mahakumbh 2025: મહાકુંભમાં થશે 12 જ્યોર્તિર્લિંગોના દર્શન, કાશી-કેદારનાથથી સોમનાથ સુધી, બધા તીર્થ એક જગ્યાએ

mahakumbh 2025: વિશ્વના સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમોમાંથી એક પ્રયાગરાજ મહાકુંભ હવે થોડા જ દિવસોમાં શરૂ થવા જઈ રહ્યો છે. જો તમે પણ પ્રયાગરાજ મહાકુંભ મેળામાં જવાનું વિચારી રહ્યા છો, તો ત્યાં જોવાલાયક સ્થળોની યાદીમાં ચોક્કસપણે શિવાલય પાર્કનો સમાવેશ કરો.

 mahakumbh 2025: મહાકુંભમાં થશે 12 જ્યોર્તિર્લિંગોના દર્શન, કાશી-કેદારનાથથી સોમનાથ સુધી, બધા તીર્થ એક જગ્યાએ

પ્રયાગરાજઃ તમે ક્યારેય સાંભળ્યું છે કે ભંગારમાંથી એક અદભૂત તીર્થ સ્થળ તૈયાર કરી શકાય?... ઉત્તર પ્રદેશની સંગમ નગરી પ્રયાગરાજના મહાકુંભ નગર  ક્ષેત્રમાં શિવાલય પાર્ક તેનું જીવતું જાગતું ઉદાહરણ છે... 14 કરોડના ખર્ચે 11 એકરમાં બનેલા શિવાલય પાર્કમાં કયા-કયા આકર્ષણો છે?... તેને બનાવતાં કેટલો સમય લાગ્યો?... જોઈશું આ અહેવાલમાં...

આ પાર્ક માત્ર એક દર્શનીય સ્થળ નથી. આ પાર્ક અધ્યાત્મનો મોટો ભંડાર છે. અહીંયા તમે ભગવાન શિવ અને તેમના મંદિર વિશે જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો. ચોંકી ગયા ને... પરંતુ આ હકીકત છે... ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો 13મી જાન્યુઆરીથી શરૂ થવાનો છે... મહાકુંભની ભવ્યતા અને આધ્યાત્મિકતાને નવી ઉંચાઈ આપવા માટે પ્રયાગરાજના નૈની અરેલ ઘાટ પર શિવાલય પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે...

હવે તમારા મનમાં એવો સવાલ થતો હશે કે આ શિવાલય પાર્કમાં એવું તે શું છે જે ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે... તો તે પણ જાણી લો.
આ પાર્ક 400 ટન ભંગારમાંથી તૈયાર કરવામાં આવ્યો છે...
જેમાં કટાઈ ગયેલા વીજળીના થાંભલા, જૂની ટ્રક, કાર, પાઈપ, રિક્ષા, રેલવેના તૂટેલા પાટા અને અન્ય ભંગારનો ઉપયોગ કરાયો છે... 
તેની પાછળ 14 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે...
શિવાલય પાર્ક 11 એકરમાં ફેલાયેલો છે...
22 કલાકારો અને 500 શ્રમિકોએ 3 મહિનાની મહેનત બાદ તેને તૈયાર કર્યો છે...
પાર્કને વેસ્ટ એન્ડ વંડર થીમ અંતર્ગત તૈયાર કરાયો છે...
બાળકો માટે અલગ ઝોન, તુલસી વન અને સંજીવની વન તૈયાર કરાયું છે...
આ સિવાય ફૂડ કોર્ટ, રેસ્ટોરાં અને 500 મીટર લાંબુ જળાળય બનાવ્યું છે...
મુલાકાતીઓ માટે 700 સ્ક્વેર મીટર લાંબુ પાર્કિંગ પણ બનાવાયું છે...

શિવાલય પાર્કમાં તમને તમામ 12 જ્યોતિર્લિંગ તેમના વાસ્તવિક રૂપમાં જોવા મળશે... એટલે મહાકુંભમાં જે પણ શ્રદ્ધાળુ આવશે તે એક જ જગ્યાએ તમામ જ્યોતિર્લિંગની યાત્રાનો અનુભવ કરી શકશે... 

ભારતના નકશાના આકારમાં બનાવેલા શિવાલય પાર્કમાં દૈનિક 50,000 મુલાકાતીઓ આવી શકે તેવી ક્ષમતા છે... તેના માધ્યમથી શ્રદ્ધાળુઓ ભારતના મુખ્ય તીર્થો વિશે જાણકારી મેળવી શકશે... એટલે આ પાર્ક મહાકુંભમાં આવનારા કરોડો શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક જ્ઞાનની અનુભૂતિ કરાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news