15મું G-20 શિખર સંમેલન આજથી શરૂ, PM મોદી સહિત 20 દેશોના પ્રમુખ થશે સામેલ
સાઉદી અરબ (Saudi Arabaia)માં આજે શનિવારે G-20 દેશોના શિખર સંમેલન (G-20 Summit)ની શરૂઆત થશે. દુનિયાના 20 દેશોના પ્રમુખ જી-20 દેશોના શિખર સંમેલનના વર્ચુઅલ મંચ પર જોડાશે.
Trending Photos
રિયાદ: સાઉદી અરબ (Saudi Arabaia)માં આજે શનિવારે G-20 દેશોના શિખર સંમેલન (G-20 Summit)ની શરૂઆત થશે. દુનિયાના 20 દેશોના પ્રમુખ જી-20 દેશોના શિખર સંમેલનના વર્ચુઅલ મંચ પર જોડાશે. આ મીટિંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ સામેલ થશે.
તમને જણાવી દઇએ કે કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણ જેવા અનેક ઘણા વૈશ્વિક સંકટો પર મંથન કરવા માટે વર્ષનું બીજું G-20 શિખર સમંલન આજથી શરૂ થઇ રહ્યું છે. કોરોનાકાળમાં શિખર સંમેલન ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે કારણ કે તેમાં કોરોના સંકટ સહિત ઘણા દેશોના વચ્ચે પરસ્પર સંબંધોને મુદ્દા પર પણ વિચાર-વિમર્શ થવાની છે.
15મા G-20 શિખર સંમેલનની અધ્યક્ષતા સાઉદી અરબ (Saudi Arabia)ના કિંગ સલમાન કરશે. શિખર સંમેલનને 'તમામ માટે 21મી સદીના અવસરોનો અહેસાસ' વિષય પર આયોજિત કરવામાં આવી રહ્યું છે. G-20 શિખર સંમેલન 21-22 નવેમ્બર સુધી ચાલશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે