ઈસરો એક સાથે 28 દેશોના સેટેલાઈટ અંતરીક્ષમાં લોન્ચ કરશે, તડામાર તૈયારીના જુઓ PHOTOS
અંતરીક્ષમાં સતત સફળતાના નવા શિખરો સર કરતુ ભારત એક એપ્રિલના રોજ એક નવો કિર્તીમાન સ્થાપવા જઈ રહ્યું છે. ઈસરો એમિસેટ ઉપગ્રહ અને અમેરિકા તથા સ્પેન સહિત 28 દેશોના ઉપગ્રહોને એક એપ્રિલના રોજ શ્રીહરિકોટાના અંતરીક્ષ કેન્દ્રથી લોન્ચ કરશે.
Trending Photos
બેંગ્લુરુ: અંતરીક્ષમાં સતત સફળતાના નવા શિખરો સર કરતુ ભારત એક એપ્રિલના રોજ એક નવો કિર્તીમાન સ્થાપવા જઈ રહ્યું છે. ઈસરો એમિસેટ ઉપગ્રહ અને અમેરિકા તથા સ્પેન સહિત 28 દેશોના ઉપગ્રહોને એક એપ્રિલના રોજ શ્રીહરિકોટાના અંતરીક્ષ કેન્દ્રથી લોન્ચ કરશે.
438 કિલોગ્રામના એમિસેટ અને અન્ય ઉપગ્રહો ચેન્નાઈથી 100 કિમી દૂર આવેલા શ્રીહરિકોટાના સતીષ ધવન અંતરીક્ષ કેન્દ્રના પીએસએલવી સી-45 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. જો કે લોન્ચિંગ હવામાન પર નિર્ભર કરશે. આ માટે શ્રીહરિકોટાના અંતરીક્ષ કેન્દ્રમાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે.
🇮🇳 #ISROMissions 🇮🇳#PSLVC45 set to launch #EMISAT and 28 foreign satellites from Satish Dhawan Space Centre in Sriharikota on April 1, 2019, subject to weather conditions. Updates will continue. pic.twitter.com/xs5ZLT5Jt3
— ISRO (@isro) March 25, 2019
ઈસરો તરફથી ટ્વિટર પર અપાયેલી જાણકારીઓમાં આ લોન્ચિંગની મહત્વની અપડેટ્સ આપવામાં આવી છે. કયા પ્રકારે એમિસેટ ઉપગ્રહ અને અમેરિકા તથા સ્પેન સહિત અન્ય 28 દેશોના ઉપગ્રહોની લોન્ચિંગની તૈયારીઓ કેવી ચાલી રહી છે તે જણાવવામાં આવ્યું છે.
🇮🇳 #ISROMissions 🇮🇳
An image taken moments before the #PSLVC45 heat shield getting locked with the payloads intact inside. The launch with #EMISAT and 28 foreign satellites on board is scheduled at 09:30 am (IST) from Sriharikota on April 1.
Updates will continue. pic.twitter.com/Eeie6s62at
— ISRO (@isro) March 27, 2019
આ દરમિયાન ઈસરો તરફથી PSLVC-45 હીટ શીલ્ડને પેલોડ સાથે બંધ કરવાની ગણતરીના સમય પહેલાની તસવીરને પણ શેર કરવામાં આવી. આ રીતે ઈસરોએ તસવીર દ્વારા દેખાડ્યું કે સેટેલાઈટના અંતરીક્ષમાં લોન્ચિંગ પહેલા કઈ રીતે તૈયારીઓ કરાય છે.
🇮🇳 #ISROMissions 🇮🇳#PSLVC45 has moved to the 'umbilical tower' today at the Satish Dhawan Space Centre in Sriharikota. Electrical checks are on now ahead of scheduled launch with #EMISAT & 28 foreign satellites on board, on April 1 at 09:30 am (IST).
Our updates will continue. pic.twitter.com/Ba1jSzibDG
— ISRO (@isro) March 28, 2019
ઈસરો તરફથી PSLVC-45ને સતીષ ધવન સ્પેસ સેન્ટરમાં લોન્ચિંગ ઉડાણ અગાઉ Umbilical Tower પર રાખવાની તસવીર પણ શેર કરવામાં આવી છે. આ સાથે જ જણાવવામાં આવ્યું છે કે ઉપગ્રહોના લોન્ચિંગ પહેલા વિદ્યુત તપાસ ચાલુ છે.
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે