Bangalore Cafe Blast: બેંગ્લોરના રામેશ્વર કેફેમાં બ્લાસ્ટ, 5 લોકો ગંભીર રીતે ઘાયલ, રહસ્યમયી બ્લાસ્ટની તપાસ શરૂ

Blast In Rameswaram Cafe: બેંગ્લોરના એક કેફેમાં રહસ્યમયી બ્લાસ્ટ થયો છે. અહીં એક બેંગમાં રાખવામાં આવેલા સામાનમાં બ્લાસ્ટ થતાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બ્લાસ્ટ રામેશ્વરના કેફેમાં થયો છે. એચએએલ પોલીસ સ્ટેશનને આ ઘટનાની સૂચના મળી ત્યારબાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. 

Bangalore Cafe Blast: બેંગ્લોરના રામેશ્વર કેફેમાં બ્લાસ્ટ, 5 લોકો ગંભીર રીતે ઘાયલ, રહસ્યમયી બ્લાસ્ટની તપાસ શરૂ

Blast in Bangalore Rameswaram Cafe: બેંગ્લોરના એક કેફેમાં રહસ્યમયી બ્લાસ્ટ થયો છે. અહીં એક બેંગમાં રાખવામાં આવેલા સામાનમાં બ્લાસ્ટ થતાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બ્લાસ્ટ રામેશ્વરના કેફેમાં થયો છે. બ્લાસ્ટના સમાચાર લોકો સુધી પહોંચ્યા તો અફરા-તફરી મચી ગઇ અને ઘણા લોકો કેફેની બહાર વીડિયો બનાવતાં પણ જોવા મળ્યા હતા. 

બ્લાસ્ટ અંગે તરત જ HAL પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને DCP પોતે નિરીક્ષણ માટે સ્થળ પર જઈ રહ્યા છે. સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર હાજર છે. બ્લાસ્ટનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને તેની તપાસ બાદ જ બ્લાસ્ટનું સાચું કારણ બહાર આવશે.

બેંગલુરૂ સેંટ્રલથી ભાજપના સાંસદ પીસી મોહને એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું કે 'બેગલુરૂ સેંટ્રલ સંસદીય ક્ષેત્રના રામેશ્વર કેફેમાં રહસ્યમયી વિસ્ફોટ વિશે સાંભળીને ચિંતિત છું. મારી સંવેદનાઓ પ્રભાવિત લોકો અને તેમના પરિવાર સાથે છે. અધિકારીઓ પાસે તપાસ કરાવવા અને તમામ નાગરિકોની સુરક્ષા સુનિશ્વિત કરવાનો આગ્રહ છે. 

પોલીસે જણાવ્યું હતું કે અહીંના લોકપ્રિય રેસ્ટોરેન્ટ ધ રામેશ્વર કેફેમાં વિસ્ફોટનું કારણ શું હતું. આગ લાગવાની સૂચના બાદ પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મી સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે કહ્યું કે ઘાયલોથી ત્રણ લોકો કેફેના કર્મચારી છે. શરૂઆતી તપાસમાં એ જાણી શકાયું નથી કે આ વિસ્ફોટ શોર્ટ સર્કિટના કારણે થયો છે કે ગેસ સિલિન્ડર વિસ્ફોટના કારણે. 

સૂત્રોએ કહ્યું કે વિસ્ફોટ બાદ આગ લાગી નથી અને આ રસોઇ ગેસ સિલિન્ડર વિસ્ફોટ જેવો લાગી રહ્યો છે. તેમણે કહ્યું કે પોલીસ તપાસ કરી રહી છે શું વિસ્ફોટનું કારણ ગેસ પાઇપલાઇન લીકેજ હતું. 

સૂત્રોએ કહ્યું કે વિસ્ફોટ બાદ આગ લાગી નથી અને આ રસોઇ ગેસ સિલિન્ડર વિસ્ફોટ જેવો લાગી રહ્યો નથી. તેમણે કહ્યું કે પોલીસ તપાસ કરી રહી છે કે શું વિસ્ફોટનું કારણ ગેસ પાઇપલાઇન લીકેજ હતું. વિસ્ફોટ બાદ ફોરેન્સિક ટીમ કેફે પહોંચી અને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news