CBSE Board Exam 2021: શું ટળશે CBSE ની પરીક્ષાઓ? PM મોદીએ શિક્ષણ મંત્રી સાથે તાબડતોબ કરી બેઠક

સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2021ને લઈને સંશય યથાવત છે. આ બધા વચ્ચે એવા સમાચાર છે કે આજે પ્રધાનમંત્રી દેશના શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંક સાથે બેઠક કરી. આ મુલાકાત બાદ ખબર પડશે કે પરીક્ષાઓને લઈને આગળ શું યોજના ઘડાઈ રહી છે. 

CBSE Board Exam 2021: શું ટળશે CBSE ની પરીક્ષાઓ? PM મોદીએ શિક્ષણ મંત્રી સાથે તાબડતોબ કરી બેઠક

નવી દિલ્હી: સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2021ને લઈને સંશય યથાવત છે. આ બધા વચ્ચે એવા સમાચાર છે કે આજે પ્રધાનમંત્રી દેશના શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંક સાથે બેઠક કરી. આ મુલાકાત બાદ ખબર પડશે કે પરીક્ષાઓને લઈને આગળ શું યોજના ઘડાઈ રહી છે. 

CBSE બોર્ડ પરીક્ષાઓ અંગે લેવાશે નિર્ણય
દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. પરિસ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ છે. સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓ 4 મે 2021થી યોજાવાની છે. આવામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ પરીક્ષાને લઈને ખુબ જ સ્ટ્રેસમાં છે. સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. આવી સ્થિતિમાં પરીક્ષા કેન્દ્રો પર જઈને પરીક્ષા આપવી સરળ નહીં રહે. એવી અટકળો થઈ રહી છે કે આજે શિક્ષણમંત્રી અને પ્રધાનમંત્રીની મુલાકાતમાં સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2021 અંગે કોઈ મોટો નિર્ણય લેવાશે. 

— ANI (@ANI) April 14, 2021

પરીક્ષાઓ રદ કરવાની માગણી
અત્રે જણાવવાનું કે દેશમાં જે ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે તે જોતા અનેક રાજ્યોના મુખ્યમંત્રી, નેતાઓએ પરીક્ષા રદ કરવાની અપીલ કરી હતી. દેશમાં લગભગ 30 લાખ બાળકો સીબીએસઈની પરીક્ષા આપવાના છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ગઈ કાલે પ્રેસ કોન્ફરન્સમાં પરીક્ષા હાલ ટાળવાની માગણી કરી હતી. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ પરીક્ષાઓ રદ કરવાની માગણી કરી ચૂક્યા છે. 

તમામ રાજ્યપાલો સાથે પણ પીએમ મોદીની આજે બેઠક
દેશમાં કોરોના વાયરસની બેકાબૂ થઈ રહેલી સ્થિતિ જોતા પીએમ મોદી આજે રાજ્યપાલો અને ઉપરાજ્યપાલો સાથે મહત્વની બેઠક કરશે. આ બેઠક સાંજે સાડા છ વાગે થશે જેમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ હાજર રહેશે. પીએમ મોદી આ બેઠકમાં કોરોના મહામારી અને રસી પર ચર્ચા કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news