વિધાનસભા ચૂંટણી પહેલા બિહારને મળી મોટી ભેટ, PM મોદીએ કહ્યું- 'NDA રાજમાં થાય છે બધાનો વિકાસ'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારમાં શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા 7 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યા. બિહારમાં વિધાનસભા ચૂંટણી અગાઉ યોજનાઓના શિલાન્યાસ અને ઉદ્ઘાટનનો સિલસિલો સતત ચાલુ છે. પીએમ મોદીએ આ યોજનાઓના શિલાન્યાસ-ઉદ્ઘાટન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કર્યા.
Trending Photos
પટણા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે બિહાર (Bihar) માં શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા 7 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યા. બિહારમાં વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Eletions 2020) અગાઉ યોજનાઓના શિલાન્યાસ અને ઉદ્ઘાટનનો સિલસિલો સતત ચાલુ છે. પીએમ મોદીએ આ યોજનાઓના શિલાન્યાસ-ઉદ્ઘાટન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કર્યા. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે આજનો આ કાર્યક્રમ એક વિશેષ દિવસે થઈ રહ્યો છે. આજે આપણે Engineers Day ઉજવીએ છીએ. આ દિવસે દેશના મહાન એન્જિનિયર એમ. વિશ્વેશ્વરૈયાજીની જન્મજયંતિ છે અને આજનો આ દિવસ તેમને સમર્પિત છે. આપણા ભારતીય એન્જિનિયરોએ આપણા દેશ અને દુનિયાના નિર્માણમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે કામને લઈને સમર્પણ હોય કે પછી બારીક નજર, ભારતીય એન્જિનિયરોની દુનિયામાં એક અલગ ઓળખ છે. આપણને ગર્વ છે કે આપણા એન્જિનિયરો દેશના વિકાસને મજબૂતાઈથી આગળ વધારી રહ્યાં છે. બિહાર તો દેશના વિકાસને નવી ઊઁચાઈ આપનારા લાખો એન્જિનિયર આપે છે.
તેમણે વધુમાં કહ્યું કે બિહારની ધરતી તો આવિષ્કાર અને ઈનોવેશનનો પર્યાય રહી છે. બિહારના કેટલાય દીકરાઓ દર વર્ષે દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ સંસ્થાનોમાં પહોંચે છે અને પોતાની ચમક દેખાડે છે. તેમણે કહ્યું કે એક સમય એવો આવ્યો હતો કે જ્યારે બિહારમાં મૂળ સુવિધાઓના નિર્માણની જગ્યાએ પ્રાથમિકતાઓ અને પ્રતિબદ્ધતાઓ બદલાઈ ગઈ. રાજ્યમાં ગવર્નન્સથી ફોકસ જ હટી ગયું. જેનું પરિણામ એ આવ્યું કે બિહારના ગામડાઓ પછાત થતા ગયા અને જે શહેરો એક સમયે સમૃદ્ધિનું પ્રતિક હતાં તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ થયા જ નહીં.
પીએમ મોદીએ કહ્યું કે રસ્તાઓ હોય, ગલીઓ હોય, પીવાનું પાણી હોય કે પછી સીવરેજ હોય એવી અનેક મૂળભૂત સમસ્યાઓને કા તો ટાળી દેવાઈ અથવા તો પછી જ્યારે પણ તેના અંગે કામ થયા તે કૌભાંડોને ભેટ ચડી ગયા. જ્યારે શાસન પર સ્વાર્થ હાવી થાય છે, વોટબેંકનું તંત્ર સિસ્ટમને દબાવવા લાગે છે ત્યારે સૌથી વધુ અસર સમાજના તે વર્ગ ઉપર પડે છે જે પીડિત છે, વંચિત છે, શોષિત છે. બિહારના લોકોએ આ દર્દને દાયકાથી સહન કર્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા દોઢ દાયકાથી નીતિશજી, સુશીલજી અને તેમની ટીમ સમાજના સૌથી નબળા વર્ગના આત્મવિશ્વાસને પાછો લાવવાનો પ્રયત્ન કરી રહી છે. જે પ્રકારે દીકરીઓના અભ્યાસ, અને પંચાયતી રાજ સહિત સ્થાનિક સંસ્થાઓમાં વંચિત અને શોષિત સમાજની ભાગીદારીને પ્રાથમિકતા આપવામાં આવી છે તેનાથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે.
અત્રે જણાવવાનું કે આ 7 પ્રોજેક્ટ્સમાંથી ચાર પ્રોજેક્ટ્સ જળ આપૂર્તિ સંબંધિત, બે પ્રોજેક્ટ્સ સીવરેજ ટ્રીટમેન્ટ માટે અને એક પ્રોજેક્ટ રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ સંલગ્ન છે. આ તમામ પ્રોજેક્ટનો ખર્ચ 541 કરોડ રૂપિયા છે. આ અવસરે મુખ્યમંત્રી નીતિશકુમાર પણ હાજર રહ્યા હતાં.
પીએમ મોદીએ પટણા નગર નિગમ ક્ષેત્ર હેઠળના બેઉરમાં નમામિ ગંગે યોજના હેઠળ બનાવવામાં આવેલા સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું. તેમણે પટણા નગર નિગમ ક્ષેત્રમાં જ કરમલીચકમાં નમામિ ગંગે યોજના હેઠળ બનાવવામાં આવેલા સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું.
આ બાજુ મુંગેર નગર નિગમમાં AMRUT યોજના હેઠળ મુંગેર જલાપૂર્તિ યોજનાનો પીએમ મોદીએ શિલાન્યાસ કર્યો. યોજના પૂર્ણ થશે ત્યારબાદ નગર નિગમ ક્ષેત્રના રહીશોને પાઈપલાઈનના માધ્યમથી શુદ્ધ પાણી ઉપલબ્ધ થશે. આ સાથે જ પીએમ મોદીએ નગર પરિષદ જમાલપુરમાં પણ AMRUT યોજના હેઠળ જમાલપુર જલાપૂર્તિ યોજનાનો શિલાન્યાસ કર્યો.
નમામિ ગંગે યોજના હેઠળ મુઝફ્ફરનગરમાં રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ યોજનાનો શિલાન્યાસ પણ પીએમ મોદીએ કર્યો. જે હેઠળ મુઝફ્ફરપુર શહેરના ત્રણેય ઘાટો (પૂર્વ અખાડા ઘાટ, સીડી ઘાટ, ચંદવારા ઘાટ)નો વિકાસ કરાશે. રિવર ફ્રન્ટ પર અનેક પ્રકારની મૂળભૂત સુવિધાઓ જેમ કે શૌચાલય, ચેન્જિંગ રૂમ, વોચ ટાવર વગેરે ઉપલબ્ધ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે