PM Modi એ કોરોનાની રસી લીધી, લોકોને કરી આ ખાસ અપીલ
પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દિલ્હી એમ્સ ખાતે કોરોના રસીનો પહેલો ડોઝ લીધો. આ સાથે જ લોકોને અપીલ કરી કે જે લોકો પણ આ રસી લેવા પાત્ર છે તેઓ ખાસ આ રસી મૂકાવે. બધા ભેગા મળીને આપણે ભારતને કોવિડ-19 મુક્ત કરીએ.
Trending Photos
નવી દિલ્હી: કોરોના (Corona Virus) રસીકરણનો ત્રીજો તબક્કો આજથી શરૂ થઈ ગયો છે. આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પણ દિલ્હી એમ્સ ખાતે કોરોના રસીનો પહેલો ડોઝ લીધો. પીએમ મોદી સવાર સવારમાં દિલ્હી એમ્સ પહોંચ્યા અને કોરોનાની રસી મૂકાવી. આ સાથે જ તેમણે લોકોને અપીલ પણ કરી.
લોકોને કરી આ અપીલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ટ્વીટ કરીને જાણ કરી કે તેમણે કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધો. તેમણે કહ્યું કે મે એમ્સમાં કોરોના રસીનો પહેલો ડોઝ લીધો. એ પ્રશંસનીય છે કે કેવી રીતે આપણા ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ કોરોના વિરુદ્ધ વૈશ્વિક લડતને મજબૂત કરવા માટે ત્વરિત સમયમાં કામ કર્યું છે. આ સાથે જ હું એ તમામ લોકોને અપીલ કરું છું જે લોકો આ રસી લેવા પાત્ર છે. બધા ભેગા મળીને આપણે ભારતને કોવિડ-19 મુક્ત કરીએ.
અત્રે જણાવવાનું કે આજથી કોરોના રસીકરણ અભિયાનનો ત્રીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. જે હેઠળ હવે 60 વર્ષથી ઉપરની વયના વડીલોને રસી આપવામાં આવશે. આ ઉપરાંત 45 વર્ષની ઉંમરવાળા એવા લોકોને પણ રસી અપાશે જેઓ પહેલેથી કોઈ મોટી બીમારીથી પીડાઈ રહ્યા છે.
Took my first dose of the COVID-19 vaccine at AIIMS.
Remarkable how our doctors and scientists have worked in quick time to strengthen the global fight against COVID-19.
I appeal to all those who are eligible to take the vaccine. Together, let us make India COVID-19 free! pic.twitter.com/5z5cvAoMrv
— Narendra Modi (@narendramodi) March 1, 2021
સતત વધી રહ્યા છે કેસ
નોંધનીય છે કે દેશમાં બુધવારે 6 દિવસમાં ત્રીજીવાર સંક્રમણના 13 હજારથી વધુ કેસ આવ્યા. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત, પંજાબ, કર્ણાટક, અને જમ્મુ કાશ્મીર સહિત અનેક રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોવિડ-19ના વધતા કેસને ધ્યાનમાં રાખીને સ્થિતિને પહોંચી વળવામાં મદદ માટે ઉચ્ચ સ્તરની ટુકડી મોકલી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કોવિડ-19 રસીકરણના આગામી તબક્કાના અભિયાનને લઈને નિર્ણય કરવામાં આવ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે