Corona: મહારાષ્ટ્ર સરકાર પર સવાલ ઉઠ્યા તો રાઉતે કર્યો કટાક્ષ, શું ભાભીજીના પાપડ ખાઈને સાજા થયા લોકો?

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. કોવિડ-19 મામલે મહારાષ્ટ્રે ભારતમાં તમામ રાજ્યોને જ નહીં પરંતુ અનેક દેશોને પણ પાછળ છોડ્યા છે. આ બધા વચ્ચે આજે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે મહારાષ્ટ્ર સરકારનો બચાવ કરતા કહ્યું કે પ્રદેશમાં કોરોનાથી રિકવરી કરનારા લોકોની સંક્યા વધી છે.

Corona: મહારાષ્ટ્ર સરકાર પર સવાલ ઉઠ્યા તો રાઉતે કર્યો કટાક્ષ, શું ભાભીજીના પાપડ ખાઈને સાજા થયા લોકો?

નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra) માં કોરોના (Corona Virus) ના કેસ સતત વધી રહ્યાં છે. કોવિડ-19 મામલે મહારાષ્ટ્રે ભારતમાં તમામ રાજ્યોને જ નહીં પરંતુ અનેક દેશોને પણ પાછળ છોડ્યા છે. આ બધા વચ્ચે આજે શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) મહારાષ્ટ્ર સરકારનો બચાવ કરતા કહ્યું કે પ્રદેશમાં કોરોનાથી રિકવરી કરનારા લોકોની સંક્યા વધી છે. રાઉતે ધારાવીનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ આ તથ્ય એટલા માટે જણાવી રહ્યા છે કારણ કે હાલમાં સદનમાં સાંસદોએ મહારાષ્ટ્ર સરકારની આલોચના કરી હતી. 

શિવસેના (Shivsena) સાંસદ સંજય રાઉતે જણાવ્યું કે તેમના માતા અને ભાઈ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોરોનાથી અનેક લોકો રિકવર કરી રહ્યાં છે. આ ઉપરાંત આજે ધારાવીમાં સ્થિતિ ખુબ નિયંત્રણમાં છે. WHOએ પણ આ મામલે બીએમસીના વખાણ કર્યા છે. હું આ તમામ તથ્યો અંગે જણાવી રહ્યો છું કારણ કે કાલે કેટલાક સભ્યોએ મહારાષ્ટ્ર સરકારની આલોચના કરી હતી. 

— ANI (@ANI) September 17, 2020

રાઉતે આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અર્જૂનરામ મેઘવાલના 'ભાભીજીના પાપડ' ઉપર પણ કટાક્ષ કર્યો. રાઉતે કહ્યું કે હું સભ્યોને પૂછવા માંગુ છું કે આટલા બધા લોકો આખરે કોરોનાથી સાજા કેવી રીતે થયા? શું લોકો ભાભીજીના પાપડ ખાઈને સાજા થઈ ગયા? તેમણે કહ્યું કે આ કોઈ રાજકીય લડાઈ નથી. પરંતુ તે લોકોના જીવન બચાવવાની લડત છે. નોંધનીય છે કે રાઉત કોરોના વાયરસના મુદ્દે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનના નિવેદન પર ચર્ચા દરમિયાન બોલી રહ્યા હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news