Karnataka Hijab Case: હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો, 6 મુસ્લિમ યુવતીઓએ દાખલ કરી અરજી
Karnataka hijab row updates: કર્ણાટક હિજાબ વિવાદ પર હાઈકોર્ટે મંગળવારે આપેલા ચુકાદા વિરુદ્ધ છ મુસ્લિમ યુવતીઓએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ કર્ણાટકમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા હિજાબ વિવાદ પર હાઈકોર્ટે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. હાઈકોર્ટે કહ્યું કે, હિજાબ ઇસ્લામનો ભાગ નથી. હાઈકોર્ટના ચુકાદાને હવે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. હિજાબ પર કોર્ટના ચુકાદાને છ મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ પડકાર્યો છે. આ છ મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી.
કર્ણાટક હાઈકોર્ટે હિજાબ સાથે જોડાયેલી તમામ અરજી નકારી
હિજાબ મામલામાં મંગળવારે હાઈકોર્ટે કહ્યું કે, કર્ણાટકની શાળા-કોલેજોમાં હિજાબ પહેરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કોર્ટે કહ્યું કે, શિક્ષણ સંસ્થા આ પ્રકારના પહેરવેશ અને હિજાબ પર પ્રતિબંધ લગાવી શકે છે. આ ચુકાદો સંભળાવવાની સાથે હઈકોર્ટે હિજાબની મંજૂરી માંગવા સંબંધિત અન્ય અરજીઓને પણ નકારી દીધી છે.
Plea moved in Supreme Court challenging Karnataka HC order dismissing various pleas challenging the ban on Hijab in educational institutes pic.twitter.com/HJv9eHgnR5
— ANI (@ANI) March 15, 2022
હિજાબ ઇસ્લામનો જરૂરી ભાગ નથી
હાઈકોર્ટની ફુલ બેંચે પોતાના ચુકાદામાં કહ્યું કે, હિજાબ ઇસ્લામનો જરૂરી ભાગ નથી. બેંચે મુસ્લિમ સંગઠનો અને વિદ્યાર્થિનીઓની અરજીને નકારતા કહ્યું કે, હિજાબ પહેરવો જરૂરી નથી, શિક્ષણ સંસ્થાઓ ક્લાસમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવી શકે છે.
શું હતી મુસ્લિમ વિદ્યાર્થિનીઓની માંગ?
કર્ણાટક હાઈકોર્ટમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ અરજી દાખલ કરી માંગ કરી હતી કે કોલેજમાં યુનિફોર્મની સાથે-સાથે હિજાબ પહેરવાની મંજૂરી આપવામાં આવે, કારણ કે આ તેની ધાર્મિક આસ્થાનો ભાગ છે. આ મામલાને કારણે કર્ણાટકમાં અનેક શાળા-કોલેજોને કેટલાક દિવસ સુધી બંધ કરી દેવામાં આવી હતી. કોર્ટે તમામ અરજીઓ નકારતા કહ્યું કે, 5 ફેબ્રુઆરીના સરકારી આદેશને અમાન્ય કરવાનો કોઈ મામલો બનતો નથી.
શું બોલ્યા ચીફ જસ્ટિસ?
ચીફ જસ્ટિત ઋુતુરાજ અવસ્થીએ કહ્યુ કે, આ મામલાનો સમગ્ર દ્રષ્ટિકોણ લેતા અમે કેટલાક સવાલ તૈયાર કર્યા છે અને તે અનુસાર ઉત્તર આપ્યા છે. પ્રથમ સવાલ હતો કે શું હિજાબ પહેરવો ઇસ્લામનો અનિવાર્ય ભાગ છે, જે આર્ટિકલ 25 હેઠળ સંરક્ષિત છે. બીજો સવાલ હતો કે શું સ્કૂલ યુનિફોર્મના નિર્દેસ અધિકારોનું ઉલ્લંઘન છે? ત્રીજો સવાલ હતો કે શું 5 ફેબ્રુઆરીનો સરકારી આદેશ અક્ષમ અને સ્પષ્ટ રૂપથી મનમાની હોવા સિવાય આર્ટિકલ 14 અને 15નું ઉલ્લંઘન કરે છે?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે