સંબિત પાત્રા હજુ બાળક છે, અમારો મુકાબલો તેના બાપ સાથે છેઃ અસદુદ્દીન ઓવૈસી
સંબિતે પોતાના એક નિવેદનમાં ઓવૈસીને નવો જિન્ના ગણાવ્યો હતો, જેના જવાબમાં ઓવૈસીએ તેને બાળક કર્યો છે અને તેના બાપ સાથે મુકાબલાની વાત કરી છે.
Trending Photos
હૈદરાબાદઃ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી સામાન્ય દિવસોમાં ટીવી ચર્ચાઓમાં ડિબેટ કરતા જોવા મળે છે. પરંતુ મંગળવારે બંન્ને નેતાઓએ એક-બીજા પર આકરા પ્રહારો કર્યા છે. સંબિતે ઓવૈસીની તુલના જિન્ના સાથે કરી તો જવાબમાં ઓવૈસીએ સંબિતને બાળક ગણાવ્યો છે.
કટોકટીના વિરોધમાં ભાજપ આજે દેશભરમાં પ્રદર્શન અને પત્રકાર પરિષદ કરી રહ્યું છે. આ વચ્ચે હૈદરાબાદમાં પત્રકાર પરિષદ દરમિયાન જ્યારે સંબિતને ઓવૈસીના તે નિવેદન વિશે પૂછવામાં આવ્યું જેમાં તેણે કથિત રૂપે મુસ્લિમોને મુસ્લિમ ઉમેદવારને મત આપવાની અપીલ કરી હતી. તેનો જવાબ આપતા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું, આજના રાજનીતિક પરિદ્રશ્યમાં મને તે કહેતા જરાપણ સંકોચ નથી કે ઓવૈસી નવા જિન્ના છે. મુસ્લિમોને લલચાવીને તેને મુખ્યધારાથી દૂર લઈ જવાની રીત ખતરનાક છે.
In today's political scenario, I have no hesitation in saying that Mr Owaisi is the neo Jinnah. This tactic of instigating Muslims to break away from mainstream is a dangerous one & he is a repeat offender: Sambit Patra, BJP pic.twitter.com/brxSXFekZ3
— ANI (@ANI) June 26, 2018
તેનો જવાબ આપતા એમઆઈએમ ચીફ ઓવૈસીએ કહ્યું, અરે સંબિત તો બાળક છે, બાળકો વિશે નથી બોલતા, બાળકોના બાપ સાથે મુકાબલો છે. જ્યારે મોટા વાત કરે તો બાળકોએ વચ્ચે ન બોલવું જોઈએ.
Arre Sambit baccha hai, bacchon ke baare mein nahin bolte. Bacchon ke baap se muqabla hai hamara. Jab bade baat karte hain to bacchon ko tayein-tayein nahin karna chahiye: Asaduddin Owaisi, AIMIM on Sambit Patra calling him 'neo Jinnah' pic.twitter.com/rZGyVVmWBY
— ANI (@ANI) June 26, 2018
ઓવૈસીએ કટોકટીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કટોકટીને ન ભૂલાવી શકાય. મહાત્મા ગાંધીની હત્યા, બાબરી વિધ્વંસ, 1984માં શીખોની હત્યા, 2002માં જે થયું, આ તમામ ઘટનાઓ આઝાદ ભારતની ધરતીને હલાવી દેનારી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે