આખરે કેમ સુપ્રિમ કોર્ટે રામ મંદિર કેસ માટે આજે શનિવારનો દિવસ પસંદ કર્યો? આ રહ્યું કારણ
દેશમાં સંભવિત ચર્ચિત તેમજ વિવાદિત અયોધ્યાના રામ જન્મભૂમિ (Ayodhya case) બાબરી મસ્જિદમાં આજે સવારે સાડા દસ કલાકે સુપ્રિમ કોર્ટ (Supreme Court) પોતાનો નિર્ણય આપશે. આ મામલાની સુનવણી પૂરી થયા બાદ દેશી શીર્ષ અદાલતે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ત્યારથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ (CJI Ranjay Gogoi) ના રિટાયર્ડમેન્ટ પહેલા આ કેસનો નિર્ણય આવશે.
Trending Photos
નવી દિલ્હી :દેશમાં સંભવિત ચર્ચિત તેમજ વિવાદિત અયોધ્યાના રામ જન્મભૂમિ (Ayodhya case) બાબરી મસ્જિદમાં આજે સવારે સાડા દસ કલાકે સુપ્રિમ કોર્ટ (Supreme Court) પોતાનો નિર્ણય આપશે. આ મામલાની સુનવણી પૂરી થયા બાદ દેશી શીર્ષ અદાલતે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ત્યારથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ (CJI Ranjay Gogoi) ના રિટાયર્ડમેન્ટ પહેલા આ કેસનો નિર્ણય આવશે.
ન્યાયાધીશ ગોગોઈ 17 નવેમ્બરના રોજ રિટાયર્ડ થઈ રહ્યાં છે. આમ તો અદાલત કોઈ પણ દિવસે બેસી શકે છે. આ મામલાને સાંભળી શકે છે, અને નિર્ણય આપી શકે છે. પરંતુ 17 નવેમ્બરના રોજ નવેમ્બર છે અને સામાન્યત આટલા મોટા મામલામાં નિર્ણય રજાના દિવસે આવતો નથી. સાથે જે દિવસે ન્યાયાધીશ રિટાયર્ડ થઈ રહ્યા છે, તે દિવસે મોટા કેસના નિર્ણય સામાન્ય રીતે સંભળાવવામાં આવતા નથી. આ પહેલા 16 નવેમ્બરના રોજ પણ શનિવારની રજા છે. આવામાં ન્યાયાધીશ રંજન ગોગોઈનો અંતિમ કાર્યદિવસ 15 નવેમ્બરના રોજ આવી રહ્યો છે. આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, અયોધ્યાના મામલાનું નિર્ણય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પીઠ 14 કે 15 નવેમ્બરના રોજ સંભળાવી શકે છે.
પરંતુ, તેમાં પણ એક પેચ સામે આવ્યો છે. સામાન્ય રીતે કોર્ટ કોઈ નિર્ણયને સંભળાવે છે, તો તેને સંબંધિત કોઈ ટેકનિકલ ગરબડી પર આગામી દિવસે સામાસામા પક્ષકારો એકવાર ફરીથી કોર્ટની શરણ લઈને આ ગરબડીને દૂર કરવા માટે અરજી કરે છે. તેમાં પણ એક કે બે દિવસ લાગી જાય છે. આ મામલામાં 14-15 નવેમ્બરના નિર્ણયની સ્થિતિમાં એક-બે દિવસ ખસીને 16-17 નવેમ્બર આવે છે. તેમ છતાં, ન તો કોર્ટ, ન તો સરકારથી, કોઈ પણ તરફથી આ સંકેત ન મળ્યો કે, અયોધ્યા મામલામાં નિર્ણય 14-15 નવેમ્બરથી પહેલા આવી શકે છે.
પછી અચાનક, શુક્રવારે રાત્રે આ સૂચના આવે છે કે, અયોધ્યા મામલા પર નિર્ણય શનિવારે સવારે સાડા દસ વાગ્યે સંભળાવવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, આ અચાનકની જાહેરાત આગોતરા વિચારવામાં આવેલી રણનીતિનો હિસ્સો છે, જે બહુ જ સંવેદનશીલ, ભાવનાઓ અને આસ્થાઓ સાથે જોડાયેલ મામલામાં અસામાજિક તત્વોને કોઈ પણ પ્રકારની અવળચંડાઈ કરવાનો મોકો ન મળે. તેથી શુક્રવારની રાતે જાહેર કરવામાં આવ્યું કે, એક રાત ગયા બાદ શનિવારની સવારે આ મામલાની સુનવણી કરવામાં આવશે.
દેશ અને ઉત્તર પ્રદેશમાં શાંતિ બનાવી રાખવા માટે તમામ તૈયારીઓ પૂરી કરી લેવાઈ છે. પ્રદેશ અને કેન્દ્ર સરકારે સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી લેવાઈ છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે