'પબજી ને બના દી જોડી', ઓનલાઇન ગેમ રમતા થયો પ્રેમ, ઉત્તરાખંડની યુવતીએ મધ્યપ્રદેશના યુવક સાથે કરી લીધા લગ્ન
એમપીના રાયસેન જિલ્લામાં એક પ્રેમી કપલનું ઘર પબજી ગેમે વસાવી દીધું. રાયસેનના એક યુવક અને નૈનીતાલની યુવતી ગેમ રમતા એકબીજાના સંપર્કમાં આવ્યા અને પ્રેમ થઈ ગયો. આશરે બે વર્ષ સુધી લવ અફેર બાદ બંનેએ એક મહિના પહેલા લગ્ન કરી લીધા.
Trending Photos
રાયસેનઃ રબ ને બના દી જોડી- તેના ઘણા કિસ્સા તમે જરૂર સાંભળ્યા હશે. પબજી જેવી ઓનલાઇન ગેમના ચક્કરમાં બ્લેકમેલિંગ અને આપઘાત જેવી ઘટના વિશે તો તમે સમાચાર સાંભળ્યા હશે. પરંતુ મધ્ય પ્રદેશના રાયસેનમાં સંભવતઃ પ્રથમ મામલો આવ્યો છે જેમાં પબજીએ કોઈનું ઘર વસાવ્યું હોય. ઓનલાઇન ગેમ રમતા યુક અને યુવતી એકબીજાના સંપર્કમાં આવ્યા. બંને વચ્ચે પ્રેમ થયો અને તેણે લગ્ન કરી લીધા. તેના લગ્નને હવે એક મહિનો થઈ ગયો છે અને બંને ખુશીથી રહે છે.
ગેમ રમતા થયો પ્રેમ
રાયસેન જિલ્લાના એક યુવકને ઉત્તરાખંડના નૈનીતાલની એક યુવતી સાથે ઓનલાઇન ગેમ પબજી રમતા પ્રેમ થઈ ગયો. આખરે બે વર્ષ સુધી ચાલેલા પ્રેમ પ્રસંગ બાદ યુવતી નૈનીતાલથી ભાગી રાયસેન આવી ગઈ. ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા. તેની આ અનોખી પ્રેમ કહાનીનો ખુલાસો ત્યારે થયો જ્યારે યુવતીના પરિવારે નૈનીતાલ પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ કરી. નૈનીતાલ પોલીસ યુવતીને લેવા રાયસેન પહોંચી તો તેણે પરત જવાની ના પાડી દીધી હતી.
અઢી વર્ષ પહેલા આવ્યા સંપર્કમાં
રાયસેન શહેરના વોર્ડ નંબર 11માં રહેનાર યુવકે જણાવ્યું કે તે લગભગ અઢી વર્ષ પહેલા જ્યારે પબજી રમતા હતા, ત્યારે ઉત્તરાખંડના નૈનીતાલમાં રહેતી શીતલ સાથે તેની દોસ્તી થઈ હતી. થોડા દિવસ બાદ આ મિત્રતા આગળ વધી અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. ત્યારબાદ બંને એકબીજાના કોન્ટેક્ટ નંબર લઈને ચેટ કરવા લાગ્યા અને પછી વીડિયો કોલ કર્યો. લગ્ન પહેલા બંને માત્ર એકવાર મળ્યા હતા. એક મહિના પહેલા તેણે ભોપાલમાં લગ્ન કરી લીધા અને બંને સાથે રહેવા લાગ્યા.
નૈનીતાલથી ભાગીને રાયસેન આવી
યુવતી શીતલનું કહેવું છે કે તે નૈનીતાલમાં બીએસસીનો અભ્યાસ કરી રહી હતી. તેને પણ પબજી ગેમ રમવાનો શોખ હતો. ગેમ રમતા-રમતા યોગેશના સંપર્કમાં આવી. બે વર્ષ સુધી લવ અફેર બાદ તે નૈનીતાલથી ભાગીને રાયસેન આવી ગઈ અને બંનેએ લગ્ન કરી લીધા.
યુવતીએ પરત જવાની ના પાડી
યુવતીના ગાયબ થયા બાદ તેના પરિવારજનોએ ફરિયાદ કરી. તપાસ માટે નૈનીતાલ પોલીસ રાયસેન પહોંચી હતી. સ્થાનીક પોલીસની મદદથી રાયસેનના વોર્ડ 11માં રહેતા યોગેશ અને શીતલને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. બંનેના નિવેદન લેવામાં આવ્યા. આ દરમિયાન પોલીસે બંનેને સમજાવ્યા. નૈનીતાલ પોલીસ યુવતીને સાથે લઈ જવા ઈચ્છતી હતી. પરંતુ શીતલે ના પાડી દીધી. તેણે કહ્યું કે તે પોતાના પતિ સાથે રહેવા ઈચ્છે છે. તેણે પોતાની ઈચ્છાથી યોગેશ સાથે લગ્ન કર્યા છે. ત્યારબાદ નૈનીતાલ પોલીસ યુવતીને લીધા વગર ઉત્તરાખંડ પરત ફરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે