જૂની મુંબઈ, નવી મુંબઈ બાદ હવે બનશે ત્રીજી મુંબઈ! શું ત્યાં મકાનોના ભાવ સસ્તા હશે?
શું આ વાત સાચી છેકે, હજુ એક મુંબઈ બની રહ્યું છે. આખે આખું શહેર નવું બની રહ્યું છે એવી વાત ચર્ચામાં છે શું એ વાત સાચી છે? પહેલાં જૂની મુંબઈ, પછી નવી મુંબઈ પછી કેવું હશે આ ત્રીજું મુંબઈ....
Trending Photos
Third Mumbai : સપનાઓનું શહેર...ડ્રીમ સીટી...સિતારાઓનું શહેર...માયાનગરી....બોમ્બે અને મુંબઈના નામથી જાણીતું શહેર સમયાંતરે બદલાતું રહ્યું છે. ગેટવે ઓફ ઈન્ડિયા, દરિયાનો કિનારો, લોકલ ટ્રેન, જુહીની ચોપાટી, તાજ હોટલ, વડાપાઉં અને સિતારાઓની ઝાકમજોળ અનેક રીતે આ શહેર ધરાવે છે આગવી ઓળખ. એક સમયે અંડરવર્લ્ડ પણ આજ શહેરથી શરૂ થયું હતું. જોકે, હવે સિનારીયો બદલાઈ ગયો છે. હવે આ શહેર પણ બદલાઈ ગયું છે. પહેલાં જુની મુંબઈ હતી, પછી નવી મુંબઈ આવી...હવે સમય જતાં જુની અને નવી મુંબઈ સિવાય પણ ત્રીજી મુંબઈ બનશે. એવી પણ વાત ચર્ચામાં છેકે, અહીં આવેલી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીને હટાવીને ત્યાં રહેતાં લોકોને પાકા મકાન આપવામાં આવશે. અને આ જમીન પર મોટી ઈમારતો બનાવીને તેમાં વધુ મુંબઈકરોનો સમાવેશ કરવામાં આવશે.
મહરાષ્ટ્ર સરકાર હવે આ દિશામાં આગળ વધી રહી છે. શહેરમાં વધતી જતી ગિચતા અને શહેરની જરુરિયાતોને પહોંચી વળવા માટે હવે શહેરનો વ્યાપ વધારવા અથવા નવી જગ્યા ઉભી કરવા બન્ને બાબતો સરકાર સામે મોટો પડકાર છે. હવે એ પડકારને પાર પાડવા સરકાર મથી રહી છે. આવનાર સમયમાં નવું વિમાન એરપોર્ટ () કાર્યરત થશે ત્યારે તેની આજુબાજુમાં લગભગ 350 એકર જમીન પર વધુ એક મુંબઈ બનાવવામાં આવશે. આ માટે 23 ગામને સિડકોમાં સમાવવામાં આવશે તેમજ 12000 કરોડ રૂપિયાના ખર્ચે રસ્તા બનાવવામાં આવશે.
કેવું હશે Third Mumbai એટલે કે ત્રીજું મુંબઈ?
ત્રીજું મુંબઈ આશરે 350 સ્ક્વેર કિલોમીટર જેટલું હશે એટલે કે મુંબઈ તેમજ નવી મુંબઈની (Navi Mumbai) સાઈઝનું હશે. આ ઉપરાંત અહીં એરપોર્ટ નો આજુબાજુ આવેલા વિસ્તારો માં ડેવલપમેન્ટ એકિટવિટી કરવામાં આવશે. રાજ્ય સરકારે નાગપુર અધિવેશન (Nagpur Convention) વખતે થયેલી કેબિનેટ મીટીંગ ( Cabinet meeting) માં આ યોજનાને મંજૂરી આપી દીધી છે.
કેટલા રૂપિયા ખર્ચ કરવામાં આવશે?
ગુજરાતથી મહારાષ્ટ્ર અલગ થયું ત્યારે બે રાજ્યોની રચના થઈ. એ સમયે મુંબઈ કંઈક અલગ હતું આજે મુંબઈ કંઈક અલગ છે. રાજ્ય સરકારે આ માટે એક ઓથોરિટીની સ્થાપના કરી દીધી છે તેમજ 12000 કરોડ રૂપિયાના ખર્ચે રસ્તા બનાવવામાં આવશે, અને જગ્યાએ જમીન નું અધિકરણ કરવામાં આવશે તેમજ ડેવલપમેન્ટ ઓથોરિટી આ વિસ્તારનો નકશો ઘડી કાઢશે.
કેટલો સમય લાગશે?
પહેલાં જૂની મુંબઈ હતી, પછી નવી મુંબઈ બની હવે ત્રીજી મુંબઈ બની રહી છે. સૂત્રોની માનીએ તો, ડેવલોપરની મદદથી અહીં એક નવા મુંબઈને વિકસાવવામાં આવશે. આ આખી પ્રક્રિયા એક દશક જેટલો સમય પણ ચાલી શકે છે. જોકે, આ વિસ્તારોમાં રહેણાંક અને કોમર્શિયલ મકાનો બનાવવામાં આવશે. પરુંતુ તેનો ભાવ પણ મુંબઈના સ્ટેટસને અનુરૂપ જ હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે