Maharashtra: નાસિકની હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક, અત્યાર સુધીમાં 22 દર્દીના મોત
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર સતત ચાલુ છે. દરરજો કોવિડ-19ના અઢળક કેસ સામે આવી રહ્યા છે. આ કારણે અનેક રાજ્યોમાં ઓક્સીજનની અછત સર્જાઈ છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્રના નાસિકની એક હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ઘટી. ઝાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક થઈ ગઈ.
Trending Photos
નાસિક: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેર સતત ચાલુ છે. દરરજો કોવિડ-19ના અઢળક કેસ સામે આવી રહ્યા છે. આ કારણે અનેક રાજ્યોમાં ઓક્સીજનની અછત સર્જાઈ છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્ર (Maharashtra) ના નાસિકની એક હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ઘટી. ઝાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક થઈ ગઈ.
અકસ્માતમાં અત્યાર સુધીમાં 22 દર્દીના મોત
સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે લીકેજના કારણે ઓક્સિજનનો સપ્લાય લગભગ અડધા કલાક સુધી ઠપ થઈ ગયો. જેના કારણે પુરવઠો ખોરવાઈ જતા 22 જેટલા દર્દીઓના અત્યાર સુધીમાં મોત થયા છે. અનેકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ આ ઘટના ઘટી ત્યારે હોસ્પિટલમાં વેન્ટિલેટર પર 23 દર્દી હતા. જ્યારે કુલ 171 દર્દી હતા. ઓક્સિજન લીક થયા બાદ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા.
#WATCH | An Oxygen tanker leaked while tankers were being filled at Dr Zakir Hussain Hospital in Nashik, Maharashtra. Officials are present at the spot, operation to contain the leak is underway. Details awaited. pic.twitter.com/zsxnJscmBp
— ANI (@ANI) April 21, 2021
ફાયર બ્રિગેડે હાલાત કાબૂમાં કર્યા
નાસિકના ઝાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન લીક થવાના કારણે સમગ્ર વિસ્તારમાં ઓક્સિજન ગેસ ફેલાઈ ગયો. રેસ્ક્યૂ માટે ફાયર બ્રિગેડની ટીમને આવવું પડ્યું અને હાલ હાલાત કાબૂમાં છે.
મહારાષ્ટ્રમાં ઓક્સીજનની ભારે કમી
અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતા સંક્રમણના કારણે હાલાત ખુબ ખરાબ છે. અનેક જિલ્લાઓમાં ઓક્સિજનની ભારે અછત છે. આ કારણે કેટલાય દર્દીઓએ પોતાના જીવ ગુમાવવા પડી રહ્યા છે. ત્યારબાદ રાજ્ય સરકારે કેન્દ્રને અપીલ કરી હતી કે હવાઈ માર્ગ દ્વારા ઓક્સિજનનો સપ્લાય રાજ્યમાં કરવામા આવે. જેથી કરીને દર્દીઓને સમયસર ઓક્સિજન આપી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે