રામ મંદિર જનતાની માંગણી માટે અધ્યાદેશ લાવવામાં કોઇ સમસ્યા નહી: મુરલી મનોહર જોશી
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ મુદ્દે ચાલી રહેલા સાધુ સંતોનાં જમાવડા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ટ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશીએ ફરીથી મોર્ચો સંભાળ્યો હતો
Trending Photos
નવી દિલ્હી : રામ મંદિર મુદ્દે રાજનીતિ વધી રહી છે. ઉત્તરપ્રદેશનાં અયોધ્યામાં આગામી 25 ઓક્ટોબરનાં યોજાનારી ધર્મસભાની તૈયારી ઝડપથી ચાલી રહી છે. વિહિપનાં આ કાર્યક્રમ માટે આરએસએસની સાથે જ ભાજપે જ સંપુર્ણ શક્તિ નાખી છે. બીજી તરફ કાનપુરના સાંસદ મુરલી મનોહર જોશીએ પણ રામ મંદિરનાં મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સમાજની અનેક માંગ છે, રામ મંદિર પણ તેમાંનું એક છે. એટલા માટે સમાજની આ સમસ્યાને ઉકેલવા માટે જો અધ્યાદેશ લાવવામાં આવે તો તેમાં કોઇ જ સમસ્યા નથી.
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ મુદ્દે ચાલી રહેલ સાધુ સંતોની મીટિંગ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશીએ ફરીથી મોર્ચો સંભાળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 24 નવેમ્બર એટલે કે શનિવારથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે લોકો એકત્ર કરવાનું ચાલુ કરી દીધું છે. શનિવારે શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે અને 25 નવેમ્બરે વીહીપની ધર્મ સભા માટે દેશનાં ખુણે ખુણાથી લોકો એખત્ર થવાનાં છે.
કાર્તિક પુર્ણિમા સ્નાન મેળો સકુશળ પુર્ણ કરાવવા માટે પોલીસ દળ તથા સુરક્ષા દળ સંપુર્ણ તૈયારીમાં છે. ત્યાર બાદનાં દિવસે અયોધ્યામાં ઉદ્ધવ ઠાકરેનું લક્ષ્મણ કિલ્લામાં સંત આશિર્વાદ સમારંભ છે. શિવસૈનિક શુક્રવાર અને શનિવારે બે વિશેષ ટ્રેનથી અયોધ્યા પહોંચશે. 25 નવેમ્બરે વિશ્વ હિંદુ પરિષદની વિરાટ ધર્મસભા પરિક્રમા માર્ગ ખાતે ભક્તમાલા પરિસરમાં છે. કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજીસ્ટ્રેટ ડૉ. અનિલ કુમાર નિષેધાજ્ઞા લાગુ કરી ચુક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે