આકરો ઝટકો! વિજળી થશે મોંઘી, સરકારે લાગૂ કર્યો નિયમ; ખિસ્સા પર પડશે સીધી અસર
વધતી જતી મોંઘવારીએ સામાન્ય જનતાની કમર તોડી દીધી છે. પેટ્રોલ-ડીઝલથી માંડીને ખાણી પીણીનો સામાન પણ મોંઘો થઇ રહ્યો છે. આ દરમિયાન ફરી એકવાર આકરો આંચકો લાગી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: વધતી જતી મોંઘવારીએ સામાન્ય જનતાની કમર તોડી દીધી છે. પેટ્રોલ-ડીઝલથી માંડીને ખાણી પીણીનો સામાન પણ મોંઘો થઇ રહ્યો છે. આ દરમિયાન ફરી એકવાર આકરો આંચકો લાગી શકે છે. દેશમાં પાવર જેનેરેટિંગ કંપનીઓ સાથે-સાથે પાવર ડિસ્ટ્રીબ્યૂશન કંપની (ડિસ્કોમ) ભારે નુકસાન વેઠી રહી છે.
દેશમાં પાવર સેક્ટરની સ્થિતિ ખરાબ છે. ભારત મોટાપાયે કોલ આયાત કરે છે અને દેશમાં ઉર્જાનું મુખ્ય સાધન કોલસો જ છે. એવામાં નોંધનીય છે કે જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં ફ્યૂલ પ્રાઇઝ વધશે તો પાવર જેનેરેટિંગ કંપનીઓનો ખર્ચ પણ વધશે. કોલ ક્રાઇસિસની ઘટના બાદ પાવર મિનિસ્ટ્રીએ ઓટોમેટિક પાસ-થ્રૂ મોડલને લઇને નિર્દેશ જાહેર કર્યા છે.
સામાન્ય જનતાને લાગશે આંચકો!
Automatic Pass-through Model હેઠળ જો ફ્યૂચર કોન્ટ્રાક્ટ બાદ ફ્યૂલનો ભાવ વધી ગયો છે તો સરકારી ડિસ્કોમની ઉપર એડિશનલ બોજો હશે. ડિસ્કોમને પાવર પ્લાન્ટને કોન્ટ્રાક્ટના મુકાબલે વધુ કિંમત ચૂકવવી પડશે. જોકે આ પગલાંથી પાવર જનરેટિંગ કંપનીઓની નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, કારણ કે તેમણે વધેલી કિંમત મુજબ પૈસા મળશે. પરંતુ સરકારના આ નિર્ણયથી પાવર ડિસ્ટ્રીબ્યૂશન કંપનીઓ એટલે કે ડિસ્કોમની કથળેલી સ્થિતિ વધુ બગડી શકે છે.
ભાવ વધારો બની શકે છે મુશ્કેલ
ડિસ્કોમનું કામ વિજળીનું ડિસ્ટ્રીબ્યૂશન છે અને જનતા પાસે તેના બદલામાં પૈસા વસૂલવાનું છે. એવામાં જ્યારે ફ્યૂલના ભાવ વધશે તો ડિસ્કોમ વિજળી ખરીદવા માટે પાવર પ્રોડ્યૂસર્સને વધુ ભાવ ચૂકવવા પડશે, પરંતુ રાજકીય દબાણ અને જનતાના વિરોધના કારણે વિજળીના ભાવ (પાવર ટેરિફ) ને વધારવી મુશ્કેલ થશે. તેમછતાં ડિસ્કોમ મજબૂરીમાં પાવર ટેરિફ વધારવાનો નિર્ણય લેશે અને તેની અસર આમ જનતાના ખિસ્સા પર પડશે. નિશ્વિતપણે જનતાને વિજળી માટે પહેલાં કરતાં વધુ ચૂકવવવી પડશે.
પાવર મિનિસ્ટ્રીએ લીધો આ નિર્ણય
કોલ ક્રાઇસિસની ઘટના બાદ દેશના ડઝનો પાવર પ્લાન્ટ્સને કામ કરવાનું બંધ કરી દીધું છે કારણ કે તેમની પાસે વિજળી ઉત્પાદન માટે કોલસો ન હતો. પ્રાઇવેટ કંપનીઓને કોલસો કંપનીઓને એડવાન્સમાં પેમેન્ટ કરવો પડતો હતો. લિક્વિડિટીના અભાવે તેમની પાસે સ્ટોરેજનો વિકલ્પ નથી. એવામાં સરકારે આ નિર્ણય લેવો પડ્યો.
કેટલાક રાજ્યોમાં મોડલ પહેલાંથી જ લાગૂ
ઇલેક્ટ્રિસિટી એક્ટ સેક્શન 62(4) માં કહેવામાં આવ્યું છે કે જો ફ્યૂલના ભાવમાં ફેરફાર થાય છે તો પાવર ટેરિફને એક વર્ષમાં ઘણીવાર અપડેટ કરી શકાય છે. હાલમાં પણ કેટલાક એવા રાજ્ય છે જ્યાં આ (ફ્યૂલ સરચાર્જ એડજન્ટમેન્ટ) મોડલ પર કામ કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે Automatic Pass-through Model સંપૂર્ણપણે ઓટોમેટિક નહી હોય. જ્યારે કોન્ટ્રાક્ટ રેટમાં કોઇપણ પ્રકારનો ફેરફાર થશે તો તે પહેલાં સ્ટેટ કમીશનની મંજૂરી લેવી પડશે. પાવર મંત્રાલયે નવા મોડલને લઇને 9 નવેમ્બરના રોજ નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે તેની વેબસાઇટ પર આ જાણકારી 11 નવેમ્બરના રોજ અપડેટ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે