મુંબઈ: MNS નેતા રાજ ઠાકરેની ઈડી કરી રહી છે પૂછપરછ, કલમ 144 લાગુ, અનેક કાર્યકરોની અટકાયત 

મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેની અત્રેના ઈડી ઓફિસમાં પૂછપરછ ચાલુ છે. પોલીસે સંભવિત હોબાળાને ધ્યાનમાં રાખીને 200થી વધુ એમએનએસ કાર્યકરોને અટકાયતમાં લીધા છે. આ સાથે જ મરીન ડ્રાઈવ, એમઆરએ માર્ગ, દાદર અને આઝાદ મેદાન પોલીસ સ્ટેશનની હદમાં કલમ 144 લાગુ કરાઈ છે. રાજ ઠાકરેની આ પૂછપરછ કોહિનૂર સીટીએનએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં આઈએલ એન્ડ એફએસ દ્વારા 450 કરોડ રૂપિયાના ઈક્વિટી રોકાણ અને કરજ સંબંધિત કથિત અનિયમિતતાઓની તપાસ મામલે થઈ રહી છે. 

મુંબઈ: MNS નેતા રાજ ઠાકરેની ઈડી કરી રહી છે પૂછપરછ, કલમ 144 લાગુ, અનેક કાર્યકરોની અટકાયત 

મુંબઈ: મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેની અત્રેના ઈડી ઓફિસમાં પૂછપરછ ચાલુ છે. પોલીસે સંભવિત હોબાળાને ધ્યાનમાં રાખીને 200થી વધુ એમએનએસ કાર્યકરોને અટકાયતમાં લીધા છે. આ સાથે જ મરીન ડ્રાઈવ, એમઆરએ માર્ગ, દાદર અને આઝાદ મેદાન પોલીસ સ્ટેશનની હદમાં કલમ 144 લાગુ કરાઈ છે. રાજ ઠાકરેની આ પૂછપરછ કોહિનૂર સીટીએનએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં આઈએલ એન્ડ એફએસ દ્વારા 450 કરોડ રૂપિયાના ઈક્વિટી રોકાણ અને કરજ સંબંધિત કથિત અનિયમિતતાઓની તપાસ મામલે થઈ રહી છે. 

જેને લઈને ઈડીએ રાજ ઠાકરેને નોટિસ ફટકારી હતી. ઈડીની રાજ ઠાકરેની પૂછપરછથી મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. શિવસેનાના ચીફ ઉદ્ધવ ઠાકરે પણ પોતાના પિતરાઈ ભાઈના બચાવમાં ઉતરી આવ્યાં છે. તેમણે કહ્યું કે આ પૂછપરછથી કશું ઉકળવાનું નથી. જાણો શું છે મામલો?...

— ANI (@ANI) August 22, 2019

કન્સોર્ટિયમનો ભાગ હતા રાજ ઠાકરે
નોંધનીય છે કે કોહિનૂર સીટીએનએલ દાદરમાં કોહિનૂર ટાવર્સના કન્સ્ટ્રક્શનનું કામ કરી રહી છે. ઈડી કંપનીની શેર હોલ્ડિંગ અને તેના રોકાણની ઝીણવટભરી તપાસ કરી રહી છે. કોહિનૂર મિલ્સ નંબર 3ને ખરીદવા માટે શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીના પુત્ર ઉન્મેષ જોશી, એમએનએસ પ્રમુખ રાજ ઠાકરે અને તેમના અન્ય એક બિઝનેસ પાર્ટનરે મળીને એક કન્સોર્ટિયમ બનાવ્યું હતું. જેમાં આઈએલ એન્ડ એફએસ ગ્રુપે પણ મોટી રકમનું રોકાણ કર્યું હતું. 

જુઓ LIVE TV

રાજ ઠાકરેએ પણ વેચ્યા પોતાના શેર
આઈએલ એન્ડ એફએસ ગ્રુપે તેમની કંપનીમાં 225 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2008માં તેણે મોટું નુકસાન ઉઠાવતા કંપનીમાં પોતાના શેર્સને માત્ર 90 કરોડ રૂપિયામાં સરન્ડર કરી દીધા. તે જ વર્ષે રાજ ઠાકરેએ પણ પોતાના શેર વેચી દીધા હતા અને કન્સોર્ટિયમમાંથી બહાર નીકળી ગયા હતાં. પોતાના શેર સરન્ડર કર્યા બાદ પણ આઈએલ એન્ડ એફએસ ગ્રુપે કોહિનૂર સીટીએનએલને એડવાન્સ લોન આપી જેને કથિત રીતે કોહિનૂર સીટીએનએલ ચૂકવી શક્યું નહીં. 

નુકસાની છતાં આપી લોન
વર્ષ 2011માં કોહિનૂર સીટીએનએલ કંપનીએ પોતાની કેટલીક સંપત્તિઓ વેચીને 500 કરોડ  રૂપિયાની લોન ચૂકવવાના કરાર પર હસ્તાક્ષર કર્યાં. આ કરાર બાદ આઈએલ એન્ડ એફએસ ગ્રુપે કોહિનૂર સીટીએનએલને 135 કરોડ રૂપિયાની વધુ લોન આપી. હવે ઉન્મેષનું કોહિનૂર ગ્રુપ સીટીએનએલને ચલાવતું નથી. આ કંપની પ્રભાદેવીની એક કંપનીની થઈ ગઈ છે. 

આ છે આરોપ
ઈડીની મની લોન્ડરિંગ તપાસમાં આઈએલ એન્ડ એફએસના ટોપના અધિકારીઓએ આરોપ લગાવ્યો છે કે તપાસ વગર અલગ અલગ પ્રાઈવેટ કંપનીઓ દ્વારા લોન અપાઈ. આરોપ છે કે આ લોન આપવા માટે પર્યાપ્ત કોલેટરલ ન લેવાયા અને ખરાબ નાણાકીય હાલાત સામે ઝઝૂમી રહેલી કંપનીઓને લોન આપી દેવાઈ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news