આ રાજ્યમાં 30 એપ્રિલ સુધી લંબાયુ લોકડાઉન, મુખ્યમંત્રીએ PM મોદીને કરી ખાસ અપીલ

દેશભરમાં લાગુ 21 દિવસનો લોકડાઉનનો આજે 16મો દિવસ છે. જો કે જે ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યાં છે તેને જોતા 15 એપ્રિલથી લોકડાઉન ખુલશે તેમ કહેવું ખુબ મુશ્કેલ છે. હવે એવા ખબર છે કે ઓડિશામાં લોકડાઉનને આગળ વધારીને 30 એપ્રિલ સુધી કરી દેવાયું છે. મુખ્યમંત્રી નવિન પટનાયકે કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લીધો છે. લોકડાઉન આગળ વધારનારું ઓડિશા પહેલુ રાજ્ય બની ગયું છે. 

આ રાજ્યમાં 30 એપ્રિલ સુધી લંબાયુ લોકડાઉન, મુખ્યમંત્રીએ PM મોદીને કરી ખાસ અપીલ

ભુવનેશ્વર: દેશભરમાં લાગુ 21 દિવસનો લોકડાઉનનો આજે 16મો દિવસ છે. જો કે જે ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યાં છે તેને જોતા 15 એપ્રિલથી લોકડાઉન ખુલશે તેમ કહેવું ખુબ મુશ્કેલ છે. હવે એવા ખબર છે કે ઓડિશામાં લોકડાઉનને આગળ વધારીને 30 એપ્રિલ સુધી કરી દેવાયું છે. મુખ્યમંત્રી નવિન પટનાયકે કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લીધો છે. લોકડાઉન આગળ વધારનારું ઓડિશા પહેલુ રાજ્ય બની ગયું છે. 

— ANI (@ANI) April 9, 2020

સીએમએ કેન્દ્રને 30 એપ્રિલ સુધી ટ્રેન અને હવાઈ સેવાઓ શરૂ ન કરવાની ભલામણ પણ કરી છે. અત્રે જણાવવાનું કે પીએમ મોદી અગાઉ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે દેશભરમાં એક સાથે લોકડાઉન ખોલવામાં આવશે નહી. 

જુઓ LIVE TV

મુખ્યમંત્રી નવિન પટનાયકે લોકોને બંધ દરમિયાન પૂર્ણ સહયોગ બદલ આભાર પણ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે 3 મહિના માટે ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ લાભાર્થીઓને ભોજન આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે 15 એપ્રિલથી ઓડિશાના તમામ જિલ્લાઓમાં 6000 આઈસોલેટેડ બેડ સક્રિય થશે. આ સાથે જ રાજ્ય રોજના 1000 કોરોના ટેસ્ટ કરાવવામાં પણ સક્ષમ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news