Vaccine ની કિંમત પર ભારત બાયોટેક બોલ્યું- 150 રૂપિયામાં લાંબા સમય સુધી સપ્લાય કરવી સંભવ નથી

દેશમાં કોરોના વિરૂદ્ધ ચાલી રહેલા રસીકરણમાં કેન્દ્ર સરકાર વેક્સિન નિર્માતા કંપની ભારત બાયોટેક અને સીરમ પાસેથી પ્રતિ ડોઝ 150 રૂપિયાની કિંમતે રસી ખરીદી રહી છે. 

Vaccine ની કિંમત પર ભારત બાયોટેક બોલ્યું- 150 રૂપિયામાં લાંબા સમય સુધી સપ્લાય કરવી સંભવ નથી

નવી દિલ્હીઃ કોરોના વાયરસ વેક્સિન નિર્માતા કંપની ભારત બાયોટેકે મંગળવારે કહ્યું કે, સરકારને 150 રૂપિયા પ્રતિ ડોઝની કિંમતમાં કોવૈક્સીનની સપ્લાય કરવી લાંબા સમય સુધી સંભવ નથી. મહત્વનું છે કે કેન્દ્ર સરકાર કોવિશીલ્ડની નિર્માતા સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) અને કોવૈક્સીન બનાવનારી ભારત બાયોટેક પાસે વેક્સિન પ્રતિ ડોઝ 150 રૂપિયાની કિંમતે ખરીદી રહી છે. કંપનીએ કહ્યું કે, તેથી ખાનગી બજારોમાં ખર્ચના ભાગને ઓફસેટ કરવા માટે એક ઉચ્ચ કિંમતની જરૂરીયાત હોય છે. 

ભારત બાયોટેકનું આ નિવેદન તે ચર્ચા બાદ આવ્યું છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટિટ્યુટ પાસે રસીનો બીજીવાર ભાવતોલ કરાવી શકે છે. હવે 21 જૂનથી ફ્રી રસીકરણની નીતિ લાગૂ થવા જઈ રહી છે. તેવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે 21 જૂન પહેલા કેન્દ્ર સરકાર કંપનીઓ પાસે રસીની કિંમતને લઈને બીજીવાર ભાવતાલ કરાવી શકે છે. 

— ANI (@ANI) June 15, 2021

હાલના સમયમાં કોવૈક્સીન માટે રાજ્યોએ 400 રૂપિયા પ્રતિ ડોઝની ચુકવણી કરવી પડી હતી. જ્યારે કોવિશીલ્ડ માટે એક ડોઝની કિંમત 300 રૂપિયા હતી. પરંતુ ઘણા રાજ્યો તરફથી પણ ફ્રી રસીકરણની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે કેન્દ્રએ દેશભરના તમામ લોકોને ફ્રી વેક્સિન આપવાની જાહેરાત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news