PM મોદીએ કહ્યું- કૃષિમાં પ્રાઇવેટ સેક્ટરને પ્રોત્સાહન આપવાનો સમય આવી ગયો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ અહીં પોતાના સંબોધનમાં કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટરમાં સાથે આવવું પડશે, દેશના નાના ખેડૂતોને ધ્યાનમાં રાખતાં સરકારે ઘણા નિર્ણય લીધા છે. પીએમ મોદી (PM Narendra Modi)એ કહ્યું કે નાના ખેડૂતોને તાકાત આપતાં જ કૃષિ ક્ષેત્રનું ભલું થશે. 

PM મોદીએ કહ્યું- કૃષિમાં પ્રાઇવેટ સેક્ટરને પ્રોત્સાહન આપવાનો સમય આવી ગયો છે

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) ની રસી (Corona Vaccine) લગાવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નું કામ કરવાનું ચાલુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ સોમવારે એક વેબિનારને સંબોધિત કર્યો, જેમાં બજેટ (Budget ) માં કૃષિ ક્ષેત્ર (Agriculture Sector) પર કયા પ્રકારે ફોકસ રાખવામાં આવ્યું છે તેના પર ચર્ચા થઇ. પીએમ મોદી (PM Modi) એ કહ્યું કે હવે સમય આવી ગયો છે જ્યારે કૃષિ સેક્ટરમાં પ્રાઇવેટ પ્લેયર્સને બળ આપવામાં આવે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ અહીં પોતાના સંબોધનમાં કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટરમાં સાથે આવવું પડશે, દેશના નાના ખેડૂતોને ધ્યાનમાં રાખતાં સરકારે ઘણા નિર્ણય લીધા છે. પીએમ મોદી (PM Narendra Modi)એ કહ્યું કે નાના ખેડૂતોને તાકાત આપતાં જ કૃષિ ક્ષેત્રનું ભલું થશે. 

પીએમ મોદી (PM Narendra Modi)એ પોતાના સંબોધનમાં કહ્યું કે બજેટમાં એવા ઘણા એવા નિર્ણય લેવામાં આવ્યા છે, જેનાથી સરકારના વિઝનની ખબર પડે છે. પીએમ મોદીએ કહ્યું કે જો ત્રણ દાયદા પહેલાં આ કામ થઇ જાય તો ખૂબ સારું થાય, પરંતુ હવે આપણે વર્તમાન અને ભવિષ્યને જોઇને કામ કરવું પડશે. 

પીએમ મોદી (PM Narendra Modi)એ કહ્યું કે ફૂડ પ્રોસેસિંગ દ્રારા ખેડૂતો સાથે-સાથે પ્રાઇવેટ પબ્લિક સેક્ટરને બળ મળશે. ખેડૂતોની ઉપજને વધુ વિકલ્પ મળવો, સમયની માંગ હવે માંગડાઓની પાસે જ એગ્રો ઇંડસ્ટ્રીની સંખ્યા વધારવાની રહેશે જેથી રોજગાર અહીં જ મળશે.

પ્રાઇવેટ સેક્ટરને પ્રોત્સાહન આપવાની જરૂર
પોતાના સંબોધનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ખેતીની સાથે મત્સ્ય ક્ષેત્રમાં પણ અમારું ધ્યાન છે. પીએમ મોદીએ કહ્યું કે કોવિડ બાદ રેડી ટૂ ઇટ, રેડી ટૂ કુક જેવી પ્રોડક્ટની ડિમાન્ડ વધી ગઇ છે. પીએમ મોદીએ કહ્યું કે કિસાન રેલથી નાના ખેડૂતોને ફાયદો થયો છે. પીએમ મોદીએ કહ્યું કે હવે અલગ-અલગ જિલ્લાઓને જોડવા માટે કલસ્ટર બનાવવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. 

પીએમ મોદીએ કહ્યું કે નાના ખેડૂતો ટ્રેક્ટર લઇ શકતા નથી, એવામાં ટ્રેક્ટરને ભાડે આપવાની સુવિધા પર ભાર મુકવામાં આવે. પીએમ મોદીએ કહ્યું કે માટીની તપાસને લઇને ખેડૂતોને જાગૃત કરવા જોઇએ. પીએમ મોદીએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કૃષિમાં પણ પ્રાઇવેટ સેક્ટરની ભાગીદારી વધે, ફક્ત બીજ સુધી જ નહી પરંતુ તેને આગળ વધારવું જોઇએ. 

પીએમ મોદીએ કહ્યું કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ લાંબા સમયથી દેશમાં થાય છે, પરંતુ તેને વેપારથી આગળ વધારવા પર ભાર મુકવો જોઇએ જ્યાં ખેડૂતોને વધુ ફાયદો થઇ શકે. પીએમ મોદીએ કહ્યું કે કૃષિ ક્ષેત્ર માટે પણ ભલામણ આવશે, સરકાર તેનાપર કામ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news