નીરવ અને નરેન્દ્ર મોદી ભાઇઓ, બંન્ને વચ્ચે અનેક સમાનતાઓ: રાહુલ ગાંધી

લંડનના ભાગેડુ વેપારી નીરવ મોદીની હાજરીના સમાચાર બાદ ફરીથી આ મુદ્દે રાજકીય ધમાસાણ ચાલુ થઇ ચુક્યું છે

નીરવ અને નરેન્દ્ર મોદી ભાઇઓ, બંન્ને વચ્ચે અનેક સમાનતાઓ: રાહુલ ગાંધી

નવી દિલ્હી : લંડનના ભાગેડુ વેપારી નીરવ મોદીની હાજરીના સમાચાર બાદ ફરીથી આ મુદ્દે રાજકીય ધમાસાણ ચાલુ થઇ ચુક્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે વડાપ્રધાન મોદી અને નીરવમાં સમાનતાનો આરોપ લગાવતા દાવો કર્યો કે એક દિવસ બંન્નેએ ન્યાયનો સામનો કરવો પડશે. 

Both have looted India and are called Modi.

Both refuse to answer any questions.

Both believe they are above the law.

Both will face justice. https://t.co/20Y36iVj2Y

— Rahul Gandhi (@RahulGandhi) March 9, 2019

— The Telegraph (@Telegraph) March 8, 2019

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, લંડનમાં ભાગેડુ નીરવ મોદીનો વીડિયો તેનાં અને તેના ભાઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વચ્ચેની ખાસ સમાનતા દેખાડે છે. બંન્નેએ ભારતને લુંટ્યું છે. બંન્ને મોદી છે. બંન્ને કોઇ પણ સવાલનો જવાબ આપવાનો ઇન્કાર કરે છે. બંન્નેને લાગે છે કે તેઓ કાયદાની પણ ઉપર છે. બંન્ને ન્યાયનો સામનો કરશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિટનનાં એક મોટા અખબારે પોતાનાં સમાચારમાં દાવો કર્યો છે કે નીરવ મોદી લંડનમાં એક આલીશાન એપાર્ટમેન્ટમાં રહે ચે અને ત્યાંના રસ્તાઓ પર ખુલ્લેઆમ ફરે છે. સમાચાર પત્ર દ્વારા બહાર પડાયેલ વીડિયોમાં નીરવ રિપોર્ટરનાં સવાલો પર વારંવાર નો કોમેન્ટ કરતો જોવા મળે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news