હું ખુબ જ ગભરાયેલો છું, મોદી ક્યારે શું કરશે કોઇ જાણતું નથી: શરદ પવાર
NCP પ્રમુખ શરદ પવારે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રમાં સાત રેલીઓ કરી અને આ તમામ રેલીઓમાં મુદ્દો શરદ પવાર જ હતો
Trending Photos
મુંબઇ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવારે શનિવારે કહ્યું કે, તેઓ ખુબ જ ગભરાયેલા છે, ખબર નહી વડાપ્રધાન મોદી આગળ શું કરશે. ઉલ્લેખનીય છે કે, એકવખત નરેન્દ્ર મોદીએ પવારને રાજનીતિમાં પોતાના ગુરૂ ગણાવ્યા હતા. શરદ પવારે બારામતી લોકસભા ક્ષેત્રમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કહ્યું કે, મોદી કહે છે કે તેઓ મારી આંગળી પકડીને રાજનીતિમાં આવ્યા, પરંતુ હવે હું ખુબ જ ગભરાઇ રહ્યો છું. કારણ કે આ વ્યક્તિ શું કરશે, કોઇ જ નથી જાણતું. અત્રે ઉલ્લેખનીય છે કે, બારામતી લોકસભા ક્ષેત્રથી પવારની પુત્રી સુપ્રિયા સુલે ચૂંટણી મેદાનમાં છે.
વડાપ્રધાન મોદીએ 2016માં પુણે જિલ્લામાં એક સમારંભમાં એનસીપી પ્રમુખની સાથે મંચ વહેંચતા કહ્યું હતું કે, તેઓ પવારની આંગળી પકડીને રાજનીતિમાં આવ્યા હતા. પવારે કહ્યું કે, ભાજપ પ્રમુખ અમિત શાહે હાલમાં જ બારામતીની મુલાકાત લીધી હતી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને આ ક્ષેત્રમાં એક જનસભાને સંબોધિત કરવાનું છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, સમગ્ર દેશને આ સ્થાળની મુલાકાત લેવામાં રસ છે.
IAFએ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને વીરચક્ર એનાયત કરવાની કરી ભલામણ
પવારે કહ્યું કે, ભાજપ પુછી રહ્યું છે કે યુપીએ સરકારે શું કર્યું હતું પરંતુ તેઓ તે જણાવવામાં નિષ્ફળ રહ્યા છે કે તેણે સત્તામાં રહેવા દરમિયાન 10 વર્ષમાં શું કર્યું. પવારે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રમાં સાત રેલીઓ કરી અને તમામ રેલીઓમાં મુદ્દો શરદ પવાર હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે