રેપ મુદ્દે દેશભરમાં આક્રોશથી સરકાર એક્શન મોડમાં; કાયદા મંત્રીએ કહ્યું- ર મહિનામાં પૂરી થાય તપાસ 

હૈદરાબાદ (Hyderabad) માં મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ (Gangrape) અને ત્યારબાદ નિર્દયતાથી હત્યા અને ઉન્નાવ (Unnao) માં દુષ્કર્મ પીડિતાને  બાળી મૂકવાની ઘટનાઓ  બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી ગઈ છે. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) કહ્યું છે કે તેઓ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને પત્ર લખવા જઈ રહ્યાં છે કે સગીરાઓ સાથે બળાત્કાર સહિત તમામ રેપ (Rape)  કેસની તપાસ 2 મહિનાની અંદર પૂરી થાય. 

રેપ મુદ્દે દેશભરમાં આક્રોશથી સરકાર એક્શન મોડમાં; કાયદા મંત્રીએ કહ્યું- ર મહિનામાં પૂરી થાય તપાસ 

નવી દિલ્હી: હૈદરાબાદ (Hyderabad) માં મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ (Gangrape) અને ત્યારબાદ નિર્દયતાથી હત્યા અને ઉન્નાવ (Unnao) માં દુષ્કર્મ પીડિતાને  બાળી મૂકવાની ઘટનાઓ  બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી ગઈ છે. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) કહ્યું છે કે તેઓ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને પત્ર લખવા જઈ રહ્યાં છે કે સગીરાઓ સાથે બળાત્કાર સહિત તમામ રેપ (Rape)  કેસની તપાસ 2 મહિનાની અંદર પૂરી થાય. 

— ANI (@ANI) December 7, 2019

પ્રસાદે કહ્યું કે સગીર બાળાઓ સાથે થનારા અપરાધો સહિત રેપના તમામ કેસોની તપાસ  બે મહિનામાં પૂરી થવી જોઈએ. આ અંગેના જરૂરી દિશા નિર્દેશ તેમણે પોતાના વિભાગને આપી દીધા છે. એટલું જ નહીં દેશમાં ફાસ્ટ ટ્રેક કોર્ટની માગણીને લઈને પણ તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ 1023 આવી કોર્ટની રચનાની મંજૂરી આપી દીધી છે. 

જુઓ LIVE TV

દેશભરમાં 1023 ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે
કાયદામંત્રીએ  કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કુલ 1023 નવી ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેમાંથી 400 કોર્ટ બનાવવા અંગે સહમતિ બની ગઈ છે. આ ઉપરાંત 160 કોર્ટ શરૂ થઈ ગઈ છે અને 704 ફાસ્ટ ટ્રેક કોર્ટ પહેલેથી કાર્યરત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news