બીજેપી-RSSની માનસિકતા છે કે માત્ર પુરુષ જ દેશ ચલાવે : રાહુલ ગાંધી
રાહુલનો આરોપ છે કે પીએમ મોદી રેપની ઘટનાઓ વિશે કંઈ નથી બોલતા
Trending Photos
નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું છે કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનતા જ સંસદમાં આરક્ષણ બિલ લાવવામાં આવશે અને જો વર્તમાન સરકાર મહિલા આરક્ષણ બિલ લાવશે તો કોંગ્રેસ એનું સમર્થન કરશે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે સમાજની મહિલાઓને પુરુષોને સમકક્ષ લાવવા માટે કોંગ્રેસ પાર્ટી તમામ પ્રયાસ કરશે. કોગ્રેસ અધ્યક્ષે જણાવ્યું છે કે બીજેપી અને આરએસએસની વિચારધારા છે કે માત્ર પુરુષો જ દેશ ચલાવી શકે છે. કેન્દ્રની વર્તમાન સરકારને મહિલાઓની કદર નથી. પીએમ મોદી રેપની ઘટનાઓ વિશે કંઈ નથી બોલતા. છેલ્લા ચાર મહિનામાં મહિલાઓ પર જેટલા અત્યાચાર થયા છે એટલા છેલ્લા 70 વર્ષમાં નથી થયા.
રાહુલ ગાંધી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં મહિલા અધિકાર સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. આ સંમેલનમાં તેમણે કહ્યું કે આજે દેશમાં એ સ્થિતિ છે કે લોકો બીજેપીના ધારાસભ્યોથી પોતાની દીકરીઓની સુરક્ષા કરવા માટે મજબૂર છે. તેમણે કહ્યું કે સરકાર બેટી બચાઓ, બેટી પઢાઓની વાત તો કરે છે પણ હાલની સ્થિતિ જોઈને એ સમજાતું નથી કે બેટીઓને કઈ રીતે બચાવવામાં આવી રહી છે. આખા દેશમાં દીકરીઓ માટે અસુરક્ષાની ભાવના ઉભી થઈ ગઈ છે.
મહિલાઓ માટેની BJP-RSSની વિચારસરણી વિશે વાત કરતા રાહુલે આરોપ મૂકતા કહ્યું છે કે 'મહિલાઓ વિશેની વિચારધારામાં મોટો તફાવત છે. RSSમાં મહિલાઓના પ્રવેશ માટે પ્રતિબંધ છે. હું પુછવા માગુ છું કે આખરે RSSમાં મહિલાઓ માટે જગ્યા કેમ નથી? તેમને પદ કેમ નથી મળતા? મહિલાઓ સ્વયંસેવક કેમ નથી? ઉત્તર પ્રદેશમાં મહિલાઓ પર રેપ થાય છે પણ પ્રધાનમંત્રીના મોંમાંથી શબ્દ નથી નીકળતો. ઝારખંડમાં તેમજ દેશના અલગઅલગ વિસ્તારમાં રેપ થાય છે તો બીજેપી અધ્યક્ષ કે પ્રધાનમંત્રી એક પણ શબ્દ નથી બોલતા. આજે આખી દુનિયામાં કહેવાય છે કે ભારતમાં મહિલાઓ સુરક્ષિત નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે