રાહુલ ગાંધી નહિ, જાણી લો કોનું કોનું ગયું છે સભ્ય પદ, આવો છે કાયદો
Rahul Gandhi Parliament Membership Cancel : રાહુલ ગાંધીનું સંસદ સભ્ય પદ રદ..... સુરતની કોર્ટે ફટકારેલી સજા બાદ લોકસભા સચિવાલયની કાર્યવાહી.... રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થતાં ગરમાયું રાજકારણ.... કોંગ્રેસના કાર્યકરોએ કર્યું વિરોધ પ્રદર્શન... ભાજપે કહ્યું યોગ્ય કાર્યવાહી થઈ....
Trending Photos
Rahul Gandhi Not MP Now : ભારતનો રાજકીય ઈતિહાસ ભારે ઉથલપાથલ વાળો રહ્યો છે. ચાર વર્ષ પહેલા મોદી સરનેમ પર ટિપ્પણી કરનારા રાહુલ ગાંધીને આજે મોટો ઝટકો મળ્યો છે. રાહુલ ગાંધીને સંસદ સભ્ય પદ પરથી હાથ ધોવો પડ્યો છે. સાથે જ તેઓ આગામી 6 વર્ષ સુધી ચૂંટણી નહિ લડી શકે. આઝાદ ભારતમાં સંસદના ઈતિહાસમાં અગાઉ ઘણીવાર એવી ઘટના સામે આવી છે જેમાં સાંસદની સદસ્યતા રદ્દ કરવામાં આવી હોય. આ માટે જનપ્રતિનિધિ કાયદો અમલમાં છે. જેમાં નેતાઓના સભ્યપદને હટાવવાની જોગવાઈ છે. અગાઉ અનેક નેતાઓએ આ રીતે પોતાનું સભ્યપદ ગુમાવ્યુ છે. સાથે જ જે કાયદા અંતર્ગત રાહુલ ગાંધીનું સભ્યપદ ગયું છે તે જનપ્રતિનિધિ કાયદો શું છે તે પણ જાણી લઈએ.
કોનું કોનું ગયું છે સભ્યપદ?
આઝમ ખાન - તત્કાલિન ધારાસભ્ય, રામપુર (યુપી)
અબ્દુલા આઝમ - તત્કાલિન ધારાસભ્ય, સ્વાર (યુપી)
વિક્રમ સૈની - તત્કાલિન ધારાસભ્ય, ખતૌલી (યુપી)
મોહમંદ ફૈઝલ - તત્કાલિન સાંસદ, લક્ષદ્વીપ
મમતા દેવી - તત્કાલિન ધારાસભ્ય, રામગઢ (ઝારખંડ)
ખબ્બુ તિવારી - તત્કાલિન ધારાસભ્ય, ગોસાઈગંજ (યુપી)
કુલદીપસિંહ સેંગર - તત્કાલિન ધારાસભ્ય, ઉન્નાવ સદર (યુપી)
અશોકસિંહ ચંદેર - તત્કાલિન ધારાસભ્ય, હમીરપુર (યુપી)
અનિલકુમાર સાહની - તત્કાલિન ધારાસભ્ય, કુરહાની (બિહાર)
અનંતસિંહ - તત્કાલિન ધારાસભ્ય, મોકામા (બિહાર)
શું છે નિયમ?
સંસદના નિયમાનુસાર કોઈપણ વ્યક્તિ જેને બે વર્ષ અથવા તેથી વધારે સજા થઈ હોય તેવી વ્યક્તિની સંસદની સદસ્યતા રદ્દ થઈ શકે છે. આવા મામલામાં સસદ દ્વારા જેતે વ્યક્તિ પર થયેલાં કેસ અંગે ગંભીર રીતે વિચાર કરવામાં આવે છે. લોકસભા અધ્યક્ષ આ મામલે જેતે સભ્યનું સભ્ય પદ રદ્દ પણ કરી શકે છે. તેના માટે સંસદમાં આ પ્રસ્તાવ પસાર કરવો પડે છે.
શું કહે છે જનપ્રતિનિધિ કાયદો?
વર્ષ 1951માં લાવવામાં આવ્યો હતો આ કાયદો
કાયદાની કલમ 8માં દોષિત મામલ છે મોટી જોગવાઈ
MP કે MLAને સજા મળે તો એ જ દિવસ સાબિત થાય છે દોષિત
દોષિત જાહેર થયાના દિવસથી 6 વર્ષ સુધી ન લડી શકે ચૂંટણી
કલમ 8(1)માં ગુનાનો ઉલ્લેખ છે, ચૂંટણી લડવા પર લાગી શકે રોક
બે સમુદાયો વચ્ચે વૈમનષ્ય વધારવી, ભ્રષ્ટાચાર મામલે થઈ શકે સજા
જનપ્રતિનિધિ જે આવા કેસમાં દોષિત ઠરે તો ન લડી શકે ચૂંટણી
માનહાનીના કેસમાં ચૂંટણી ન લડી શકે તેવો નથી ઉલ્લેખ
ગત વર્ષે SPના આઝમ ખાનનું ધારાસભ્ય પદ ગયું હતું
આઝમ ખાનને હેટ સ્પીચ મામલે ઠર્યા હતા દોષિત
કલમ 8(3)માં લખાયું છે કે 2 કે તેથી વધુ વર્ષી સજા પર સભ્યપદ જતું રહે
આગામી 6 વર્ષ સુધી ન લડી શકે ચૂંટણી
દાદી ઈન્દિરા ગાંધીનું પણ સભ્યપદ ગયું હતું
ભારતીય રાજનીતિના ઈતિહાસનો આ કિસ્સો અનોખો છે. વર્ષ 1978માં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનું પણ સભ્ય પદ છીનવી લેવાયું હતું. તેમના પર વિશેષાધિકાર ભંગ અને ગૃહની અવમાનનાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમના પર કામમાં અવરોધ, કેટલાક અધિકારીઓને ધમકાવવા, તેમનું શોષણ કરવાનો અને તેમને ખોટી રીતે ફસાવવાનો આરોપ હતો. એ પછી સંસદમાં એક સામાન્ય ઠરાવ દ્વારા 20 ડિસેમ્બર 1978ના રોજ તેમની સંસદની સદસ્યતા છીનવી લેવાઈ હતી. તેમજ સત્ર પૂરું ન થાય ત્યાં સુધી તેમને જેલમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે એક મહિના પછી લોકસભા દ્વારા તેમની હકાલપટ્ટી પાછી ખેંચી લેવામાં આવી હતી. 26 ડિસેમ્બર 1978ના રોજ ઇન્દિરા ગાંધીને જેલમુક્ત કરાયા હતાં.
હવે રાહુલ પાસે શું વિકલ્પ?
કાયદાના નિષ્ણાંતોના મતે રાહુલ પાસે હજુ પણ બે વિકલ્પ છે. કાયદાની રીતે આગળ ન વધે તો રાહુલને જેલમાં જવું પડે. તો બીજી તરફ, સભ્યપદ બચાવવા માટે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ જઈ શકે છે. માનહાનિ કેસમાં સજાથી રાહત મળે તો સભ્યપદ બચી શકે છે. આ માટે રાહુલ ગાંધીએ સજાની સામે સેશન્સ કોર્ટમાં જવું પડશે. હવે કોર્ટના નિર્ણય પર રાહુલ ગાંધીનું ભવિષ્ય નિર્ભર બન્યું છે. સેશન્સ કોર્ટમાં સજાથી રાહત મળે તો જ રાહુલ જેલમાં જતા બચી શકે છે. સેશન્સ કોર્ટમાંથી રાહત ન મળે તો રાહુલનું જેલમાં જવાનું નક્કી છે. સજાની સાથે આગામી 6 વર્ષ ચૂંટણી પણ નહીં લડી શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે