Video Viral: ટ્રેન પકડતા લપસીને પાટા પર પડી મહિલા, પગ પર ચઢી ગયો કોચ

Video Viral: એક મહિલા ટ્રેન પકડવા જાય છે અને અચાનક તેનો પગ લપસી જાય છે. લપસીને મહિલા ટ્રેનના પાટા પર પડે છે. એટલા માં જ સામેથી પુરપાટ ઝડપે ટ્રેન આવે છે....

Video Viral: ટ્રેન પકડતા લપસીને પાટા પર પડી મહિલા, પગ પર ચઢી ગયો કોચ

Video Viral: હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. ત્યારે ભારે વરસાદને કારણે ઘણાં અકસ્માતની ઘટનાઓ બને છે. આવી જ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ઘટના બાદ તે સ્થળનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા ટ્રેન પકડવા જાય છે અને અચાનક તેનો પગ લપસી જાય છે. લપસીને મહિલા ટ્રેનના પાટા પર પડે છે. પુરપાટ ઝડપે આવતો ટ્રેનનો કોચ મહિલાના પગ પર ચઢી જાય છે. જાણો પછી શું થાય છે...

આ ઘટના છે મુંબઈની. મુંબઈમાં હાલ અતિભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં 12 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચુક્યો છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. એટલું જ નહીં મુંબઈની જીવાદોરી સમાન લોક ટ્રેનો પણ આને કારણે અટવાઈ ગઈ છે. એવામાં અકસ્માતોની સંભાવનાઓ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં મુંબઈમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક મહિલા લોકલ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરે છે. અચાનક તેનો પગ લપસી જાય છે અને આ મહિલા પાટા પર પડી જાય છે અને ઝડપભેર ચાલતી ટ્રેનનો કોચ તેના પર ફરી વળે છે.

ઉલ્લેખનીય છેકે, મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. પરિણામે મધ્ય રેલવે લોકલ સેવાઓ અને ટ્રાન્સ હાર્બર લોકલ સેવાઓ મોડી દોડી રહી હતી. જેના કારણે તમામ સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી હતી. દરમિયાન નવી મુંબઈના બેલાપુર સ્ટેશન પર લોકલ પકડવાનો પ્રયાસ કરતી વખતે એક મહિલાએ બંને પગ ગુમાવવા પડ્યા.

મુંબઈમાં રાતથી સતત વરસાદ પડી રહ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદની અસર લોકલ પર પણ પડી છે. પાટા પર પાણી ભરાવાને કારણે મધ્ય રેલવે, હાર્બર રેલવે ઠપ્પ થઈ ગઈ હતી. જેના કારણે રેલવે સ્ટેશનો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જોકે વરસાદ ધીમો થયા બાદ સ્થાનિક સેવાઓ ધીમે ધીમે પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. દરમિયાન, નવી મુંબઈમાં એક ગમખ્વાર અકસ્માત થયો છે જેમાં  એક મહિલાએ લોકલ ટ્રેન નીચે આવીને તેના બંને પગ ગુમાવ્યા છે.
 

— Bharat Ghandat (@GhandatMangal) July 8, 2024

 

બૂમો પાડતાં મોટરમેને ટ્રેન રોકી-
પ્રકાશમાં આવેલી માહિતી અનુસાર, પનવેલ સ્ટેશનથી થાણે જતી ટ્રેન બેલાપુર સીબીડી સ્ટેશન પર પહોંચી ત્યારે એક મહિલા લપસીને ટ્રેક પર પડી હતી. આ દરમિયાન ટ્રેન તેના બંને પગ ઉપર ચડી જતાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. નાગરિકોએ બૂમો પાડતાં મોટરમેને ટ્રેન રોકી હતી અને મહિલાને બહાર કાઢી હતી. જોકે આ અકસ્માતમાં મહિલાનો જીવ બચી ગયો હતો, પરંતુ હવે તેના પગ ગુમાવવા  પડ્યા છે.

ટ્રેન પકડવા જામી હતી ભારે ભીડ- 
રાતભર પડેલા ભારે વરસાદને કારણે કુર્લા, ચુનાભટ્ટી વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ઘણી ટ્રેનો હાર્બર પર મોડી દોડી રહી હતી જ્યારે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી.  બેલાપુરથી થાણે સુધી કલાકો સુધી કોઈ ટ્રેન ન હોવાથી મુસાફરોએ ટ્રેન પકડવા માટે ભીડ જમાવી હતી. સતત વરસાદને કારણે મુંબઈના આકાશમાં વિઝિબિલિટી ઘટી ગઈ છે. જેના કારણે મુંબઈ એરપોર્ટ પર પણ એર ટ્રાફિકને અસર થઈ છે. અત્યાર સુધીમાં લગભગ 27 ફ્લાઈટોને ડાયવર્ટ કરવામાં આવી છે.

કારણ વિના બહાર ના નીકળવા મુખ્યમંત્રીની અપીલઃ
મુંબઈમાં સર્વત્ર ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રોડ પર ટ્રાફિક જામ સર્જાયો છે અને રેલ્વે લાઇન પરના વાહનવ્યવહારને પણ અસર થઇ છે.  મુખ્યમંત્રીએ તમામ ઈમરજન્સી એજન્સીઓને હાઈ એલર્ટ પર રહેવાના નિર્દેશ આપ્યા છે. નાગરિકોએ જરૂરી હોય તો જ બહાર નીકળવું જોઈએ. તેમજ મુખ્યમંત્રીએ મુંબઈ મહાનગરપાલિકા, પોલીસ પ્રશાસન અને ઈમરજન્સી સેવાઓને સહકાર આપવા અપીલ કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news