માત્ર 1 કોરોનાનો દર્દી કેટલા લોકોને કરી શકે છે સંક્રમિત, વાંચો અસલી ઘટના
Trending Photos
નાગપુર : માત્ર એક કોરોનાનાં દર્દીએ મોટા પ્રમાણમાં લોકોને કોરોના વાયરસ હોઇ શકે છે. આ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ મહારાષ્ટ્રનાં નાગપુરમાં મળ્યું છે. નાગપુરમાં એક 68 વર્ષનાં કોરોનાનાં દર્દી થકી 44 લોકો સંક્રમિત થઇ ગયા. અત્રે ઉળ્લેખનીય છે કે, આ વ્યક્તિની Covid 19ના કારણે 5 એપ્રીલે મોત થઇ ચુક્યું છે. જો કે તે સમયે ક્લિયર હતું કે તેનાં મોતનાં કારણે થયું છે. મર્યા બાદ આ વ્યક્તિનો રિપોર્ટ આવ્યો, જેમાં તે કોરોનાથી સંક્રમિત સાબિત થઇ ગયો. જો કે જતા જતા તે પોતાનાં ઘરના અન્ય લોકોને પણ સંક્રમિત કરતો ગયો.
ઉલ્લેખનીય છે કે, આ વ્યક્તિનાં મોત બાદ તેનાં પરિવારનાં 21 લોકોની કોરોનાની તપાસ કરવામાં આવી. જેમાંથી 15 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ વ્યક્તિ દિલ્હીથી પરત ફરીને અનેક લોકોના સંપર્કમાં આવ્યો હતો. આ ઉપરાંત મળતી માહિતી અનુસાર વ્યક્તિનાં પરિવારનાં સંપર્કમાં આવેલા કુલ 192 લોકોની તપાસ કરવામાં આવી છે. જેમાંથી 29 લોકોનાં કોરોના સંક્રમણ સામે આવ્યું અને બાકીના લોકોનો રિપોર્ટ પણ હજી સુધી આવવાનો બાકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે