સિદ્ધુ તુસ્સી ગ્રેટ હો! ઇમરાન સાથેની મિત્રતાનું બિલ પંજાબ સરકાર પાસેથી વસુલ્યું
પંજાબના પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુની પાકિસ્તાન યાત્રા ફરીથી વિવાદમાં છે. સિદ્ધુએ આ અંગત યાત્રાને સરકારી દેખાડીને પંજાબ સરકાર પાસેથી ખર્ચો વસુલ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ યાત્રા અંગે સિદ્ધુએ પાકિસ્તાની આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા સાથે મુલાકાત કરી હતી, જે ખુબ જ વિવાદોમાં રહી હતી. કોંગ્રેસ નેતા સિદ્ધુએ પોતાનાં આ અંગત પાકિસ્તાન યાત્રાને સરકારી યાત્રા ગણાવીને સરકારી ખજાના સાથે એક મંત્રી તરીકે યાત્રા અને ભથ્થાનો ક્લેમ પણ પ્રાપ્ત કર્યો છે.
Trending Photos
ચંડીગઢ : પંજાબના પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુની પાકિસ્તાન યાત્રા ફરીથી વિવાદમાં છે. સિદ્ધુએ આ અંગત યાત્રાને સરકારી દેખાડીને પંજાબ સરકાર પાસેથી ખર્ચો વસુલ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ યાત્રા અંગે સિદ્ધુએ પાકિસ્તાની આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા સાથે મુલાકાત કરી હતી, જે ખુબ જ વિવાદોમાં રહી હતી. કોંગ્રેસ નેતા સિદ્ધુએ પોતાનાં આ અંગત પાકિસ્તાન યાત્રાને સરકારી યાત્રા ગણાવીને સરકારી ખજાના સાથે એક મંત્રી તરીકે યાત્રા અને ભથ્થાનો ક્લેમ પણ પ્રાપ્ત કર્યો છે.
નવજોત સિદ્ધુ છેલ્લા 18 ઓગષ્ટે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનાં શપથ ગ્રહણ સમારંભમાં ભાગ લેવા માટે ગયા હતા. આ સમારંભમાં સિદ્ધુએ પાકિસ્તાનનાં આર્મી ચીફ બાજવાને ગળે પણ લગાવ્યા હતા, તે મુદ્દે ભારતમાં સિદ્ધુની ખુબ જ નિંદા થઇ હતી. સિદ્ધુની તરફથી યાત્રાનું ક્લેમ પ્રાપ્ત કરવા માટેની માહિતી એક આરટીઆઇ દ્વારા મળી છે. અશ્વિની ચાવલા દ્વારા દાખલ આરટીઆઇ પરથી માહિતી મળી છે કે નવજોત સિદ્ધુએ ગત્ત વર્ષે 17 ઓગષ્ટથી 19 ઓગષ્ટ દરમિયાન કરવામાં આવેલી પાકિસ્તાન યાત્રાને સરકારી યાત્રા ગણાવી અને આ યાત્રા માટે સરકાર પાસેથી મળતા ભથ્થા પણ મેળવ્યા હતા.
આરટીઆઇમાં મળેલા જવાબનાં આધારે અશ્વની ચાવલાએ જણાવ્યું કે, સિદ્ધઉએ માત્ર પોતાના માટે યાત્રા ભથ્થુ મેળવ્યું છે, પરંતુ એવું પણ દર્શાવ્યું છે કે સિદ્ધુએ ન માત્ર પોતાની યાત્રા માટે ભથ્થું લીધું પરંતુ તેમ પણ દર્શાવ્યું કે તેઓ 18 ઓગષ્ટે અમૃતસરમાં હતા જ્યારે એ દિવસે તે પાકિસ્તાનમાં ઇમરાન ખાનનાં શપથ ગ્રહણ સમારંભમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, નવજોત સિંહ સિદ્ધુને પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાને પોતાનાં શપથ ગ્રહણ સમારંભમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા હતા. ભારત પાકિસ્તાનની સાથે સંબંધોમાં ચાલી રહેલા કડવાટનાં કારણે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ નવજોત સિંહ સિદ્ધુને ત્યાં જવાનો ઇન્કાર કરી દીધો હતો. જો કે સિદ્ધુ અંગત રીતે શપથ ગ્રહણ સમરોહમાં ભાગ લેવા માટે પાકિસ્તાન ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે