Lakhimpur Kheri Violence: મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા, મોતના કારણ અંગે ચોંકાવનારો ખુલાસો

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના લખીમપુર ખીરીમાં રવિવારે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં મૃત્યુ પામેલા લોકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયા છે.

Lakhimpur Kheri Violence: મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા, મોતના કારણ અંગે ચોંકાવનારો ખુલાસો

લખનૌ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના લખીમપુર ખીરીમાં રવિવારે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં મૃત્યુ પામેલા લોકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયા છે. જેનાથી ખુલાસો થયો છે કે કોઈ પણ ખેડૂતનું મોત ગોળી લાગવાથી થયું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ કોઈનું મોત ઢસાડવવાથી તો કોઈનું મોત લાકડી-ડંડાથી પીટાઈ થવાના કારણે થયું છે. 

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું મોતનું કારણ
1. લવપ્રીત સિંહ (ખેડૂત): ઢસડાવવાથી થયું મોત, શરીર પર ઈજાના નિશાન મળ્યા. શોક અને હેમરેજના કારણે થયું મોત
2. ગુરવિન્દર સિંહ (ખેડૂત): બે ઈજા  અને ઢસડાવવાના નિશાન મળ્યા. ધારદાર કે અણીદાર વસ્તીથી થઈ ઈજા. મોતનું કારણ શોક અને હેમરેજ
3. દલજીત સિંહ (ખેડૂત): શરીર પર અનેક જગ્યાએ ઢસડાવવાના નિશાન, આ જ મોતનું કારણ બન્યું. 
4. છત્ર સિંહ (ખેડૂત): મોત પહેલા શોક, હેમરેજ અને કોમા. ઢસડાવવાના પણ નિશાન.
6. શુભમ મિશ્રા (ભાજપ નેતા): લાકડી અને ડંડાથી થઈ પીટાઈ, શરીર પર ડઝન કરતા વધુ જગ્યાએ ઈજાના નિશાન મળ્યા. 
7. શ્યામ સુંદર (ભાજપ કાર્યકર): લાકડી અને ડંડાથી પીટાઈ. ઢસડાવવાથી ડઝન જેટલી ઈજા થઈ. 
8. હરિઓમ મિશ્રા (અજય મિશ્રાનો ડ્રાઈવર)- લાકડી ડંડાથી પીટાઈ. શરીર પર અનેક જગ્યાએ ઈજાના નિશાન, મોત પહેલા શોક અને હેમરેજ.
8. રમણ કશ્યપ (સ્થાનિક પત્રકાર)- શરીર પર મારપીટના ગંભીર નિશાન, શોક અને હેમરેજથી થયું મોત

કોણે રચ્યું લખીમપુર ખીરી હિંસાનું ષડયંત્ર?
આખરે લખીમપુર ખીરી હિંસાનું ષડયંત્ર કોણે રચ્યું અને લોકોના મોત માટે જવાબદાર કોણ છે. શું લખીમપુર ખીરીમાં ખેડૂતોની વચ્ચે  અરાજક તત્વો પણ સામેલ હતા. આ કેટલાક એવા સવાલ છે જેના જવાબ મળવાના હજુ બાકી છે. યુપી સરકારે હાઈકોર્ટના રિટાયર્ડ જજ પાસે મામલાની તપાસ કરાવવાની જાહેરાત કરી છે. પરંતુ આ બધા વચ્ચે હિંસા અંગે રાજકીય ઘમાસાણ પણ સતત ચાલુ છે. 

સીએમ યોગીએ કડક કાર્યવાહનો કર્યો વાયદો
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહીનો ભરોસો વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું છે કે આ સમગ્ર મામલાની તપાસ હાઈકોર્ટના રિટાયર્ડ જજ પાસે કરાવવામાં આવશે. હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિજનોને 45-45 લાખ રૂપિયા અને ઘાયલોને 10-10 લાખ રૂપિયા વળતર આપવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news