શિવસેના નેતા સંજય રાઉતે ગુમાવ્યો કંટ્રોલ, BJP માટે કહી આ વાત
શિવસેનાએ શુક્રવારે કહ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને સ્વર્ગસ્થ અન્વય નાઇકના પરિવાર વચ્ચે જમીન સોદાનો આરોપ અલીબાગના આંતરીક ડિઝાઇનરની આત્મહત્યા કેસની તપાસની દિશા બદલવાનો પ્રયાસ છે. મહારાષ્ટ્રની શાસક પાર્ટી શિવસેનાના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધ્યું હતું
Trending Photos
મુંબઇ: શિવસેનાએ શુક્રવારે કહ્યું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને સ્વર્ગસ્થ અન્વય નાઇકના પરિવાર વચ્ચે જમીન સોદાનો આરોપ અલીબાગના આંતરીક ડિઝાઇનરની આત્મહત્યા કેસની તપાસની દિશા બદલવાનો પ્રયાસ છે. મહારાષ્ટ્રની શાસક પાર્ટી શિવસેનાના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધ્યું હતું અને પક્ષના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાના દાવાને લઈને ટીકા કરી હતી. સોમૈયાએ બુધવારે બંને પરિવારો વચ્ચે જમીનના સોદાના આરોપ લગાવતા તપાસની માંગ કરી હતી.
રાઉતે બીજેપીને ગણાવી શેઠજીની પાર્ટી
રાજ્યમાં મુખ્ય વિપક્ષી પાર્ટી પર પ્રહાર કરતા રાઉતે કહ્યું કે, અમે ખાતરી કરીશું કે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી સતત 25 વર્ષ સુધી સત્તાની બહાર રહેશે. પત્રકારો સાથેની વાતચીતમાં રાઉતે પોતાનો કંટ્રોલ ગુમાવ્યો અને ભાજપને 'શેઠજીની પાર્ટી' અને સોમૈયાને 'વ્યાપારી' ગણાવ્યો. રાઉતે કહ્યું, "શેઠજીની પાર્ટીના પ્રવક્તા તે મરાઠી મહિલા વિશે બોલવા તૈયાર નથી જે વિધવા બની ગઇ છે." આ વાતથી તેમનો ઇશારો ઇન્ટિરિયર ડિઝાઇનર અન્વય નાઈકની પત્ની તરફ હતો. તેમણે ભૂતપૂર્વ શિવસેનાના સાથી પર હુમલો કરતા કહ્યું કે, "તેઓ અને તેમની પુત્રી ન્યાયની વિનંતી કરી રહ્યા છે અને જ્યારે અમે તેમને ન્યાય અપાવવા પ્રયાસ કરી રહ્યા છીએ, ત્યારે આ લોકો આત્મહત્યાની તપાસની દિશા બદલવાનો આરોપ લગાવી રહ્યાં છે." આ એક ગંભીર મુદ્દો છે. 'રાજ્યસભાના સદસ્યએ દાવો કર્યો હતો કે બંને પરિવારો વચ્ચે 2014 માં જમીનના સોદા કાયદેસર રીતે હસ્તાક્ષર થયા હતા.
2024 સુધી પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે શિવસેના
રાઉતે કહ્યું, "એક મરાઠી વ્યક્તિએ સોદો કર્યો છે તો તેમને (સોમૈયા) કોઈ સમસ્યા છે." તેમણે ભારપૂર્વક કહ્યું કે શિવસેનાની આગેવાનીવાળી એમવીએ સરકાર (Maha Vikas Aghadi) પોતાનો કાર્યકાળ (2024 સુધી) પૂર્ણ કરે. તેમણે કહ્યું, 'અમે સુનિશ્ચિત કરીશું કે ભારતીય જનતા પાર્ટી 25 વર્ષથી મહારાષ્ટ્રમાં સત્તાની બહાર બેસે છે. અમારું વલણ નાઇકના પરિવારને ન્યાય અપાવવાનો છે અને આત્મહત્યા કરવા માટે અભદ્ર આંદોલન કરનારાઓને શિક્ષા આપવાનો છે. શિવસેનાના નેતાએ આડકતરી રીતે ટીવી પત્રકાર અર્નબ ગોસ્વામી પર આડકતરી રીતે આરોપ લગાવ્યો હતો કે શેઠજીની પાર્ટી આરોપીઓને બચાવવા માંગે છે. ગોસ્વામી અને અન્ય બે લોકો પર નાઈક અને તેની માતાને આત્મહત્યા કરવા ઉક્શાવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો:- Deepotsav 2020: અયોધ્યામાં જીવંત થયો ત્રેતા યુગ, ઢળતી સાંજે લાખો દીવાથી રોશન થઈ રામ નગરી
રાઉતે કહ્યું, 'તે (સોમૈયા) જે 21 જમીનના સોદા વિશે વાત કરી રહ્યાં છે તે શું છે. તેમાંથી પાંચ પણ બતાવો. માત્ર એક જ સોદો હતો અને તે પણ સંપૂર્ણ કાયદાકીય રીતથી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તપાસની માંગ અંગે પૂછવામાં આવતા રાઉતે આ હુમલો કર્યો હતો અને પૂછ્યું હતું કે માત્ર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જ કેમ... સીબીઆઈ પણ છે. ઇન્ટરપોલ પર જાઓ, એફબીઆઇ, કેજીબી, ઇન્ટરપોલ અને યુનાઇટેડ નેશન્સ સાથે તપાસ કરો. સોમૈયાએ ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ અને અન્વય નાઇક પર જમીનના અનેક સોદા કર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. નાઇકે 5 મે 2018ના રોજ આત્મહત્યા કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે