VIDEO: પુલવામા હુમલા વિરુદ્ધ લંડનમાં પણ લોકો રસ્તા પર ઉતર્યા, પાક. પર ફિટકાર
સમગ્ર વિશ્વમાં આ આતંકવાદી હૂમલા બાદ પાકિસ્તાનની ટીકા થઇ રહી છે, જો કે પાકિસ્તાન પોતે પણ આ વાતનો સતત ઇન્કાર કરતું રહ્યું છે
Trending Photos
લંડન : પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હૂમલાની સમગ્ર વિશ્વની સામે એકવાર ફરીથી પાકિસ્તાનનનું સત્ય સામે આવી ચુક્યું છે. લંડનમાં પણ તેની અસર જોવા મળી રહી છે. બ્રિટનમાં રહેતા ભારતીયો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં સેંકડોની સંખ્યામાં લોકો જોડાયા હતા. રેલીમાં લોકોએ પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન આતંકવાદી દેશ જેવા નારાઓ લગાવ્યા હતા. સમગ્ર વિશ્વમાં આ આતંકવાદી હૂમલા બાદ પાકિસ્તાનની ટીકા થઇ રહી છે. જો કે પાકિસ્તાન પોતે આમાં ક્યાંક પણ સંડોવાયેલું હોવાની મનાઇ કરી રહ્યું છે.
#WATCH: Slogans of "Pakistan Murdabad" and "Pakistan terrorist" shouted in London during protest held to condemn #PulwamaTerroristAttack, earlier today pic.twitter.com/RMxMIWWNwA
— ANI (@ANI) February 17, 2019
રવિવારે યોજાયેલી આ રેલીમાં અનેક લોકો હાથમાં ત્રિરંગો લઇને આવ્યા હતા. આ લોકો પાકિસ્તાન મુર્દાબાદ અને પાકિસ્તાન આતંકવાદનો નારા લગાવી રહ્યા હતા. લોકોનાં હાથમાં નારા લખેલી તક્તીઓ હતી. પુલવામાં થયેલા આતંકવાદી હુમલાની વિરુદ્ધ અમેરિકા સહિત બીજા અનેક દેશ આતંકવાદીઓની વિરુદ્ધ કડક કાર્યવાહીની વાત કરી ચુક્યા છે. જો કે અત્યાર સુધી તેની વિરુદ્ધ કોઇ જ પગલું ઉઠાવવામાં નથી આવ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરનાં પુલવામાં ગત્ત ગુરૂવારે સીઆરપીએફનાં કાફલા પર થયેલા આત્મઘાતી હૂમલામાં અર્ધ સૈનિક દળનાં 40 જવાનો શહીદ થઇ ગયા. પાકિસ્તાન ખાતે આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે આ હૂમલાની જવાબદારી લીધી હતી. હૂમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ મોટી કૂટનીતિક આક્રમકતા દેખાડતા ભારતે તે બાબત પર જોર આપ્યું કે, પાકિસ્તાન પોતાની રાજકીય નીતિની પદ્ધતી પર આતંકવાદનો ઉપયોગ કરતું રહ્યું છે. જો કે પાકિસ્તાને પોતે ક્યાયં સંડોવાયેલું નહી હોવાની વાત કરતા ભારતે તેની ઝાટકણી કાઢી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે