Citizenship Amendment Act: દેશવ્યાપી વિરોધ પ્રદર્શન મુદ્દે વિપક્ષમાં ફાટફૂટ!, શિવસેના-RJD જેવી પાર્ટીઓ સામેલ નહીં
નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) સામે લોકોને ભડકાવવાનું રાજકારણ ખેલાઈ રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે દેશના અનેક ભાગોમાં હિંસક પ્રદર્શન થઈ રહ્યાં છે. પરંતુ હવે નાગરિકતા સંશોધન કાયદા પર વિરોધ પ્રદર્શન અને બંધના રાજકારણમાં વિપક્ષી પાર્ટીઓ પણ ખુલીને સામે આવી છે. કાયદા વિરુદ્ધ આજે વિપક્ષી પાર્ટીઓએ રસ્તાઓ પર ઉતરવાની તૈયારી કરી છે. 5 લેફ્ટ પાર્ટીઓએ સમગ્ર દેશમાં પ્રદર્શનનું આહ્વાન કર્યું છે.
Trending Photos
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) સામે લોકોને ભડકાવવાનું રાજકારણ ખેલાઈ રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે દેશના અનેક ભાગોમાં હિંસક પ્રદર્શન થઈ રહ્યાં છે. પરંતુ હવે નાગરિકતા સંશોધન કાયદા પર વિરોધ પ્રદર્શન અને બંધના રાજકારણમાં વિપક્ષી પાર્ટીઓ પણ ખુલીને સામે આવી છે. કાયદા વિરુદ્ધ આજે વિપક્ષી પાર્ટીઓએ રસ્તાઓ પર ઉતરવાની તૈયારી કરી છે. 5 લેફ્ટ પાર્ટીઓએ સમગ્ર દેશમાં પ્રદર્શનનું આહ્વાન કર્યું છે.
શિવસેના, આરજેડી સામેલ નહીં
આ પાર્ટીઓને અનેક યુનિવર્સિટીઓનું સમર્થન પણ મળ્યું છે. આ બાજુ મુંબઈ (Mumbai) ના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં પણ આજે નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થશે. જ્યારે નાગરિકતા કાયદા વિરુદ્ધ વિપક્ષમાં બે ફાડચા પડેલા જોવા મળી રહ્યાં છે. મુંબઈમાં કોંગ્રેસ-એનસીપીના પ્રદર્શનમાં શિવસેના (Shivsena) એ ભાગ લેવાની ના પાડી દીધી છે. જ્યારે બિહારમાં લેફ્ટના પ્રદર્શનથી લાલુ યાદવની પાર્ટી આરજેડીએ અંતર જાળવ્યું છે.
વિરોધ પ્રદર્શનમાં બોલિવૂડ હસ્તીઓ પણ સામેલ
સીએએ સામેના વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ, એનસીપી, સમાજવાદી પાર્ટી અને મહાવિકાસ આઘાડી સરકારમાં સામેલ તમામ પક્ષો સામેલ થશે. શિવસેના જો કે પ્રદર્શનમાં સામેલ નથી. શિવસેના નાગરિકતા સંશોધન કાયદાનો સદનમાં વિરોધ કરે છે પરંતુ તે ખુલીન તેના વિરુદ્ધ જવા માંગતી નથી. CAA અને NRCનો ખાસ કરીને વિચારધારાવાળા બોલિવૂડ સ્ટાર્સ વિરોધ કરશે. જાવેદ અખ્તર, શબાના આઝમી, ફરહાન અખ્તર, અનુરાગ કશ્યપ અને અનુભવ સિન્હા જેવી હસ્તીઓ આજે વિરોધ પ્રદર્શનમાં સામેલ થશે.
આ VIDEO પણ ખાસ જુઓ...
યુપી પોલીસની માતા પિતાને અપીલ
દેશભરમાં પ્રદર્શનોને જોતા દિલ્હીથી મુંબઈ-બેંગ્લુરુ સુધી પોલીસને અલર્ટ રહેવાના નિર્દેશ અપાયા છે. સમગ્ર યુપીમાં પહેલેથી કલમ 144 લાગુ કરાઈ છે. ડીજીપીએ વિદ્યાર્થીઓના માતા પિતાને અપીલ કરી છે કે તમારા બાળકોને પ્રદર્શનમાં જવા ન દો.
સરકારે કોંગ્રેસને જવાબદાર ઠેરવી
આ બાજુ નાગરિકતા સંશોધન કાયદો પાસ થયા બાદ હિંસક પ્રદર્શનો વચ્ચે સરકાર સતત આરોપ લગાવતી રહી છે કે સીએએ અંગે જાણકારીનો અભાવ અને રાજકીય પક્ષોના ભડકાવવાના કારણે લોકો હિંસક પ્રદર્શન કરી રહ્યાં છે. બુધવારે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ઝી મીડિયા સાથે ખાસ વાતચીતમાં દિલ્હીમાં થયેલા હિંસક પ્રદર્શનો માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી. સરકારનું કહેવું છે કે શું ખરેખર જો ભીડ સીએએનો વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઉતરે તો તેમને જાણકારી છે કે આ ખરે આ કાયદામાં છે શું?
PM મોદીનો આરોપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ વિપક્ષ પર ડર ફેલાવવાના રાજકારણનો આરોપ લગાવ્યો છે પરંતુ તેનાથી વિરોધ પ્રદર્શનના રાજકારણ પર કોઈ ફરક પડ્યો નથી.
સુપ્રીમ કોર્ટમાં શું થયું
આ બાજુ સુપ્રીમ કોર્ટે નાગરિકતા કાયદા પર તત્કાળ રોક લગાવવાની ના પાડી છે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 22 જાન્યુઆરીએ થશે. જે 59 અરજીઓ દાખલ થઈ છે તેના પર બુધવારે સુનાવણી થઈ હતી જેમાં કોર્ટે હાલ પૂરતી તો કાયદાની જોગવાઈ પર રોક લગાવવાની ચોખ્ખી ના પાડી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે