આપણા બધાનું લક્ષ્ય એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનું છે, દિલ્હી આવેલા કલાકારોને બોલ્યા PM Modi
ગણતંત્ર દિવસ પરેડ 2021 (Republic Day Parade 2021) મા સામેલ થવા દિલ્હી આવેલા કલાકારો, એનસીસી કેડેટો અને એનએસએસ વોલેન્ટિયર્સ સાથે પીએમ મોદીએ રવિવારે મુલાકાત કરી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ કહ્યુ કે, કોરોનાએ ઘણા ફેરફાર કરી દીધા છે. માસ્ક અને બે ગજની દૂરી હવે તેમ લાગી રહ્યું છે દરરોજના જીવનની વસ્તુ બની ગઈ છે. પરંતુ આ બધા વચ્ચે લોકોના ઉત્સાહ અને ઉમંગમાં કોઈ કમી આવી નથી.
ગણતંત્ર દિવસ પરેડ 2021 (Republic Day Parade 2021) મા સામેલ થવા માટે દિલ્હી આવેલા NCC કેડેટ્સ, વોલેન્ટિયર્સ અને કલાકારોને પીએમ મોદી સંબોધિત કરી રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યુ, 'તમે દેશના ખુણે-ખુણાથી આવ્યા છો. રાજપથ પર અલગ અલગ રાજ્યોના ટેબ્લો પસાર થાય છે અને કલાકાર જ્યારે રાજપથ પર નિકળે છે તો દેશ ગર્વથી ભરાય જાય છે.'
#WATCH | I request you to come forward to help the country in COVID-19 vaccination. You have to provide the right information to the poor & general public... We have to defeat every system spreading misinformation & rumours: PM Narendra Modi to participants of Republic Day parade https://t.co/8M23Q7LZ4u pic.twitter.com/SU4CU6lbHb
— ANI (@ANI) January 24, 2021
પીએમે કહ્યુ, 'જ્યારે આપણા આદિવાસી સાથી રાજપથ પર જ્યારે પોતાનો જલવો દેખાડે છે તો સંપૂર્ણ ભારતમાં ખુશીઓનો રંગ ફેલાય છે. ગણતંત્ર દિવસની પરેડ વિશ્વના સૌથી મોટા લોકતંત્રના બંધારણને નમન કરે છે.' દિલ્હીમાં પડી રહેલી ભારે ઠંડીનો ઉલ્લેખ કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ, દિલ્હીમાં ખુબ ઠંડી પડી રહી છે. દક્ષિણ ભારતથી આવેલા કેડેટ, વોલેન્ટિયર્સ અને કલાકારોને વધુ મુશ્કેલી થતી હશે. તમારે ડ્રિલ માટે સવારે જલદી નિકળવુ પડતુ હશે. તમારા બધાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે