Congress Vs BJP: નવી સંસદના ઉદ્ઘાટનના દિવસે ભાજપ-કોંગ્રેસમાં સંગ્રામ, ઉઠ્યો નેહરૂ vs મોદીનો મુદ્દો, જાણો શું છે વિવાદ

Congress Vs BJP: નવા સંસદ ભવનને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નિવેદનબાજી જોરશોરથી થઈ રહી છે. હવે બંને પાર્ટીઓ વચ્ચે જવાહરલાલ નેગરૂ અને પીએમ મોદીને લઈને નવો જંગ શરૂ થયો છે. 
 

Congress Vs BJP: નવી સંસદના ઉદ્ઘાટનના દિવસે ભાજપ-કોંગ્રેસમાં સંગ્રામ, ઉઠ્યો નેહરૂ vs મોદીનો મુદ્દો, જાણો શું છે વિવાદ

નવી દિલ્હીઃ Jawaharlal Nehru Vs Narendra Modi: નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કરનાર 20 વિપક્ષી પાર્ટીઓમાંની એક કોંગ્રેસે ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે એક તસવીર ટ્વીટ કરી છે જેમાં 'નાના' પીએમ મોદીને એક ઉંચા પંડિત જવાહરલાલ નહેરુની બાજુમાં ઉભેલા બતાવવામાં આવ્યા છે. કોંગ્રેસે બતાવવાનો પ્રયાસ કર્યો છે કે પીએમ મોદી નેહરુના કદ સુધી પહોંચી શકતા નથી. જેના કારણે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે નવો જંગ શરૂ થયો છે.

કોંગ્રેસના આ ટ્વીટનો જવાબ આપતા ભાજપે પણ એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં ભાજપ દ્વારા કેમેરા સાથે જવાહરલાલ નેહરુની તસવીર જાહેર કરવામાં આવી હતી. કેપ્શનમાં લખ્યું છે, "નહેરુનું સત્ય". તસવીરમાં પૂર્વ વડાપ્રધાન પર ફોકસ કરતો કેમેરા દેખાય છે અને ફોટા પર "રીલ, રિયલ" શબ્દો લખેલા છે.

— Congress (@INCIndia) May 28, 2023

નવા સંસદ ભવનને લઈને હંગામો
તમને જણાવી દઈએ કે નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરતી વખતે ઘણા વિપક્ષી દળોએ તેને લોકશાહીનું 'ઘરનું અપમાન' ગણાવ્યું હતું. સમારોહનો બહિષ્કાર કરનાર વિપક્ષી પાર્ટીઓના સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "નવા સંસદ ભવનનું નિર્માણ ભારતના લોકો અથવા સંસદસભ્યો સાથે ચર્ચા કર્યા વિના કરવામાં આવ્યું છે જેમના માટે તે બનાવવામાં આવ્યું છે." સંસદમાંથી લોકશાહીનો આત્મા ચૂસવામાં આવ્યો છે ત્યારે નવી ઇમારતની આપણને કોઈ મૂલ્ય દેખાતું નથી. અમે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાના અમારા સામૂહિક નિર્ણયની જાહેરાત કરીએ છીએ."

— BJP (@BJP4India) May 28, 2023

'કેટલાક લોકો સત્તા પર બેસે ત્યારે દેશનો ઉદય થતો નથી'
તમને જણાવી દઈએ કે ગત 27મી મેના રોજ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આડકતરી રીતે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું અને ટ્વીટ કર્યું હતું કે, “કેટલાક લોકોના સત્તામાં બેસી જવાથી દેશ ઉપર નથી ઉઠતો. દેશ ઉપર આવે છે જ્યારે કરોડો લોકો ખુશ હોય છે અને પ્રગતિ કરે છે. આપણે એક એવું સ્વપ્ન જોયું છે. પંડિત જવાહરલાલ નેહરૂ જીની પુષ્ય સ્મૃતિઓને સાદર નમન.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news