#IndiaKaDNA: પીએમ મોદીએ પાકિસ્તાનની કૂટનીતિની હાલત ખરાબ કરી નાખી- રાજ્યવર્ધન સિંહ રાઠોડ

2019ની લોકસભા ચૂંટણી અગાઉ ZEE NEWSના મંચ પર રાજકારણના મહાસંવાદ  'इंडिया का DNA'માં કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે ઝી ન્યૂઝના એડિટર સુધીર ચૌધરી સાથે વાત કરી.

#IndiaKaDNA: પીએમ મોદીએ પાકિસ્તાનની કૂટનીતિની હાલત ખરાબ કરી નાખી- રાજ્યવર્ધન સિંહ રાઠોડ

નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણી અગાઉ ZEE NEWSના મંચ પર રાજકારણના મહાસંવાદ  'इंडिया का DNA'માં કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે ઝી ન્યૂઝના એડિટર સુધીર ચૌધરી સાથે વાત કરી. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને કૂટનીતિમાં જ ખુબ પછાડ્યું છે. 2014માં લોકોને પીએમ મોદીનું ફક્ત નામ જ ખબર હતું પરંતુ 2019માં કામ ખબર છે. 

અંતરીક્ષમાં મજબુત થઈ સૈન્ય શક્તિ
રાઠોડે કહ્યું કે આજે આપણી સૈન્ય શક્તિ અંતરીક્ષમાં પણ છે. મજબુત સેના અને મજબુત નાગરિકોનું પ્રતિનિધિત્વ મજબુત રીતે થઈ રહ્યું છે. વિપક્ષ એકલા હાથે અમને પડકારી શકે નહીં આથી બધા એકસાથે આવી ગયા છે. 2019ની આ ચૂંટણી સારા અને ખરાબ વચ્ચેનું એક યુદ્ધ થઈ રહેશે. તેમણે કહ્યું કે રાજસ્થાનમાં આર્થિક આધાર પર અનામતનો લાભ યુવાઓને મળતો નથી. ખેડૂત સન્માન નિધિ હેઠળ 2000 રૂપિયા ખેડૂતોને આપવાની જાહેરાત બાદ રાજસ્થાનમાં 65 લાખમાંથી 30 લાખ ખેડૂતોની અરજી આવી પરંતુ રાજ્ય સરકારે તે અરજીઓ રોકી લીધી. જેથી કરીને તેમને લાભ ન મળે. 

રાજસ્થાનમાં પાર્ટીને કેટલી બેઠકો મળશે તેના પર કહ્યું કે હું તો સૈનિક છું. મને જે મોરચો મળ્યો છે તેના પર બરાબર લાગેલો છું. તેમણે કહ્યું કે જ્યારે જ્યારે તિરંગા માટે લડ્યો છું ત્યારે પોતાના માટે નહી પરંતુ દેશ માટે લડ્યો છું. સૈનિક ફક્ત પગાર માટે જીવ નથી આપતા પરંતુ એક જુસ્સા હેઠળ તેઓ પોતાના જીવની આહૂતિ આપે છે. જ્યારે જુસ્સો મોટો હોય ત્યારે તમારી અંદર તાકાત આવી જાય છે. 

આપણી આવનારી પેઢી માટે જંગ
આ જંગ આપણી આવનારી  પેઢી માટે છે. આ મહાભારતમાં કોઈ પણ મૂકદર્શક બનીને બેસી શકે નહીં. આ મહાભારતમાં તમારે પક્ષ લેવો પડશો. પરંતુ જીત હંમેશા સારાશની થાય છે. તેમણે કહ્યું કે સેના જંગ કરવા નથી માંગતી પરંતુ તે તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર રહેવા માંગે છે. જો તમે યુદ્ધ માટે પૂરેપૂરી રીતે તૈયાર રહેશો તો જ તમે મજબુત રહેશો. જ્યારે ડીઆરડીઓએ 2012માં યુપીએ સરકારને ASATનું પરીક્ષણ કરવાનું કહ્યું તો તેમણે હિંમત બતાવી નહીં. આ કામ મંજૂરી લઈને કરાતા નથી પરંતુ કરીને દુનિયાને દેખાડાય છે. આપણે એક જ પળમાં કોઈ પણ દુશ્મન દેશનો સેટેલાઈટ તોડી શકીએ છીએ.  

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news