્સીન પર કામ ચાલી રહ્યું છે. જેમાં 26 વેક્સીન અલગ અળગ સ્ટેજ પર છે. ઓક્સફર્ડની વેક્સીનનો ફેઝ 2 અને 3ના ટ્રાયલ 17 સાઇટ્સ પર થવાના છે. આ આગામી એખ સપ્તાહમાં શરૂ થઇ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે