સીબીઆઈ પ્રમુખ આલોક વર્માને પદ પરથી દૂર કરાયા

સિલેક્શન પેનલની બેઠકમાં ચર્ચા કરાયા બાદ લેવાયો નિર્ણય, બેઠકમાં પીએમ મોદી, મલ્લિકાર્જુન ખડગે અને જસ્ટિસ સિકરી સામેલ હતા, હજુ સુપ્રીમ કોર્ટ દ્વારા મંગળવારે જ CBI  વિવાદઃ આલોક વર્માને સીબીઆઈના વડાના પદ પર બહાલ કરવામાં આવ્યા હતા 

સીબીઆઈ પ્રમુખ આલોક વર્માને પદ પરથી દૂર કરાયા

નવી દિલ્હીઃ સીબીઆઈના પ્રમુખ આલોક વર્માને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. વડા પ્રદાન મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. સિલેક્ટ કમિટીમાં 2-1ની બહુમતિથી આ નિર્ણય લેવાયો હતો. આલોક વર્માની ફાયર વિભાગના ડીજી તરીકે બદલી કરવામાં આવી છે. હજુ મંગળવારે જ સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને પદ પર ફરીથી બેસવા દેવા અંગે આદેશ અપાયો હતો. સરકારે તેમને લગભગ બે મહિના પહેલા ફરજિયાત રજા પર ઉતારી દીધા હતા. 

સિલેક્શન પેનલના વડા નરેન્દ્ર મોદી છે. આ ઉપરાંત અન્ય સભ્યોમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે અને ન્યાયાધિશ એ.કે. સિકરી છે. ન્યાયાધિશ એ.કે. સિકરી દેશના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ તરફથી હાજર રહ્યા છે. બુધવારે પણ તેમની બેઠક મળી હતી, પરંતુ તે પરિણામ રહિત રહી હતી. સીબીઆઈના પ્રમુખ વર્મા અને વિશેષ નિદેશક રાકેશ અસ્થાનાએ એક-બીજા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા, ત્યાર બાદ બંનેને ફરજિયાત રજા પર ઉતારી દેવાયા હતા. 

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આલોક વર્માએ બુધવારે સીબીઆઈના વડાનો ચાર્જ સંભાળી લીધો હતો અને ચાર્જ લેતાની સાથે જ તેમણે એમ. નાગેશ્વર રાવ દ્વારા કરવામાં આવેલી મોટાભાગની બદલીઓ રદ કરી દીધી હતી. એમ. નાગેશ્વર રાવને આલોક વર્માની ગેરહાજરીમાં વચગાળાના સીબીઆઈ વડા તરીકે નિયુક્ત કરાયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news