બેંગ્લુરુ: HALનું મિરાજ 2000 ટ્રેનર ફાઈટર એરક્રાફ્ટ ક્રેશ, પાઈલટનું મોત
ભારતીય ફાઈટર વિમાન મિરાજ 2000 શુક્રવારે એટલે કે આજે બેગ્લુરુ એરપોર્ટની પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું.
Trending Photos
નવી દિલ્હી: ભારતીય ફાઈટર વિમાન મિરાજ 2000 શુક્રવારે એટલે કે આજે બેગ્લુરુ એરપોર્ટની પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું. આ વિમાનમાં બે પાઈલટ સવાર હતાં. ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ સવારે લગભગ 11.20 વાગ્યે બેંગ્લુરુ એરપોર્ટ પર ઉતરણ દરમિયાન આ વિમાન દુર્ઘટનાનો શિકાર થયું. ન્યૂઝ એજન્સીએ આ ઘટનામાં એક પાઈલટના મોતની પુષ્ટિ કરી છે.
Mirage 2000 trainer fighter aircraft of HAL crashes at HAL Airport in Bengaluru, one pilot dead. pic.twitter.com/jteJ0ZS45K
— ANI (@ANI) February 1, 2019
જ્યારે બીજો પાઈલટ ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. જો કે અત્યાર સુધી આ અકસ્માત કેવી રીતે થયો તે અંગે કોઈ જાણકારી ઉપલબ્ધ થઈ નથી.
વિસ્તૃત માહિતી થોડીવારમાં....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે