P V Narasimha Rao: કોંગ્રેસના એ પ્રધાનમંત્રી જેની રામમંદિર કેસમાં મહત્વની ભૂમિકા રહી, જેણે દેશને દેવામાંથી બહાર કાઢવાની દિશા બતાવી

દેશમાં દેવાળું ફૂંકાયું હતું. એ સમયે ભારત સરકાર પાસે માત્ર 3 અઠવાડિયા ચાલે એટલું જ વિદેશી ભંડોળ બચ્યું હતું...ત્યારે કોંગ્રેસના હાથનો સાથ લઈને પ્રધાનમંત્રી બનેલાં પી.વી.નરસિમ્હા રાવે કઈ રીતે દેશને દેવામાંથી બહાર કાઢવાનો માર્ગ દર્શાવ્યો અને બાબરી ધ્વંસમાં કેમ તેમના પર ઉઠ્યાં સવાલો? આવા અનેક પ્રશ્નોના જવાબ મેળવવા માટે વાંચ સંપૂર્ણ આર્ટિકલ.

  • તે સમયમાં ભારતમાં ઉદારીકરણને વેગ મળ્યો
  • ઈચ્છા નહોતી તો પણ બનવું પડ્યું પ્રધાનમંત્રી!
  • દેશમાં માત્ર 3 અઠવાડિયા ચાલે એટલું જ વિદેશી ભંડોળ હતું!

Trending Photos

P V Narasimha Rao: કોંગ્રેસના એ પ્રધાનમંત્રી જેની રામમંદિર કેસમાં મહત્વની ભૂમિકા રહી, જેણે દેશને દેવામાંથી બહાર કાઢવાની દિશા બતાવી

ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ પામુલાપતિ વેંકટ! એક એવું નામ જેણે દેવામાં દુબેલાં ભારતને બહાર કાઢવાનો માર્ગ મોકળો કર્યો. આ આર્ટિકલમાં આપણે વાત કરીશું 28મી જૂન 1921ના રોજ આંધ્રપ્રદેશના કરીમનગર જિલ્લાના વાંગરા ગામમાં જન્મેલા અને આગળ જતા દેશના 9માં પ્રધાનમંત્રી બનેલાં એટલે પી.વી.નરસિમ્હા રાવની... જેણે દેશને ઉદારીકરણનો માર્ગ બતાવ્યો. આ આર્ટિકલમાં આપણે વાત કરીશું દેશના 9માં પ્રધાનમંત્રી પી.વી.નરસિમ્હા રાવની. જેમણે તે સમયે દેવામાં દુબેલા દેશને બહાર કાઢ્યો અને વૈશ્વિકરણ ઉદ્યોગિકરણ અને વેપાર ધંધાને વેગ આપ્યો. રાજીવ ગાંધીના આકસ્મિક અવસાન બાદ તેમની ઈચ્છા નહોતી છતાં પી.વી. નરસિંહા રાવને પ્રધાનમંત્રી બનવું પડ્યું હતું. તેઓ દક્ષિણ ભારતમાંથી બનેલા પ્રથમ પ્રધાનમંત્રી બન્યા હતાં. તેઓ 21મી જૂન 1991થી 16મી મે 1996 સુધી પ્રધાનમંત્રી પદ પર રહ્યાં અને દેશમાં અનેક સુધારાવાદી નીતિઓ લાગુ કરી. આજે પણ ભારતમાં આર્થિક બાબતોમાં સુધારા લાગુ કરવાનું શ્રેય તેમને જ જાય છે.

No description available.

1971 માં રાવ પ્રદેશના રાજકારણમાં કદાવર નેતા બનીને ઉભરી આવ્યા હતાં. તેઓ 1971 થી 1973 સુધી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પણ રહ્યાં. ઇન્દિરા ગાંધી પ્રત્યેની તેમની વફાદારીના કારણે તેમને ઘણો રાજનૈતિક લાભ પણ થયો હતો તઅથા તેમનું કદ પણ વધ્યું. તેમણે ગૃહ વિભાગ, વિદેશ મંત્રાલય તથા રક્ષામઅંત્રાલય પણ સંભાળ્યુ હતું. તેમણે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી એમ બન્નેના કાર્યકાળમાં મંત્રીપદ સંભાળ્યુ હતું. વિવિધ વિષયો પર તેમની પકડ, અધિકારીઓ પર તેમનો પ્રભાવ અને કોઈપણ પ્રકારની કપરી પરિસ્થિતિમાંથી ચીવટ પૂર્વક બહાર કઈ રીતે નીકળી શકાય તે અંગેની તેમની સુજબુજના કારણે વિરોધીઓ પણ તેમને માનતા હતાં.

No description available.

નરસિંહરાવને સંગીત, સિનેમા અને થીએટરનો ખુબ જ શોખ હતો. ભારતીય સંસ્કૃતિ અને દર્શન એટલે કે તત્વજ્ઞાનમાં ઉંડો રાસ હતો. સાહિત્યમાં રસ ધરાવતા રાવે તેલુગુ અને હિન્દીમાં કવિતાઓ પણ લખી હતી. તેઓ હિન્દી, અંગ્રેજી અને તેલુગુ ઉપરાંત મરાઠી, સ્પેનિશ, ફ્રેન્ચ સહિત લગભગ 17 ભાષાઓના જાણકાર હતાં. સ્પેનિશ તથા ફ્રેન્ચ ભાષાઓ તો તેઓ બોલી અને લખી પણ શકતા હતાં. તેમણે ઉસ્માનીયા, નાગપુર અને મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો. તેમણે કાયદામાં સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રીઓ પણ મેળવી હતી. તેઓ જીવતા હતા ત્યારે જ તેમની પત્નીનું અવસાન થઈ ગયેલું.

No description available.

ભારતનું સોનું વિદેશી બેંકો પાસે ગીરવે મુકવું પડ્યું હતું!
પી.વી. નરસિંહ રાવે મુશ્કેલ સમયે દેશની કમાન સંભાળી હતી. તે સમયે ભારતનું વિદેશી ચલણનું ભંડોળચિંતાજંક રીતે ઘટી ગયુ હતું અને દેશનું સોનુ ગીરેવે રાખવું પડ્યું હતું. તેમણે રિઝર્વ બેન્કના અનુભવી ગવર્નર ડૉ. મનમોહન સિંહને દેશના નાણામંત્રી બનાવીને દેશને આર્થિક સંકટના વમળમાં ડૂબી જતો બચાવી લીધો હતો. પી.વી. નરસિમ્હા રાવે 1991માં એવા સમયે ભારત દેશની સત્તાનું સુકાન પોતાના હાથમાં લીધું હતું જ્યારે દેશ દેવાળું ફૂંકવાની અણીએ પહોંચી ગયો હતો. તેમણે પ્રધાનમંત્રીની ખુરશી સંભાળી તેના થોડા જ સમય પહેલા ચંદ્રશેખર સરકારે ભારતનું 67 ટન સોનું બેન્ક ઓફ ઈંગ્લેન્ડ અને યુનિયન બેન્ક ઓફ સ્વિટ્ઝરલેન્ડમાં ગિરવે મુક્યું હતું. જેને કારણે નરસિમ્હા રાવની સરકારના માથે ભારતમાં આર્થિક સ્થિરતા લાવવાની સૌથી મોટી જવાબદારી આવી ગઈ હતી. 

No description available.

ભારત સરકાર પાસે માત્ર 3 અઠવાડિયા ચાલે એટલાં જ પૈસા હતા!
ભારત સરકાર પાસે માત્ર ત્રણ અઠવાડિયા ચાલે એટલું જ વિદેશી ભંડોળ હતું. સરકાર દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાં અનિવાર્ય બની ગયા હતા. નરસિમ્હા રાવે નાણા મંત્રી તરીકે મનમોહન સિંઘને જવાબદારી સોંપી, જેઓ આજે પણ ભારત દેશમાં ઐતિહાસિક આર્થિક સુધારા લાગુ કરવા માટે ઓળખાય છે. 

No description available.

પરમાણુ અને બેલિસિટ્ક મિસાઈલ કાર્યક્રમની વાતઃ
આ સમયગાળામાં નરસિમ્હારાવે દેશના પરમાણુ કાર્યક્રમ અને બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમને લીલી ઝંડી આપી દીધી હતી. તેમણે સંરક્ષણ મત્રીના તત્કાલિન વૈજ્ઞાનિક સલાહકાર અબ્દુલ કલામે નવી સરકારમાં જે પ્રધાનમંત્રી બને તેના હાથે દેશનું પ્રથમ પરમાણુ પરીક્ષણ કરવાનું નક્કી કર્યું હતું. વાજપેયી પ્રથમ વખત પ્રધાનમંત્રી બન્યા ત્યારે જ તેમના વચ્ચે મુલાકાત થઈ હતી, પરંતુ તેમની સરકાર 13 દિવસમાં જ પડી ગઈ હતી અને સમગ્ર કાર્યક્રમ પડતો મુકાયો હતો. 1998માં વાજપેયી જ્યારે બીજી વખત દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે 1998માં ભારત દ્વારા પોખરણમાં પરમાણુ બોમ્બનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. વાજપેયીએ નરસિમ્હા રાવના શબ્દોને યાદ કરતા કહ્યું હતું કે, "સામગ્રી તૈયાર હૈ, તુમ્હે સિર્ફ ધમાકા કરના છે."

No description available.

બાબરી ધ્વંસ અને રામમંદિર કેસમાં કોંગ્રેસના આ પ્રધાનમંત્રીની મહત્ત્વની ભૂમિકા રહીઃ
આર્થિક સુધારા માટે નરસિમ્હારાવની લોકોએ જેટલી પ્રશંસા કરી તેટલી જ તેમના કાર્યકાળ દરમિયાન અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટના અને તેના પછી દેશભરમાં થયેલા કોમી રમખાણો માટે ટીકા કરવામાં આવે છે. ઘટનાની તપાસ માટે રચવામાં આવેલા લિબ્રહાન કમિશને તેના રિપોર્ટમાં નોંધ્યું કે, આવી ઘટના માટે કેન્દ્ર સરકાર દ્વારા જેટલી સંખ્યામાં સુરક્ષા દળોને ઉતારવા જોઈએ તેટલા મોકલવામાં આવ્યા ન હતા અને તેના માટે વડાપ્રધાન જવાબદાર છે.

1996ની ચૂંટણીમાં નરસિમ્હા રાવે તેમની સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષમાં કરવામાં આવેલા આર્થિક સુધારાઓનો પ્રચારમાં ઉપયોગ કર્યો હતો, જેની સામે ભારતીય જનતા પાર્ટીએ હિન્દુત્વ અને કેન્દ્ર સરકારને વિદેશી રોકાણ પર નિયંત્રણ લાવવા માટે દબાણના મુદ્દા સાથે પ્રચાર કર્યો હતો. ભારતે અનેક માળખાગત સુધારા લાગુ કર્યા. દેશમાં ઔદ્યોગિકરણ લાગુ કરવા માટે એક નવા તબક્કાનો પ્રારંભ થયો. ઘરેલુ બજારમાં એક નવી સ્પર્ધાનો પ્રારંભ થયો. ભારતે વેપાર અને રોકાણ માટે એક નવી ઉદાર નીતિ લાગુ કરી, સાથે જ વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટે સરકાર દ્વારા 'લાયસન્સ રાજ'ને અલવિદા કહેવામાં આવી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news